ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો,
Farmers in Gujarat have cut food grains by 2.5 million tonnes
ચણાનું વિક્રમ ઉત્પાદન, અન્નદાતા કોપાયમાન કેમ
(દિલીપ પટેલ)
કોરોનાના ત્રીજી લહેર બાદ દેશમાં વર્ષ 2021-22માં ખેડૂતોના ઉત્પાદનમાં દેશ અને ગુજરાતની ખેતીમાં શું ફેર પડ્યો છે તેની વિગતો કૃષિ અને ખેડૂત વિભાગે જાહેર કરી છે.
અનાજમાં 25 લાખ ટનનો મોટો ઘટાડો ગુજરાતમાં થવાનો છે તે ચિંતા ઊભી કરે છે. ચણા, ચોખા, તેલના ઉત્પાદનમાં વધારો સૂચવે છે. જેમાં ખેડૂતોને ભાવ માર પડી રહ્યો છે.
કૃષિ ઉત્પાદનમાં વધારો કે ઘટાડો
ગયા વર્ષ 2020-21ની સરખામણીએ 2021-22માં ઉત્પાદનમાં શું ફેરફાર તેની વિગતો ગુજરાતના કૃષિ વિભાગે જાહેર કરી છે. ગુજરાતમાં અનાજ, કઠોળ અને કપાસના ઉત્પાદનમાં જંગી ઘટાડો સૂચવે છે.
ઉત્પાદનમાં વધારો –
ગુજરાતમાં ચોખાનું ઉત્પાદન 1.10 લાખ ટન વધશે. દેશમાં પણ વધારો છે.
તેલીબિંયામાં 2.40 લાખ ટન વધશે. દેશમાં પણ વધારો થશે.
મકાઈનું 50 હજાર ટન ઉત્પાદન વધશે. દેશમાં પણ વાધારો છે.
કઠોળ પાકમાં 10 લાખ ટન ઉત્પાદનમાં વધારો છે. દેશમાં ઓછો વધારો છે.
ચણામાં 10 લાખ ટનનો વધારો ઉત્પાદનમાં થશે. દેશમાં સારો વધારો છે.
અડદમાં 3 હજાર ટન ઉત્પાદન વધશે. દેશમાં પણ વધશે.
ઉત્પાદનમાં ઘટાડો
ઘઉંનું 3.50 લાખ ટન ઉત્પાદન ઓછું થશે, દેશમાં વધશે.
અનાજનું 13 લાખ ટન ઉત્પાદન ઘટી જશે. દેશમાં પણ ઘટાડો છે.
બરછટ અનાજ 7 લાખ ટન ઘટી જશે. દેશમાં પણ ઘટાડો થશે. વિશ્વ બરછટ અનાજના મોદીના અભિયાનને મોટો ધક્કો છે.
જુવાર 6.50 હજાર ટન ઓછી પાકશે. દેશમાં પણ ઘટાડો છે.
બાજરીનું 8 લાખ ટન ઉત્પાદન ઘટી જશે. દેશમાં પણ ઘટાડો છે.
તુવેરમાં 10 હજાર ટનનો ઘટાડો છે. દેશમાં પણ ઘટાડો છે.
કોઈ ફેરફાર નહીં
રાગીમાં કોઈ વધારો કે ઘટાડો નથી. દેશમાં ઘટાડો છે.
મગના ઉત્પાદનમાં 3.46 લાખ ટનનું જંગી ઉત્પાદન ઘટી જશે.
શેરડીમાં કોઈ ફેરફાર નથી.
કપાસના ઉત્પાદનમાં કોઈ ફેર નથી. જોકે ખેડૂતો કહે છે કે આ આંકડા ખોટા છે. અનિયમિત વરસાદ અને વાવાઝોડાના કારણે કપાસના ઉત્પાદનમાં મોટો ઘટોડો છે.
વર્ષ 2021-22માં 316.06 મિલિયન ટન અનાજનો અંદાજ છે, જે વર્ષ 2020-21ના 310.74 મિલિયન ટન કરતાં 5.32 મિલિયન ટન વધુ છે.
વર્ષ 2021-22 માટેના બીજા આગોતરા અંદાજો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યા છે.
ગુજરાતમાં –
ચોખા
દેશમાં ખરીફ અને રવિ સિઝન સહિત 127.93 મિલિયન ટન ચોખા પાકશે. વર્ષ 2020-21માં 124.37 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 8.17 લાખ હેક્ટરમાં 20.39 લાખ ટન ચોખા પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 9 લાખ હેક્ટરમાં 21.46 લાખ ટન હતા
ઘઉં
દેશમાં ઘઉંની ખેતી ચોખા કરતાં ઓછા રાજ્યોમાં થાય છે. 2021-22માં ઘઉંનું ઉત્પાદન 111.32 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2020-21ના 109.5 મિલિયન ટન કરતાં 1.82 મિલિયન ટન (18.02 લાખ ટન) વધુ છે.
ગુજરાતમાં – 2021-22માં 12.17 લાખ હેક્ટરમાં 39.19 લાખ ટન ઘઉં પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 13.66 લાખ હેક્ટરમાં 43.79 લાખ ટન હતા.
તેલીબિયાં
દેશમાં તેલીબિયાંના 2021-22 માટેના બીજા આગોતરા અંદાજ મુજબ, સરસવ, મગફળી, સૂર્યમુખી, સોયાબીન, નાઇજર સીડ, એરંડા, તલ, અળસી સહિત 9 તેલીબિયાંનું ઉત્પાદન દેશમાં 37.15 મિલિયન ટન હોવાનો અંદાજ છે. જેમાં 11.46 મિલિયન ટન સરસવ – રેપસીડ એકલા છે. વર્ષ 2021માં 3200-3500 રૂપિયા ક્વિન્ટલના ભાવે વેચાતી સરસવ થોડા સમય પછી 7500-8000 રૂપિયા ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં – 2021-22માં 32.22 લાખ હેક્ટરમાં 64.70 લાખ ટન તેલિબીંયા પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
જેમાં મગફળી 41.66 લાખ ટન, એરંડા 13 લાખ ટન, તલ 32 હજાર ટન, રાયડો 6.20 લાખ ટન, સોયીબીન 3.50 લાખ ટન બીજા તેલીબિંયા 1.30 હજાર ટન પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 34.41 લાખ હેક્ટરમાં 62.30 લાખ ટન તેલીબિંયા થયા હતા.
અનાજ
દેશમાં 2021-22ના બીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં અનાજનું ઉત્પાદન 49.86 મિલિયન ટન થવાનો અંદાજ છે. વર્ષ 2020-21માં 51.32 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2019-20નું ઉત્પાદન 47.75 મિલિયન ટન હતું.
ગુજરાતમાં – 2021-22માં કુલ અનાજ 26.43 લાખ હેક્ટરમાં 70.32 લાખ ટન થવાની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 31.82 લાખ હેક્ટરમાં 83.25 લાખ ટન અનાજ થયું હતું.
બરછટ અનાજ
દેશમાં બરછટ અનાજ, બાજરી, જુવાર, મદુઆ, સણવા, કોડો, કુટકી, કંગનીજુવાર અને રાગીના ઉત્પાદનમાં સરકારના લક્ષ્યાંક અને વર્ષ 2020-21ની સરખામણીમાં ઘટાડો થયો છે. વર્ષ 2023ને બરછટ અનાજના વર્ષ તરીકે ઉજવશે.
ગુજરાતમાં – 2021-22માં 10 લાખ ટન બરછટ અનાજ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 17 લાખ ટન બરછટ અનાજ થયું હતું.
મકાઈ
દેશમાં મકાઈનું 2021-22માં 32.42 મિલિયન ટનનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. જ્યારે વર્ષ 2020-21માં 31.65 મિલિયન ટન ઉત્પાદન થયું હતું. છેલ્લા 10 વર્ષમાં મકાઈના ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો છે. વર્ષ 2011-12માં 21.76 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 3.85 લાખ હેક્ટરમાં 7.26 લાખ ટન મકાઈ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 3.89 લાખ હેક્ટરમાં 6.67 લાખ ટન મકાઈ થઈ હતી.
જુવાર
દેશમાં જુવારનું ઉત્પાદન 4.31 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે 2020-21માં 4.81 મિલિયન ટન હતું, જ્યારે 10 વર્ષ પહેલા 2011-12માં 5.98 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 37 હજાર હેક્ટરમાં 51 હજાર ટન જુવાર પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 41 હજાર હેક્ટરમાં 57.42 હજાર ટન મકાઈ થઈ.
બાજરી
દેશમાં બાજરીના ઉત્પાદનની વાત કરીએ તો 2021-22માં 9.22 મિલિયન ટન થવાનો અંદાજ છે જે 2020-21માં 10.86 હતો. બીજી તરફ 10 વર્ષ પહેલા 2011-12માં 10.28 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 1.65 લાખ હેક્ટરમાં 2.66 લાખ ટન બાજરો પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 4.60 લાખ હેક્ટરમાં 10.50 લાખ ટન થઈ હતી.
રાગી
દેશમાં રાગીનું ઉત્પાદન વર્ષ 2021-22માં 1.67 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2020-21માં 2.00 મિલિયન ટન હતો. તે જ સમયે, 2019-20માં 1.76 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું. 10 વર્ષ પહેલા વર્ષ 2011-12માં 1.93 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 10 હજાર હેક્ટરમાં 13 હજાર ટન રાગી પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 10 હજાર હેક્ટરમાં 13 હજાર ટન થઈ હતી.
કઠોળ
દેશમાં વર્ષ 2021-22માં કઠોળનું રેકોર્ડ ઉત્પાદન 26.96 મિલિયન ટન સુધી પહોંચવાનો અંદાજ છે. 2020-21માં તો, દેશભરમાં 25.46 ટનનું ઉત્પાદન થયું હતું. પાંચ વર્ષની સરેરાશથી 3.14 મિલિયન ટન ઓછું છે.
ગુજરાતમાં – 2021-22માં કઠોળ 17 લાખ હેક્ટરમાં 30 લાખ ટન કઠોળ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 14 લાખ હેક્ટરમાં 19.70 લાખ ટન હતી.
ચાણા
દેશમાં તુવેર, અડદ, મૂંગ, મસૂર અને અન્ય પ્રાદેશિક કઠોળનો સમાવેશ થાય છે. દેશમાં કઠોળના પાકોમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ચણા જેટલું ઉત્પાદન તમામ કઠોળ પાકોનું છે.
આ વર્ષે ચણાનું રેકોર્ડ ઉત્પાદન થઈ શકે છે. વર્ષ 2021-22માં 13.12 મિલિયન ટન ઉત્પાદનનો અંદાજ છે.
વર્ષ 2020-21માં 11.91, વર્ષ 2019-20માં 11.08 મિલિયન ટન ઉત્પાદન થયું હતું.
ગુજરાતમાં – 2021-22માં 11.32 લાખ હેક્ટરમાં 25 લાખ ટન ચણા પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 8.16 લાખ હેક્ટરમાં 14.38 લાખ ટન થયા હતા.
તુવેર
દેશમાં વર્ષ 2021-22માં અરહર-તુવેરનું ઉત્પાદન 4.00 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે 2020-21માં 4.32 મિલિયન ટન હતો.
ગુજરાતમાં – 2021-22માં 2.42 લાખ હેક્ટરમાં 2.77 લાખ ટન ચણા પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 2.41 લાખ હેક્ટરમાં 2.86 લાખ ટન થઈ હતી.
અડદ
દેશમાં અડદનું રવી અને ખરીફ સિઝનનું ઉત્પાદન 2.66 મિલિયન ટન થવાનો અંદાજ છે. 2020-22માં 2.23 મિલિયન ટન હતો.
ગુજરાતમાં – 2021-22માં 1.55 લાખ હેક્ટરમાં 91 હજાર ટન અડદ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 1.17 લાખ હેક્ટરમાં 88 હજાર ટન મેદા થઈ હતી.
મગ
દેશમાં બંને સિઝનમાં મગનું ઉત્પાદન 3.06 મિલિયન ટન થવાનો અંદાજ છે.
ગુજરાતમાં – 2021-22માં 99 હજાર હેક્ટરમાં 4.56 લાખ ટન મગ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 1.55 લાખ હેક્ટરમાં 1.10 લાખ ટન હતી.
મસૂર
દેશમાં મસૂરનું 1.58 મિલિયન ટન ઉત્પાદનનો અંદાજ છે.
ગુજરાતમાં – 2021-22માં મસૂર ઓછી છે.
શેરડી
દેશમાં વર્ષ 2021-22 દરમિયાન દેશમાં શેરડીનું ઉત્પાદન 414.04 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે સરેરાશ 373.46 મિલિયન ટન શેરડીના ઉત્પાદન કરતાં 40.59 મિલિયન ટન વધુ છે.
દેશમાં યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં શેરડીની ખેતી મોટા પાયે થાય છે. દેશમાં લગભગ 5 કરોડ ખેડૂત પરિવારો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે.
ગુજરાતમાં – 2021-22માં 2.19 લાખ હેક્ટરમાં 170 લાખ ટન શેરડી પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 2.19 લાખ હેક્ટરમાં 170 લાખ ટન હતી.
કપાસ
દેશમાં કપાસનું ઉત્પાદન 34.06 મિલિયન ગાંસડી (પ્રતિ 170 કિગ્રા) હોવાનો અંદાજ છે, જે સરેરાશ 32.95 મિલિયન ગાંસડીના ઉત્પાદન કરતાં 1.12 મિલિયન ગાંસડી વધારે છે.
ગુજરાતમાં – 2021-22માં 22.70 લાખ હેક્ટરમાં 72.17 લાખ ટન કપાસ પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 22.70 લાખ હેક્ટરમાં 72.17 લાખ ટન હતો.
શણ
દેશમાં જ્યુટ અને મેસ્તાનું ઉત્પાદન 9.57 મિલિયન ગાંસડી (પ્રતિ 180 કિગ્રા) હોવાનો અંદાજ છે.
ગુજરાતમાં – 2021-22માં શણ નથી થતું.