[:gj]ગોંડલમાં લાઈવ પેઈન્ટીંગ કરી ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશ્વ વિક્રમ [:]

Live Painting in Gondal by Oxford International School WORLD RECORD

[:gj]ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાઈવ પેઈન્ટીગ કરીને વિશ્વ વિક્રમ નોંધાવવામાં આવ્યો છે. ૩૦૦૦ સ્ક્વેર ફીટ લાઈવ પેઈન્ટીગ દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો છે જે વર્લ્ડ રેકોર્ડની નોંધ યુ.એસ.એ. દ્વારા લેવામાં આવી છે.

ગોંડલની ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે લાઈવ પેઈન્ટીગનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં શાળા ખાતે જ ૩૦૦૦ સ્ક્વેર ફૂટ લાઈવ પેઈન્ટીગ કરવામાં આવી હતી. આ વર્લ્ડ રેકોર્ડની નોંધ ઓર્ગેનાઈઝેશન બાય ઇન્ટરનેશનલ ટ્રેડીશનલ બુક ઓફ રેકોર્ડ મોરેશિયસ તેમજ વજ્ર વર્લ્ડ રેકોર્ડ યુ.એસ.એ.માં પણ વર્લ્ડ રેકોર્ડની નોંધ લેવામાં આવી છે. લાઈવ પેઈન્ટીગના વિશ્વ વિક્રમની સ્થાપના સમયે વર્લ્ડ રેકોર્ડ ટીમના કો-ઓર્ડીનેટર મોન્ટુભાઈ ચડોતરા ઉપસ્થિત રહ્યા હતા. જયારે મીસીસ મોનિકા ચૌધરી (મીસીઝ ઇન્ડિયા) ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને A4 સાઈઝની વર્કશીટ આપવામાં આવી હતી. જેના પર પેઈન્ટીગ કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાના આ લાઈવ પેઈન્ટીગ કાર્યક્રમમાં ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ સતાસીયા, પ્રવીણભાઈ રૈયાણી, જગદીશભાઈ સાટોડિયા તેમજ પ્રિન્સીપાલ આર.કે.રાણાવત અને સાગર માલવિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.[:]