ટામેટાના ભાવ 2 રૂપિયે કિલો, મિનરલ વોટરથી સસ્તા ટામેટા ખેતરમાં ફેંકી દેવા પડે છે

ગાંધીનગર, 12 મે 2021
ડીસેમ્બર અને માર્ચ-એપ્રિલમાં 50 હજાર હેક્ટરમાં ટામેટાની ખેતી થાય છે. એપ્રિલમાં ગુજરાતમાં ટામેટાની આવક શરૂ થઈ ત્યાં ભાવ ગગડી ગયા હતા. ગુજરાતમાં બન્ને ઋતુમાં 10થી 14 લાખ ટન ટામેટા પાકે છે. હાલ 4 લાખ ટન ટામેટા પાકે એવો મોલ ખેતરોમાં ઊભા છે. એક હેક્ટરે 43500 લિટર પાણી સાથે 29 ટન ટામેટા પાકે છે. આમ એક કિલો ટામેટા પેદા કરવા માટે 15 લિટર પાણી વપરાય છે. ટામેટામાં 90 ટકા જેવું પાણી હોય છે. આમ મિનરલ વોટર કરતાં પણ શુદ્ધ પાણી ટામેટામાં હોય છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલયે 10 મેના રોજ જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે સરકારે બાગાયત ક્ષેત્ર માટે 2250 કરોડ રૂપિયા સહાય આપશે. કારણ કે આવક વધારવા માટે આ સહાય મદદ કરશે. બરાબર તે દિવસથી જ ફળ અને શાક એવા ટામેટાના ભાવો ગુજરાતમાં ગગડવા લાગ્યા છે.

તે જ દિવસે, ઘણા શાકભાજી ઉત્પાદકોએ તેમના ટામેટા ઘણા ટ્રેક્ટર ટ્રોલીઓને ખેતરમાં ફેંકી દીધી હતી. લોકડાઉનને કારણે સતત નુકસાનને લીધે આમ થાય છે.

દેશમાં એપ્રિલમાં ટામેટાની આવક શરૂ થતાં જ ટામેટાંના કેરેટ (25 કિલો) 200-300 રૂપિયા ભાવ હતા તે 30 થી 60 રૂપિયા મળવા લાગ્યા છે. કારણ કે ખેત બજારો બંધ કરી દીધા છે. ખેડૂતો ટ્રક કે ટ્રેક્ટરમાં ભરીને બજારમાં લઈ જઈ શકતા નથી. તેથી તેને ફેંકી દેવા પડે છે. કાંતો ખેતરમાં ટ્રેક્ટર ફેરવી દેવા પડે છે.

ટામેટાં એક કિલો દીઠ 1 થી 2 રૂપિયા સુધી વેચવા પડે છે. જે ખોટનો ધંધો છે. 25 કિલો કેરેટના પડતર રૂપિયા 130 થાય છે. હવે 20 થી 50 રૂપિયાનો કેરેટના મળે છે. 1 એકરે 600 કેરેટ 80 હજાર રૂપિયા આવક થવી જોઈતી હતી. તે હિસાબે 1.50 લાખ મળવા જોઈતા હતા.

2019-20 દરમિયાન દેશમાં 25.66 મિલિયન હેક્ટર જમીનમાં બાગાયત ક્ષેત્રનું સૌથી વધુ ઉત્પાદન 320.77 મિલિયન ટન હતું, જે વર્ષ 2020-21ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ 27.17 લાખ હેક્ટર પર બાગાયત આ વિસ્તારનું કુલ ઉત્પાદન 326.58 લાખ મેટ્રિક ટન હોવાનો અંદાજ છે. દેશમાં ટામેટા 8 લાખ હેક્ટરમાં 2 કરોડ મેટ્રિક ટન પાકે છે. દેશના દરેક માણસ 14-15 કિલો ટામેટા વર્ષે ખાઈ જાય છે.

ખેડૂતને ટમેટા 2 કિલો કિલો માંડ મળે છે તો અમદાવાદ, સુરત જેવા શહેરમાં 20 રૂપિયા કિલોના દરે વેચાય છે. ગયા વર્ષના લોકડાઉનમાં ખેડુતોને થયેલા નુકસાનથી સરકારને કોઈ પાઠ મળ્યો નથી.

આ પણ વાંચો

એક છોડ પર 10 કિલો ટામેટા આપતી જાત શોધાઈ 

https://allgujaratnews.in/gj/the-sunrise-of-grafted-tomato-farming-will-change-the-lives-of-farmers/ 

https://allgujaratnews.in/gj/starting-black-tomato-cultivation-can-save-rs-20000-crore-in-medicine-and-save-lives-of-millions/  

https://allgujaratnews.in/gj/tomato-prices-at-3-year-low-farmers-selling-at-rs-4-10/ 

https://allgujaratnews.in/gj/tometo/ 

બજારમાં સફરજન અને ટામેટાંના ભાવ એકસરખા થયા

આરોગ્ય માટે શ્રેષ્ઠ ટામેટાના ભાવ વધતાં ખપત ઘટી

ટામેટાની ખેતી