ડાયાબિટીશનું ઔષધ, ગુજરાતની લુપ્ત થતાં કાંગ અનાજને જર્મ પ્લઝમા બેંકમાં રખાઈ

Finding 25 varieties of grains in Gujarat keepingin a Germ bank

25 જાતો રખાઈ જર્મ બેંકમાં

કાંગ ડાયાબીટીશ અને હાડકાના રોગમાં ઐષધિનું કામ કરે છે
દિલીપ પટેલ 15 નવેમ્બર 2021
કાળું, લાલ, સફેદ અને પીળા રંગની વિવિધતા ધરાવતી કાંગ છે. ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા કર્યા છે. આ સાવ નવા જ પ્રકારની કાંગ છે. જે અગાઉ નોંધવામાં આવી ન હતી.આ જાતોમાં અંબે મોર, બાંગડુ, ચાહપુરે, ચીમનસલ, ચિરલી, કોલીન, ડાંગી, દેશી ડાંગી, દોબડિયા, દોડાદકિયા, દૂધ-મલાઈ, ડુમનિયા, હરી, જીરા ભાટ, કાબરુડોલો, કાજલહેરી, કાલા ભાટ, કાલા ડાંગર, ખડસી, કૃષ્ણકમદાદા, લાલકમોદ, , ફૂટે, પ્રભાવતી, સાથિયા અને તુલસીભટનો સમાવેશ થાય છે.ફોક્સટેલ – વૈજ્ઞાનિક નામ સેટારિયા ઇટાલિકા છે. ગુજરાતમાં આદીવાસી અને નળ કાંઠા પર ખોરાક માટે ઉગાડવામાં આવતું બાજરી જેવું એક પ્રકારનું ઘાસ છે. જેના બીને દળીને રોટલા અને અનેક જાતનો ખોરાક બનાવવા માટે ભારતમાં પથ્થર યુગના પ્રાચીનકાળથી ખેતરોમાં ઉગાડવામાં આવે છે. એકદળી અનાજ છે. કંગુની, કંગુનિકા, કંગ્ની, કાલા કંગ્ની, કારંગ તરીકે ઓળખવામાં આવે છે.જુવાર, બાજરી, રાગી પછીનો પાક છે. વર્ષમાં ગમે ત્યારે તેની ખેતી થાય છે. ભારતમાં કાંગ આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને મૈસૂરમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં થાય છે. ઓછો વરસાદ હોય તો પણ પાક થાય છે. 3300 મીટર ઊંચાઈ પર પણ થઈ શકે છે. સુકી જમીન વધારે અનુકુળ આવે છે.

90-120 દિવસમાં સામાન્ય કાંગ હેક્ટરે 400 કિગ્રા પાકે છે. સુધારેલી જાતો 2200 કિલો સુધી હેક્ટરે પાકે છે. મિત્ર પાક તરીકે શ્રેષ્ઠ છે. કાંગના છોડ 0.6 મી.થી 1.5 મીટર હોય છે.

આરોગ્ય જાળવવા માટે પૌષ્ટિક, પચવામાં થોડી ભારે, આરોગ્યપ્રદ હોવાથી લોકોમાં ફરીથી લોકપ્રિય થઇ રહ્યું છે. દુકાનમાં અને ફુડ મોલમાં કે ઓનલાઈન સરળતાથી મળે છે. કાંગની ખીચડી એક નવીન વેરાયટી છે.

બાજરી-જુવારને મળતું આવતું થોડું ઝીણા દાણાવાળું ધાન્ય છે.  કાંગનું પોષણમૂલ્ય ઘઉં કરતાં ઓછું છે.

બીમાં 2થી 6 ટકા સુધી પીળા રંગના તેલ હોય છે.

ખોરાક
દાણાનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. તેની પૂરીઓ, ભાત, ખીચડી કે ઘેંશ બનાવવામાં આવે છે. ઉકાળેલા દૂધ સાથે રોગિષ્ઠ વ્યક્તિઓને આપવામાં આવે છે. તેના લોટમાંથી રોટલીઓ બનાવાય છે. પાંજરામાં રહેતાં પક્ષીઓને અને મરઘાં-બતકાંને તે ખોરાક તરીકે આપવામાં આવે છે.
કાંગની ખીર ઔષધરૂપે ખાવા સૂચવાય છે.

કાંગ એક ઔષધ
આયુર્વેદ કહે છે, શીતળ, વાતકારક, રુક્ષ, ધાતુવર્ધક, કફ અને પિત્તનો નાશ કરે છે.  સેક્સ વધારે છે. ગર્ભાશય માટે શામક છે. ઉષ્ણ ગુણધર્મો છે. એકલું લેવાથી કેટલીક વાર અતિસાર ઝાડા થઈ શકે છે. પ્રસુતીની પીડા ઘટાડે છે. ગર્ભપાત અટકાવે છે. વારંવાર ગર્ભપાત, વધુ માસિક, ડિઓડીનલમાં સોજો-અલ્સરમાં શ્રેષ્ઠ છે. સંધિવાના બાહ્યોપચારમાં ઉપયોગી છે. હાડકા ભાંગે તેને સાંધવાનું કામ કરે છે. ડાયાબીટીશ – મધુપ્રમેહથી પીડાતા દર્દીઓને ચોખાને બદલે કાંગ અને કોદરી આપવામાં આવે છે. ઇજિપ્તમાં ખોરાકમાં કાંગનો ઉપયોગ કરતા વિસ્તારોમાં પેલાગ્રા રોગ થતો નથી.

કાંગના વધુ પડતા આહારથી મૂત્રપિંડને અસર થાય છે અને સાંધાઓમાં સોજા ઉત્પન્ન થાય છે.

શિયાળા  દરમિયાન ખુલ્લા રહી ગયેલા દાણાઓ ખાવાથી septic tonsilitis થાય છે. ઝેરી દાણામાં ઍસિડ અને પેરૉક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે.

વૈજ્ઞાનીક પ્રયોગ
આજની પેઢી માટે કાંગ એ કદાચ બહુ જાણીતું ધાન્ય નથી. ચેન્નઇની એમ.વી. હોસ્પિટલ ફોર ડાયબિટીઝે કાંગ પર કરેલો પ્રયોગ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છપાયો છે. ડો.વિજય વિશ્વનાનની ટીમે 105 ડાયાબિટીઝના દર્દીઓ પર પ્રયોગ કર્યો હતો.

તત્વો
ખનિજ તત્વોથી તે ભરપુર છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, સોડિયમ, પોટૅશિયમ, સલ્ફર, ક્લોરાઇડ, આયોડિન હોય છે. વિટામિન એ, 54 ઈ.યુ., થાયેમિન, રાઇબોફ્લેવિન, નિકોટિનિક ઍસિડ, ફોલિક ઍસિડ હોય છે.

કાંગનું મુખ્ય પ્રોટીન પ્રોલેમિન, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ગ્લુટેલિન છે. પ્રોટીનમાં રહેલા આવશ્યક એમીનોઍસિડમાં આર્જિનિન, હિસ્ટિડિન, લાયસિન, ટ્રિપ્ટોફેન, ફિનિલ એલેનિન, મિથિયોનિન,  થ્રિયોનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન  અને વેલાઇન હોય છે. કાંગમાં મકાઈ કરતાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધારે હોય છે.

વિવિધતા લુપ્ત થઈ
હજારો વર્ષોના લાંબા સમયના વાવેતરને કારણે કાંગમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે.
મોટા ભાગના બરછટ ધાન્યનાં ખેતરોમાં મૂલ્યવાન એવી જૈવિક વિવિધતા જોવા મળે છે. તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્ત્વો છે, વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં 30 ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્ત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે.

અમદાવાદની ‘સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઇનિશિયેટીવ્સ ફોર સસ્ટેનેબલ ટેકનોલોજીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ’ (સૃષ્ટિ) સંસ્થાએ પંચમહાલનાં ખેતરોમાં લુપ્ત થઈ ગયેલી અને લુપ્ત થવા જઈ રહેલી ધાન્યની જાતો પર સંશોધન કર્યું છે. હાઈબ્રિડ-શંકર બિયારણના કારણે મુળ જાતો નામશેષ થઈ રહી છે. મકાઈ અસલી રહી નથી.  મુળ ધાન્યોની જાતોને પાછી લાવવા માટે આ મહત્વનું પગલું છે.

ગુજરાતનો અનોખો 107 ગામનો ઘેડ પ્રદેશમાં દુર્લભ ખેત પેદાશો લુપ્તતાના આરે છે. અહીંનું પાંદડીનું શાક વખણાય છે

બંટી, કાંગ, વારી, કોદરા અને છીણા માટે 53 હજાર હેક્ટર વાવેતર છે. સાવ ઓછી ફળદ્રુપતા ધરાવતા આદિવાસી વિસ્તારના આ ધાન્ય પાકો છે. ચોખાનું ઉત્પાદન 125 ટકા વધ્યું, ઘઉંનું ઉત્પાદન 285 ટકા વધ્યું છે. અનાજની તંગી દૂર આ બે ધાન્યથી થઈ છે. પણ પોષક એવા બીજા ધાન્યનો વિનાશ થયો છે. 1956માં આપણા ખોરાકમાં 40 ટકા હિસ્સો અવનવા ધાન્યનો હતો જે, 2006માં ઘટીને 21 ટકા થઈ ગયો છે.

ભારતમાં ચોખાની એક લાખ કરતા વધુ લેન્ડ રેસિસ (જમીનની જાતિઓ) છે અને એમાંની મોટા ભાગની સેંકડો વર્ષ જૂની છે. પેઢી દર પેઢી  ખેડૂતો આને જાળવીને રાખતા આવ્યા અને તેનો વિકાસ કરતા રહ્યા.

આ માત્ર કોઈ ચોક્કસ વિસ્તારમાં જ નથી બન્યું. આસામમાં અગૂની બોરા ચોખાની એક વેરાઈટી છે જેને માત્ર થોડી વાર પાણીમાં પલાળીને પણ ખાઈ શકાય છે. ગ્લાઈસીમિક ઈન્ડેક્સના મામલામાં પણ આ ખૂબજ લો છે, તેથી ડાયાબિટિસના પેશન્ટ્સ પણ તેને પોતાના ડાયેટમાં સામેલ કરી શકે છે.

એ રીતે જ ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.

એગ્રિકલ્ચર બાયોડાયવર્સિટીના વિસ્તારમાં ભારતનું ઘણું યોગદાન બીજા દેશોમાં પણ રહ્યું છે.

શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

50 વર્ષમાં ઘઉંમાં માણસનું પોષક તત્વ ઝીંકનો 29.42 ટકાનો ઘટાડો થયો. ઘઉંમાં માણસને પોષતું આયર્ન 50 વર્ષમાં 19.27 ટકા ઘટી ગયું છે.

50 વર્ષમાં ચોખામાં માણસને ઉપયોગી તત્વ ઝીંક 23.98 ટકા ઘટી ગયું છે. ચોખામાં માણસને ઉપયોગી આયર્નમાં 16.7 ટકા ઘટાડો થયો છે.

કાંગ
કાંગ