15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

પાલનપુર, 15 જૂન 2020

બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમાં શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન ”જંગલી ગધેડાઓના અભયારણ્ય” તરીકે જાહેર કરેલ છે. જેમાં 15 જૂન 2020થી 15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

આ અભયારણ્યમાં ધુડખર, દિપડા, ચિંકારા, કાળિયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી, તેમજ સાંઢા વગેરે જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓએ વાહનો લઈ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં. દિવસ દરમિયાન 20 કિ. મી. થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે. ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડા દ્વારા જણાવવામાં આવ્યું છે.