તમાકુના ખેતરોની વચ્ચે સજીવ ખેતીથી શક્કરિયાની મીઠાશ વધારતાં ખેડૂત ગિરિશ પટેલ

ગાંધીનગર, 21 માર્ચ 2021

ગુજરાતમાં ખેડા, મહેસાણા, બનાસકાંઠામાં વાવેતર થાય છે. કુલ 1700 હેક્ટરની આસપાસ વાવેતર થાય છે. જેમાં 900 હેક્ટર ખંભાતના ખેડૂતો પકવે છે. ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી શક્કરિયાની સજીવ ખેતી કરતાં ખેડૂત ગિરિશભાઈ મોહનભાઈ પટેલ ગુજરાતમાં જાણીતા છે.

ખંભાતમાં ચારેબાજુ તમાકુના ખેતરોની વચ્ચે 10 વર્ષથી ખેડૂત ગિરિશભાઈ મોહનભાઈ પટેલ (8758258451) શક્કરિયા (સ્વિટ પોટેટો) ની સજીવ ખેતી કરે છે. ગુજરાતમાં સૌથી વધુ આવક આપતો પાક તમાકુનો છે. પણ ગિરિશભાઈએ માત્ર 2 વીઘા જમીનમાં શક્કરિયા વાવીને સારી એવી આવક ઊભી કરી છે. તેમને ઘણાં પુરસ્કાર મળી ચૂક્યા છે.

શિવરાત્રીમાં અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, સુરત, ભરૂચ, ભૂજ, મુંબઈ, પંજાબ શહેરોમાં ખંભાતના શક્કરિયાની ભારે માંગ રહી હતી. ખંભાત આસપાસના વત્રા, ઉંદેલ, નાના કલોદરા, સાલણા સહિત 13 ગામોમાં 900 એકર ખેતરોમાં શક્કરિયાની ખેતી થાય છે. અહીંની જમીન શક્કરિયા માટે એનુકુળ છે. એવી ગુજરાતમાં બીજે ક્યાંય નથી.

ગુજરાતમાં બટાટાનું વાવેતર 1.21 લાખ હેક્ટરમાં 37 લાખ ટન ઉત્પાદન થાય છે. તેની સામે સ્વીટ પોટેટોનું 1 ટકો વાવેતર અને ઉત્પાદન થાય છે.

શક્કરિયા પાક એવો છે કે જેમાં ઓછામાં ઓછા ખાતર અને મજૂરીની જરૂર પડે છે. સક્કરિયાને મહિને એક વખત પાણી જોઈએ છે. તેના વેલાનો ઉપયોગ પશુ આહાર તરીકે થાય છે. તેથી લોકો વેલા લઈ જાય અને સક્કરિયા મફતમાં જમીનમાંથી કાઢી આપે છે. તેથી જમીનની અંદરાથી શક્કરીયા કંદમૂળ કાઢવાનું કોઈ ખર્ચ થતું નથી.

સેન્દ્રીય ખેતી કરતાં હોવાથી રાસાયણીક ખાતરનું કોઈ ખર્ચ થતું નથી. બે ગાય અને બે ભેંસ છે તેના છાણ અને મૂત્રથી સજીવ ખેતી કરે છે.

નાના અને ખરાબ સક્કરિયા નિકળે તે પશુ આહાર તરીકે વેચાઈ જાય છે.

તમામ વેલા ઘાસચારા તરીકે વેચાઈ જાય છે.

રંગ અને કદના આધારે ભાવ મળે છે. ફળ 200થી 250 ગ્રામ થાય છે. સેન્દ્રિય ખેતીના કારણે કંદની ચમક સારી આવે છે. સારામાં સારી આવક તમાકુમાં મળે છે પણ તેના કરતાં શક્કરિયા સારા છે, આવક સારી મળે છે. એકરે 250થી 500 મણ ઉત્પાદન મળે છે.

શિવરાત્રીના તહેવારમાં સૌથી વધું માંગ હોય છે. શિરાત્રીના 3 દિવસ પહેલા બજારમાં વેચાણ કરે તેને સારા ભાવ આવે છે.

રોગ જીવાત થતી નથી. વેલામાં લીલાસ લાવવા માટે જે ખેડૂતો નાઈટ્રોઝન વધું આપે છે તેમાં ઇયળ આવે છે. બાકી ઇયળ આવતી નથી. નાઈટ્રોઝન વધું આપે તો શક્કરિયા કંદ ફાટી જાય છે. સજીવ ખેતીમાં કંદમાં તીરાડો પડતી નથી.

લોકલ બિયારણ વાપરે છે. 3-4 વેરાયટી. સફેદ 2 મહિના તૈયાર થઈ જાય છે. બીજી એક વેરાયટી 3થી 4 મહિને તૈયાર થાય છે. બેંગલોરી જાત 6 મહિને તૈયાર થાય છે, જેના કંદ લાંબાં અને ડાર્ક હોય છે. તેના વેલામાં પશુ ચારા માટે સારી પોષ્ટીકતા હોય છે. 6 મહિનામાં 6 – 7 વખત ત સિંચાઈ આપવી પડે છે.

વાવેતર માટે અગાઉના પાકના વેલાના ટૂકડા રાખીને બે વખત ધરૂ કરવું પડે છે. ચોમાસુ પૂરું થવા આવે એટલે ગવારનો કે બીજા કોઈનો લીલો પડવાસ માટે 40 દિવસ પછી જમીનમાં દબાવી દેવાથી ઉત્પાદન સારું મળે છે. જે કોહવાઈ જાય છે. વરસાદ બંધ થાય પછી ઓક્ટોબરમાં સક્કારીયાના વેલા રોપે છે. વેલા કરમાઈ જાય તે પહેલાં તુરંત પીયત આપે છે. રોપણી પછી 5 દિવસ પછી હળવું પીયત આપે છે. હાથથી નિંદામણ કરીને પહેલું પિયત 30 દિવસ પછી આપે છે. ભેજ સારો રહે તો એક મહિને પિયત આપે છે. નીક પાળા પદ્ધતિ વાવે છે. પાળા પર બન્ને બાજું રોપાણી કરવી પડે. 4થી સાડા ચાર મહિને શક્કરિયા તૈયાર થઈ જાય છે.

સ્થાનિક બજારમાં વેચે તો પેકીંગ ગ્રેડીંગ ખર્ચ કરવો પડે છે. જો શહેરોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ બજારમાં જાય તો તે ખર્ચ કરવો પડતો નથી. એક જ વેપારી ટ્રક લઈ લે છે. શક્કરિયાના સારા ભાવ મોટા શહેરોમાં મળી રહે છે. કિલોના ભાવ 12થી 15 રૂપિયા મળે છે. જે વેપારીઓ છૂટક રૂ.50ના કિલોથી નીચે વેચતાં નથી.

ઓર્ગેનિક શક્કરિયા

છાણીયું ખાતર, દીવેલ અને લીંબોળી ખોળ આપે છે. સેન્દ્રીય ખાતર, લીલો પડવાસ, જૈવિક ખાતર, દરેક પિયત વખતે જીવામૃત આપે છે. તેમના ઓર્ગેનિક શક્કરિયા કંદ પર ચમક, માટું કંદ, સ્વાદ સારા આવે છે. તેથી ભાવ સારા આવે છે. જ્યારે રસાયણોથી પકવેલા કંદમાં તિરાડો પડી જાય છે.

દેશી પાપડીની ભારે માંગ

શુભાષ પાલેકર પ્રમાણે ખેતી કરીને હાલ દેશી પાપડી ઉગાડી છે. હાલ રસાયણીક ખાતરથી તૈયાર કરેલી પાપડીની ઋતુ પૂરી થઈ ગઈ છે. પણ કુદરતી ખેતીના કારણે તેમની પાપડીને અત્યારે ગરમીની અસર થતી નથી. તેથી પાપડી લેવા માટે પડાપડી થાય છે. સારામાં સારો બજાર ભાવ મળી રહે છે. પાપડી લોકલ એપીએમસીમાં વેચાઈ જાય છે. બે વિઘા જમીન છે. શાકભાજી અને શક્કરિયા વાવે છે.

ભારતમાં

ભારતમાં શક્કરિયા 2017-18માં 134000 હેક્ટરમાં 1503000 ટન ઉત્પાદન મળ્યું હતું. જે હાલ 2021માં 150000 હેક્ટરમાં વાવેતર થતું હોવાનો અંદાજ છે. અગાઉના 20 વર્ષ સુધી ઉત્પાદન અને વાવેતર સતત ઘટતું રહ્યું છે. 1996માં હેક્ટરે 9092 કિલો પાકતાં હતા. 2017-18માં હેક્ટરે 11201 કિલો પાકે છે.

શક્કરિયાએ મૂળ છે. સ્ટાર્ચ અને આલ્કોહોલ બને છે. દંકમાં સ્ટાર્ચ, શર્કરા, વિટામીન એ, બી, સી મળે છે. પીળા અને નારંગી રંગના કંદમાં કેરોટિન વધું હોય છે.

હવામાન સામે ટક્કર આપે એવો પાક છે. પાણીની તંગી જીલી લે છે. ભારે ઠંડી સહન કરી શકતો નથી. કાળી જમીનમાં તે થતાં નથી.

નવસારીએ દક્ષિણ ગુજરાત માટે લાલ રંગની છાલ સાથે 28 હજાર કિલો એક હેક્ટરે ઉત્પાદન આપતી કલેક્શન 71 અને ક્રોસ 4 જાત વિકસાવી છે તે 32 હજાર કિલો એક હેક્ટરે આપે છે. પુસા સફેદ જાત સારા છે. પુસા સુનહરી જાતના કંદ લાંબા અને બદામી રંગની છાલવાળી હોય છે. બાફ્યા પછી આછા નારંગી રંગની બને છે.