કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહી છે

આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે  સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે.

કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસાન થયું છે, તેમના શરીરના ભાગોને નુકસાન થયું છે. કરોડરજ્જુ વગેરે પર ગંભીર ઈજાઓ થઈ છે. ઇલેક્ટ્રિક આંચકાના કારણે કેદીઓ ગંભીર માથાનો દુખાવો સહન કરી રહ્યા છે.

અહેવાલમાં કેદીઓને આપવામાં આવતા અન્ય પ્રકારના ત્રાસમાં નખ ખેંચી લેવા, મોંમાં સંડાશ નાંખવું, હીટર પર પેશાબ કરવા દબાણ કરવું. દિવાલો અથવા કાચ પર માથુ અથવાવવું. વધુ સમય બેસવા દેવા નહીં. જેવા અત્યાચારો થાય છે.

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે મહત્તમ હિંસાની પુષ્ટિ હરિયાણા અને ગુજરાતમાં થઈ છે.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે 

જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો

મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે

મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ વધું