કોરોનાના કારણે ખેડૂતોએ ફુલોના ખેતરો ખેડી નાંખવા પડ્યા

ગાંધીનગર, 3 જૂન 2021
ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ફુલોનું ઉત્પાદન અને વાવેતર બે ગણું થઈ ગયું છે. એક હેક્ટરે 9.62 ટન ફૂલો ખીલે છે. ઉત્પાદકતા પણ લગભગ બે ગણી થઈ છે. છતાં ખેડૂતોની હાલત તો ધનપતિ થઈ નથી. ફૂલ મેરીગોલ્ડ છે પણ ખેડૂતો ક્યારે ગોલ્ડ જેવી આવક મેળવતા થયા નથી. તેમાંએ કોરોનામાં ફૂલોનો ભાવ એકદમ ઘટી ગયો હોવાથી ફૂલોની ખેતી સામે સંકટ ઊભું થયું છે.

કોરોનાથી 700 કરોડનું નુકસાન

ગલગોટાનું સૌથી વધું રાજ્યનું 80 ટકા વાવેતર અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વલસાડ, દાહોદમાં થાય છે. 90 હજાર ટનમાંથી 80 ટકા ગલગોટા ફેંકી દેવા પડ્યા હતા. અથવા ખેડી નાંખવા પડ્યા હતા. એક વીઘામાં ખેડૂતને રૂપિયા 60 હજારનું ખર્ચ અને 1થી 2 લાખની આવક ગણતાં ખેડૂતોને 56 હજાર હેક્ટરમાં રૂ.500થી 600 કરોડનું નુકસાન કોરોનાની પહેલી લહેરમાં તો માત્ર ગલગોટામાં થયું હતું. બીજી લહેરમાં પણ ઘણાં ખેડૂતોને 200થી 300 કરોડની ખોટ સહન કરવી પડી છે.

ખેતી ઘટી, ફુલોના ખેતરો ખેડી નાંખ્યા

ગુજરાતમાં સૌથી વધું ફૂલનું વાવેતર ગલગોટા – મેરીગોલ્ડનું થાય છે. કુલ ફૂલના વાવેતરના 50 ટકા ગલગોટાનું વાવેતર થાય છે. કોરોનામાં ગયા વર્ષે ભાવ તૂટી જતાં ગઈ સીઝનમાં ખેડૂતોએ ફૂલોની ખેતી 80 ટકા ઘટાડી દીધી છે. ખેતરો ખેડી નાંખવા પડ્યા હતા. કારણ કે કોરોનાના કારણે ખેડૂતોને ભારે મોટી ખોટ સહન કરવી પડી હતી. બીજા વર્ષે ફુલોનું વાવેતર 80 ટકા જેવું ઘટી જતાં ભાવોમાં જંગી ઉછાળો આવ્યો છે. કોરોનામાં 15 રૂપિયે કિલો વેચાતા મેરીગોલ્ડ ફૂલ ગઈ ઋતુમાં રૂપિયા 125 સુધી મળ્યા હતા. 100 રૂપિયા ઉપર ભાવ ક્યારેય ગયો નથી. એક વર્ષ ખોટના ખાડામાં ગયા તો વાવેતર 9-10 હજાર હેક્ટરથી ઘટીને 2થી3 હજાર હેક્ટરમાં જ વાવેતર થયા હતા.

ગોદાવડી ગામની કહાની

સુરતના માંડવીના ગોદાવાડી ગામના ખેડૂત પરેશભાઈ હાંસજીભાઈ ચૌધરી 9638784157 કહ્યું હતું કે ગઈ ઋતુમાં 20 કિલોના 2500 ભાવ રહ્યાં હતા. નવરાત્રી, ગણપતિ, દિવાળીએ પણ ક્યારેય આટલા ઊંચા ભાવ રહ્યાં ન હતા. ખેડૂતોમાં એ મુંજવણ હતી કે અધિક માસ હોવાથી તહેવારો ક્યારે આવશે અને આવશે તો કોરોના નડશે તેથી વાવેતર 80 ટકા ઘટાડી દીધું હોવાથી બજારમાં માલ જ ન હતો તેથી સારા ભાવ મળ્યા છે. ગયા વર્ષની ભારે ખોટ ખેડૂતોએ સહન કરવી પડી હતી. ફૂલ ફેંકી દેવા પડ્યા હતા. મરા ગોદાવાડી ગામમાં 10 લાખ છોડ વર્ષે આવતાં હતા પણ ગઈ ઋતુમાં ગામમાં માત્ર 5 હજાર છોડ આવેલા હતા. જેમાં 3 હજાર છોડ મારા હતા. સામાન્ય રીતે ગામમાં 8-10 એકરમાં વાવેતર થાય છે.

મહેસાણાની કમાણી ફુલોમાં સમાણી

મહેસાણાના વિજાપરના માઢી ગામના ખેડૂત કૌશિકભાઈ નાથાભાઈ ભગત 9925457066 કહે છે કે, કોરોનામાં ખેડૂતોએ ફુલોના ખેતર ખેડી નાંખવા પડ્યા હતા. મંદિરો, લગ્નો, સમારંભો બંધ હતા. ધાર્મિક ઉત્સવો કરવા લેવાતાં ન હતા. તેથી ખેડૂતો 10 રૂપિયે કેલો ગલગોટા સામેથી આપવા જતાં હતા. જેમાં જંગી ખોટ ગઈ હતી.

બીજી લહેરમાં થોડા દિવસ નફો અને ઘણાં દિવસ ખોટ
ગલગોટાના ગ્રીન હાઉસમાં 1થી 3 લાખ ગલગોટાના રોપા તૈયાર કરતાં ભગત કહે છે કે આ વખતે મંદિરો ખુલ્યા છે. તેથી ગઈ ઋતુમાં 100થી 125 સુધી ભાવ મળ્યા હતા. હાલ ગલગોટાના રોપાનો 50 ટકા ઉપાડ છે. ખેડૂતોને ભરોસો નથી કે હવે કોરોના નહીં આવે. તેથી વાવેતર કરતાં ગભરાય છે. 20 દિવસ પહેલા ગલગોટા ફૂલ કોઈ લેવાવાળું ન હતું. પણ હવે ફૂલોનો હાલનો કિલોનો ભાવ 40-45 જેવો આવે છે.

વેપારીઓની લૂંટ

કૌશિકભાઈ નાથાભાઈ ભગત સ્પષ્ટ કહે છે કે, વેપારીઓ મોટો ફાયદો લે છે. ખેડૂતોનો માલ 10 રૂપિયે લઈને ગ્રાહકોને ઘણી વખત રૂપિયા 100માં આવે છે. આમ ખેડૂતો અને ગ્રાહકો બન્ને છેતરાય છે. સૌથી વધું ધન તો મિડિયેટર લઈ જાય છે. ગ્રાહકોને મોંઘો માલ વેચે છે. દહેગામ, પાલનપુર, બોટાદ, બરવાળા અને સુરેન્દ્રન્દ્રનગર અને ચોટીલામાં સારા વાવેતર છે. ગુજરાતમાં ગલગોટાની ખેતીમાં અમદાવાદ જિલ્લો છેલ્લા ૩ વર્ષથી મોખરે છે. અમદાવાદની પાસે ધોળકામાં મોટા પાયે ગુલાબ, ગલગોટા, લીલીનાં ફૂલોની ખેતી થાય છે. એક હેક્ટરમાં 12થી 15 ટન ગલગોટા ઊગે છે. ત્રણ હેક્ટરમાં ખેતી કરી બે સિઝનમાં 3 લાખ કમાણી થાય છે. નવરાત્રીમાં અમદાવાદમાં રોજ 170 ટ્રક ફૂલ આવે છે.

જાતો

ગલગોટાની બે જાતો અસ્ટગંધા 5 ફૂટ ઊંચી અને ટેનિક બોલ 3 ફૂટ ઉંચાઈ થાય છે. નવરાત્રી, ધાર્મિક અને લગ્નમાં ફૂલો સારા ચાલે છે. ગલગોટા ફૂલોનો પ્રધાન છે.
પીળા હોવાતી ધાર્મિક કાર્યક્રમોમાં વધું વપરાય છે.

એક છોડે 5 કિલો ફૂલ
સામાન્ય દિવસોમાં બે લાખ રૂપિયાનો નફો એક વીઘાના મળી શકે છે. વીઘાનું ખર્ચ 60 હજારનો થાય છે. 4 ફૂટના ગાળો હોય 3500 છોડ જાય છે. આફ્રિકન ગલગોટાનું ઉત્પાદન એક હેકટરે 11 થી 18 ટન (15 થી 25 લાખ ફૂલો) અને ફ્રેંચ ગલગોટાનું 8 થી 12 ટન (60 થી 80 લાખ ફૂલો) મળે છે.

ટપક સિંચાઈમાં એક છોડમાં 3થી 5 કિલો ગલગોટા ઉતરે છે. ગલગોટા શહેરોમાં જાય છે. જમાલપુરમાં સીન્ડીકેટ ચાલે છે. વેપારીઓ જ ઊંચો ભાવ જાતે નક્કી કરી લે છે. એટલો જ ભાવ આપે છે. તેનાથી ઉંચા ભાવ વેપારીઓ ખરીદતા નથી. ગુજરાત બહાર સારા ભાવ મળે છે. જમાલપુરના 125 વેપારીઓ ઉઘાડી લૂંટ ચલાવે છે.

એક બી રૂપિયા 3.50નું આવે છે. ગ્રીન હાઉસના ખેડૂતો છોડ તૈયાર કરીને 4.10 રૂપિયે આપે છે. આફ્રિકન મેરીગોલ્ડ અને ફ્રેન્ચ મેરીગોલ્ડ સારા છે. ઉનાળામાં વધુ ચમક અને રંગ ટકી રહે તેવી કલકત્તી જાતન ફૂલોની ખેતી કરવી. આ જાતના ગલગોટાની ઉપજ વધુ મળે છે અને ફૂલો વધુ સમય સુધી તાજા રહે છે.

નારંગી અને પીળા રંગના કારણે હિંદુઓની ધાર્મિક વિધિઓમાં વધું વપરાય છે. સૂરજમુખી કુટુંબ છે.

ખેતી
શાકભાજી પાકોમાં મૂળના કૃમિ તેમજ નુકશાનકારક લીલી ઈયળને આવતી રોકે છે.
આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગો હોવાથી લોકોપ્રિય છે.
ફૂલો વીણવાના આગલા દિવસે પિયત આપવાથી ટકાઉશકિત વધે છે. હાથ વડે સહેલાઈથી ચૂંટી શકાય છે. છોડ ઉપરથી નિયમિત ફૂલો ચૂંટવાથી છોડની ઉત્પાદન ક્ષમતા વધે છે.
પંચમહાલમાં 7500ની વસ્તી ધરાવતા અરાદ ગામના મોટાભાગના ખેડૂતો ગલગોટાના ફુલની ખેતી કરે છે.
મેકસિકોનું વતની 500 વર્ષથી ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. પોર્ટૂગીઝો લાવ્યા હતા.

ફૂલ હેક્ટર ટન
ગલગોટા 9025 – 87 હજાર ટન
ગુલાબ 4161 – 40 હજાર ટન
મોગરા 866 – 7779 ટન
લીલી 3809 – 39 હજાર ટન
અન્ય ફૂલ 2517 – 23 હજાર ટન
કુલ ફૂલ – 20378 – 2 લાખ ટન

રંગ બને છે

લ્યુટીન નામનો કુદરતી રંગ આવેલો છે. ખાદ્યપદાર્થના રંગ, ટેક્ષાટાઈલ ઉદ્યોગમાં કુદરતી રંગ તરીકે વપરાય છે. પોલ્ટ્રી ખોરાક તરીકે ઉપયોગ.

રમતવીરોના પગ માટે ઉપયોગી છે. ઉપચાર કરે છે.

ઘરની બહાર ગલગોટાનો છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે.

તેલના અનેક ફાયદા

ફૂલમાંથી તેલ કાઢવામાં આવે છે. તેલથી મચ્છર, કીટકો, જુ, ઈયળ જેવા જંતુઓને દૂર રાખે છે. ચેપને દૂર કરે છે. જીવ જંતુના ડંખ કે કરડવાથી થતી અસર ને બેઅસર કરે છે. આવું એટલા માટે કેમ કે ગલગોટા માં એન્ટી પેરાસીટીક અસરો હોય છે.

તેલમાં એન્ટીબાયોટીક ગુણો છે. જે કવક, બેક્ટેરિયા અને પ્રોટોઝોઆંના વિકાસને રોકે છે. તે અલ્સર, તીવ્ર જખમો અને ગેંગ્રીન અટકાવવા માટે મદદરૂપ છે. તે જખમમાં મેગોટસના વિકાસને પણ રોકે છે.

તેલ આરામ આપે અને હીલિંગ શક્તિ આપે છે. ખેંચાણને શાંત કરવા કામ આપે છે. વામાં મદદ કરે છે. તેલમાં સામક ગુણ છે. બળતરા ઓછી કરે છે. તેલથી તંત્રિકા, પાચન, વિસર્જન પ્રણાલી, પીડા, ખેંચાણ, હતાશા, તણાવ, ગભરાટ અને ક્રોધને શાંત કરવામાં અને ઘટાડવામાં પણ મદદરૂપ છે.

ચામડીની તકલીફને દૂર કરી શકે છે. ચહેરા પરથી ડાઘ ને દૂર કરવા માં, ખરજવું, શરદી -ફ્લૂ, ફોડલીઓ, ફાટેલી ચામડી, વાયરલ ચેપ અને બળતરાની સારવાર કરવામાં મદદ કરે છે.

નાહવામાં આ તેલનો ઉપયોગ કરવાથી શ્વાસના સ્વાસ્થમાં પ્રોત્સાહન મળે છે. ચામડીને હાઈડ્રેટ કરે છે. વૃદ્ધત્વની ચામડી પરની નિશાની ઓછી કરે છે.

તેલનો શ્વાસ લેવાથી ઉધરસ, પેટનો દુખાવો કે શરદી માં પણ મદદરૂપ થાય છે.

ફૂલનો રોગમાં ઉપયોગ

ફૂલ અપચો, ખોડો વગેરે મા પણ મદદરૂપ છે. ફૂલ ત્વચાને ઠંડક આપે છે. ત્વચાના કોષોને પુનર્જીવિત કરે છે. પથરીના રોગમાં ફાયદો કરે છે. આંખોમાં સોજો, દુખાવામાં ફૂલ ફાયદાકારક છે. દાંત માટે ઉપયોગી છે. ફૂલના ઉકાળોથી કોગળા કરવાથી દુખાવામાં તુરંત રાહત મળે છે. નાકમાં 1-2 ટીપાં ફૂલનો રસ નાંખવાથી લોહી બંધ થાય છે. ફૂલમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ છે, જે એક દવા સમાન છે. જે ઘા, ફોડલીઓ, ચામડીના ચેપ દૂર કરવામાં મદદ કરે છે.

પાનનો રોગમાં ઉપચાર

પાનની ચા અપચો અને કબજિયાત પર પ્રાભાવ પાડે છે. પાંદડાઓનો 20-30 મિલી ઉકાળો થોડા દિવસો લેવાથી શરીરમાંથી પથરી દૂર થાય છે. મેરીગોલ્ડમાં એન્ટિ- બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચહેરા પરના પિમ્પલ્સને ઘટાડે છે. કાનમાં મેરીગોલ્ડ છોડના પાનના 2 ટીપાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળશે.

ગલગોટાનું 2021માં વાવેતર 80 ટકા ઘટી ગયું
ગલગોટાનું વાવેતર અને ઉત્પાદન હેક્ટરમાં 2019-20
જિલ્લો જિલ્લાની ગલગોટા ગલગોટા
કૂલ વાવેતર ઉત્પાદન
જમીન હેક્ટર મે.ટન
સુરત 251300 218 2169
નર્મદા 113000 85 791
ભરૂચ 314900 450 4289
ડાંગ 56500 154 1374
નવસારી 106800 774 7343
વલસાડ 164300 415 4316
તાપી 149100 218 2126
દક્ષિણ ગુ. 1663700 2284 22407
અમદાવાદ 487400 1018 9651
અણંદ 183800 797 8050
ખેડા 283500 819 8157
પંચમહાલ 176200 545 5058
દાહોદ 223600 880 8800
વડોદરા 304700 692 6837
મહિસાગર 122400 190 1799
છોટાઉદેપુર 206600 248 2455
મધ્ય ગુ. 1988200 5189 50807
બનાસકાંઠા 691600 90 864
પાટણ 360400 58 558
મહેસાણા 348100 105 960
સાબરકાંઠા 271600 160 1576
ગાંધીનગર 160200 370 3330
અરાવલી 202700 102 1020
ઉત્તર ગુજ. 2034600 885 8308
કચ્છ 733500 80 711
સુરેન્દ્રનગર 621000 12 94
રાજકોટ 536300 65 620
જામનગર 366200 175 1432
પોરબંદર 110900 18 144
જૂનાગઢ 358700 95 831
અમરેલી 538200 9 65
ભાવનગર 454700 89 779
મોરબી 347000 32 340
બોટાદ 199700 10 95
સોમનાથ 217000 41 333
દ્વારકા 229600 41 335
સૌરાષ્ટ્ર 3979300 667 5778
ગુજરાત કૂલ 9891500 9025 87299