દિલીપ પટેલ
09 માર્ચ 2023, અમદાવાદ
ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે.
આથી ગ્રામજનોને આર્થિકની સાથે શારીરિક તંદુરસ્તીનો પણ મોટો ફાયદો થયો છે. વર્ષે રૂ.25 લાખની બચત તમાકુની બનાવટો અને આરોગ્યના કારણે થાય છે. લોકોની કામ કરવાની ક્ષમતા વધી છે.
વર્ષ 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે અકાળે મૃત્યુ થયું હતું. બાદ વર્ષ 1997થી 2001ના સમયગાળામાં ગામના 8 લોકોને કેન્સરની બીમારી થઈ હતી. ગામના સરપંચ ગુલામ હૈદરે આખા ગામના લોકોને ભેગયા કર્યા હતા. નિર્ણય લીધો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસન કરવું નહીં તેમજ કોઇ પણ પ્રકારના ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ પણ કરવું નહીં. 40 જેટલી દુકાનોમાંની અડધી દુકાનો બંધ થઇ ગઇ છે.
સરપંચ દ્વારા સંભળાવવામાં આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો. કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડની જોગવાઈનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ગામમાં જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ ગામલોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી કોઇ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી વગર આજે 21 વર્ષથી બાદરપુર ગામમાં તમાકુ વેચાતી નથી.
ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કરી દીધું. ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી. આ સાથે જ ગામમાં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આશરે
80 વર્ષીય હબીબભાઈ 15 વર્ષની ઉમરથી બીડી પીતા હતા. રોજની 25 બીડી પીવા જોઈતી હતી. ગામના નિર્ણય બાદ બીડી પીવાનું છોડી દીધું છે.તે માને છે કે, તમાકુ એક ઝેર છે અને ઝેર જેવું કામ કરે છે.
હેતુ એટલો જ છે કે, ગામના એક-એક યુવક નિરોગી રહે. આ સાથે જ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે કે, યુવાનોના હિત માટે આવા નિર્ણય દરેક ગામે લેવા જોઇએ.
જંતુનાશકો પણ જવાબદાર
આ નિર્ણય બાદ 22 વર્ષથી ગામમાં કોઈને કેન્સર થયું છે કે, કેમ તે અંગે વિગતો પ્રાપ્ત નથી. માંસાહાર, રાંધેલો ખોરાક, પશુનું દૂધ, ઝેરથી અને રસાયણોથી પકવેલા શાક-ભાજી-ફળ અને જંતુનાશક દવાઓ પણ કેન્સર માટે જવાબદાર છે. જે અંગે ગામમાં કોઈ જાગૃત નથી. પાક પર ઓર્ગેનો ફોસ્ફેટ કે ઓર્ગેનો ક્લોરિન દવાના છંટકાવથી કેન્સર જેવા રોગ થઈ શકે છે.
હોસ્પિટલ
ગુજરાત કેન્સર સોસાયટી (GCS) કોલેજ તેમજ હોસ્પિટલ-રિસર્ચ સેન્ટરના ડાયરેકટર ડૉ. કીર્તિ પટેલે કેલિયા વાસણાની ગંભીર સ્થિતિને સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે જંતુનાશક દવા અને ખાતરના વધુ ઉપયોગથી કેન્સર થવાની પૂરેપૂરી શકયતા છે. કેલિયા વાસણા ગામમાં પણ આવું જ થયું છે. અહીં લોકો સલામતીના કાલજી રાખ્યા વગર જંતુનાશકો તથા કૃત્રિમ ખાતરનો વધુ ઉપયોગ કરે છે. જેના કારણે કેન્સર થઈ શકે છે. જે પ્રમાણે તમાકુનું સેવન બંધ કરવાથી જ કેન્સરને રોકી શકાય તે પ્રમાણે ખેતીની પદ્ધતિ બદલવાથી પણ કેન્સર રોકી શકાય છે.
ગ્લોવ્ઝ-ચશ્માં પહેરો
ગુજરાતનું કૃષિ વિભાગ માને છે કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનું સંશોધન કૃષિના ફાયદા માટે જ હતું. પરંતુ તેનો વધારે પડતા ઉપયોગ થાય અથવા વૈજ્ઞાનિક ઘોરણ કરતાં વધુ પ્રમાણ વાપરતા ચોક્કસ પ્રમાણે તેની હાનિકારક અસરો થાય છે. પાક પર ઓર્ગેનો ફોસ્ફેટ કે ઓર્ગેનો ક્લોરિન દવાના છંટકાવથી કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે. ખેડૂતોએ દવાઓનું યોગ્ય પ્રમાણ જાળવવું તેમજ ગ્લોવ્ઝ, માસ્ક અને ચશ્માં પહેરીને દવાનો ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ વધે ત્યારે જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. ગુજરાત સરકારે 2015થી સજીવ ખેતીની નીતિ બનાવી છે, છતાં જંતુનાશકો ઓછા છતાં નથી અને કેન્સર વધી રહ્યાં છે. ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી બનાવી છે પણ તે કામ કરી શકતી નથી. પ્રાકૃતિક ખેતીને મદદ કરાય છે પણ સ્થિતી કાબુમા આવતી નથી.
લીલા શાક
લીલા શાકભાજી, ફ્રૂટના ઓછા સેવનથી કેન્સરના કેસમાં વધારો થાય છે. તો બીજી બાજુ લીલા શાક અને ભાજી પ્રદૂષિત પાણી અને જંતુનાશકોના કારણે મોતને માટે જવાબદાર છે. ગુજરાત રાજ્યના 15 થી 49 વર્ષના પુરૂષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા હતા જ્યારે 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા હતા.
કેન્સરનું ગામ કેલિયા
અમદાવાદથી 40 કિલોમીટર દૂર ધોળકાનું કેલિયા વાસણા ગામમાં કેન્સર શબ્દનો કેવો તે હાહાકાર મચેલો છે. કેલિયા વાસણાને ‘કેન્સરના ગામ’નું બિરુદ મળ્યું છે. 500 ઘરમાં ગામની 7000 જેટલી વસ્તી છે. 20 વાસ-જ્ઞાતિ વસવાટ છે જેમાં તમામમાં કેન્સરના કેસ છે. ફેફસાંનું, લોહી, મોઢા, સ્તન કેન્સરના કારણે પાંચેક વર્ષમાં 20થી વધુના તો સત્તાવાર મોત થયાં છે, જ્યારે બિનસત્તાવાર 50 મોત થયા છે. કેન્સર ગામની મોટી સમસ્યા છે. ખેતીકામ કરનારા ખેડૂતો અને ખેત મજૂરોને કેન્સર વધારે છે. ખેતરમાં દવા છાંટવાને કારણે અને તેવા શાકભાજી ખાવાને કારણે કેન્સર થાય છે.
હિજરત
ખેતી કરે છે. ખેતીમાં શાકભાજી પર રોગને અંકૂશમાં લાવવા જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરે છે. આજીવિકા જ અમદાવાદ અને વડોદરાના બજારમાં શાક વેચાય છે. આ કારણથી ગામ અને અમદાવાદ શહેરમાં કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ગામ છોડીને અમદાવાદ હિજરત કરી છે. જેના કારણે હવે ગામમાં કેન્સરના એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે. ખેતરમાં દવાઓ મોટાપ્રમાણમાં વપરાય છે. ગંદકી, ગંદુ તળાવ, ડમ્પિંગ સાઇટ છે.
ગામના લોકોમાં મોઢાનું કેન્સર વધુ પ્રમાણમાં છે. પહેલા ચાંદુ પડે છે. લોકો તેને ગંભીર લેતા નથી. 10 વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધવા માંડી છે.
સરપંચ અને દુકાનદાર
દુકાન ચલાવતા જડીબેન ડાહ્યાભાઈ BA થયેલા અને ખેત મજૂર હતા. પતિને કેન્સરથી મોત થતાં પુત્રોએ ગામ છોડી દીધું છે. ગામના સરપંચ હિરલ પટેલે ગામના દરેક ફળિયામાં 2-3 કેસ હોવાની વાત કહી હતી. ગામમાં 17થી વધુ લોકોએ પાંચેક વર્ષમાં કેન્સરથી જીવ ગુમાવ્યા છે. ખાનગી કંપનીમાં કામ કરનારાઓને કેન્સર થયા છે. ખેતીમાં દવા અને ખાતરનો ઉપયોગ કરવો જ પડે છે.
વાલાસપુર 10 ટકાને કેન્સર
પ્રાંતિજ વિલાસપુરાના 10 ટકા લોકો કેન્સરની બીમારી છે. 9 લોકોના મોત થયા છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસપુરા ગામના લોકો કેન્સર નામની બીમારીમાં સપડાતા જાય છે. આરોગ્ય વિભાગ અને ધારાસભ્યને ગામને કેન્સર મુક્ત બનાવવા વારંવાર રજૂઆત કરી પણ કોઈ કંઈ કરવા તૈયાર નથી. કચ્છી પટેલની મહત્તમ વસ્તી છે. 180 લોકો આ ગામમાં રહે છે. 20 લોકો એટલે કે 10% લોકો કેન્સરનો ભોગ બન્યા છે. 9 લોકો મોતને ભેટી ચુક્યા છે. ભયના ઓથાર હેઠળ જીવન પસાર કરવા મજબુર બન્યા છે.
સુરતનું કેન્સર ગામ
સુરતમાં વર્ષે કેન્સરમાં અંદાજિત 7 હજાર દર્દીઓ સારવાર લે છે. હાલ સુરતમાં 20 હજાર દર્દીઓ છે. જેમાં સૌથી વધુ મોઢા અને ગળાના કેન્સર છે.
સુરત નજીજ પલસાણા નજીકના બલેશ્વર ગામમાં હવા અને પાણીનું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે ગામલોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે. ગામના મોટાભાગના ઘરોમાં એક વ્યક્તિ કેન્સર ગ્રસ્ત છે. મોટાભાગના લોકો ગળા અને લીવરના કેન્સર છે. 100થી વધુ લોકો કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે. 30ના મોત થયા છે. દરેક પરિવાર આર્થિક પાયમાલી ભોગવી છે.
ઇકો ટેક્ષટાઇલ્સ પાર્ક, ંકલેશ્વર અને વાપી જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરી વેસ્ટનો નાશ કરવા માટે બનવવામાં આવેલી ફેક્ટરીઓને જવાબદાર છે. ફેક્ટરી દ્વારા ઝેરી કેમિકલ ટ્રીટમેન્ટ કર્યા વગર જ ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. ગામલોકો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પ્રદુષણ ઓકતા એકમો સામે કાર્યવાહી કરવાની માંગણી છેલ્લા 8 વર્ષોથી કરી રહ્યા છે પરંતુ ગામવાસીઓ વેદના મીંઢા નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સાંભળતા નથી. ફેક્ટરીઓની ચીમની માંથી નીકળતા કાળા અને ધોળા ધુમાળામાં કેમિકલ હવામાં ફેલાય છે. સાંજના સમયે થોડા દૂરનું પણ જોઈ શકાતુ નથી. અંકલેશ્વર અને વાપી જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીના ઝેરી કેમિકલ વેસ્ટ કે ઝેરી પાણી ખાડી માં છોડી રહી છે. લોકો કમોતે મરી રહ્યા છે ત્યારે પ્રજાનો અવાજ જીપીસીબી અને સરકારના બહેરા કાન સુધી પહોંચી રહ્યો નથી. ગામના લોકો આંદોલન પણ કરી ચુક્યા છે.
પાટણના આર્મી જવાનનું કેન્સરથી મોત થયું હતું. વાંકાનેરના સધારકા ગામે ભેંસના પગમાં થયેલ 10 કિલોની કેન્સરની ગાંઠનું ઓપરેશન કરાયું હતું.
વડોદરા
પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે રોજના 1 કરોડ લોકો સવારે બપોર સાંજ શાકભાજી કે બીજી વસ્તુ ખાઈ રહ્યાં છે. હેવી મેટલ ધરાવતાં શાકભાજી મુંબઈ, વડોદરા અને અમદાવાદ અને બીજા ગામ શહેરો ખાય છે.
અમદાવાદ
અમદાવાદની સાબરમતી નદીના અરબી સમુદ્ર સુધીના વિસ્તારમાં લાખો ટન શાક, ભાજી, ફળ અને ચોખા પાકે છે. જે અમદાવાદ શહેરના લોકો ખાય છે અને કેન્સરનો ભોગ બને છે.
ગુજરાત
મોઢું અને સ્તન
ગુજરાતમાં દરરોજ સરેરાશ કેન્સરના 192થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. કુલ કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ (સર્વાઇકલ), સ્તન (બ્રેસ્ટ) અને મોઢા(ઓરલ)નું કેન્સર જોવા મળ્યુ છે. ગુજરાતમાં વર્ષ 2020માં 69660 નવા કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025 સુધીમાં 79217 થવાનો અંદાજ છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે 1 લાખ પુરૂષોમાં 97 તથા 1 લાખ સ્ત્રીઓમાં 77 નવા કેન્સર કેસ જોવા મળે છે. ગુજરાતમાં 11.5% ફેફસાનું કેન્સર, 11% જીભનું કેન્સર, 9.25% મોઢાનું કેન્સર અને 8.5 શ્વાસનળીનું કેન્સર જોવા મળે છે.
કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84% દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12%, મધ્ય પ્રદેશ- 11.4%, મહારાષ્ટ્ર-1%). GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.
ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરૂષોમાં મોઢાનું કેન્સર જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર જોવા મળે છે.
ગુજરાતમાં જંતુનાશકોનો વપરાશ
ગુજરાતના 96 લાખ હેક્ટર ખેતરોમાં 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને તથા બિડી અને સિગાટેર, ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છે. ખેતરોમાં પાક પર આવતાં જંતુઓના નાશ, ફુગના નાશ માટે અને ખડના નાશ વરાતી 104 દવાઓ જવાબદાર છે. 104 જંતુનાશકો માંથી 18 પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતમાં કૃષિમાં જંતુનાશકો છાંટવામા આવતાં હોવાથી રોજ 100 લોકોના સીધા કે અટકતરા મોત કેન્સરથી થઈ રહ્યાં છે.
ડીયાબીટીશ, હ્રદયરોગમાં ભારતમાં ગુજરાતમાં સૌથી વધું દર્દી હતા. હવે ભારતમાં વસતી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધું દર્દીઓ આવી રહ્યા છે. પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં નંબર એક પર આવી ગયું છે. જેમાં સ્તન કેન્સર 30 ટકા અને મોઢાના 36 ટકા દર્દી છે. જે જંતુનાશકો અને તમાકુના કારણે છે.
ખર્ચ
ગુજરાત સરકાર 104 કરોડ કેન્સર માટે ખર્ચ કરે છે. 100 બેડની કેન્સરની નવી હોસ્પિટલ બનાવવા માટે રૂ.30 કરોડનું ખર્ચ થાય છે. 70 હજાર દર્દી ગુજરાતમાં એક વર્ષમાં હોય છે. 21 હજાર કરોડ રૂપિયાની હોસ્પિટલો કેન્સર માટે હાલ ગુજરાતમાં છે. એક દર્દી દીઠ રૂ.5 લાખનું સરેરાશ ખર્ચ થાય છે. વર્ષે ગુજરાતની પ્રજા રૂ.3500 થી 5 હજાર કરોડનું ખર્ચ માત્ર કેન્સરની સારવાર માટે કરે છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.86 લાખ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં 2018માં સૌથી વધુ 40873 વ્યક્તિએ કેન્સર સામે જીવન ગુમાવ્યું હતું. ફેફસાનું કેન્સર, આંતરડાનું કેન્સર, સ્તન કેન્સર અને સ્વાદુપિંડનું કેન્સર દેશમાં સૌથી વધુ ફેલાઈ રહ્યું છે. જેના કારણે મૃત્યુના આંકડા પણ વધી રહ્યા છે. ખરાબ જીવનશૈલી, ખાવાની ખોટી આદતોના કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. આ રોગ ભવિષ્ય માટે એક મોટો ખતરો બની રહ્યો છે.
ગુજરાતમાં સામાન્ય કેન્સર નિદાન કરનારા લોકોની સંખ્યા 2017 માં 3,939 થી વધીને 2018 માં 72,169 પર પહોંચી ગઈ છે, જેમાં 68,230 નવા કેસ નોંધાયા છે. જે 1604 ટકાનો વધારો એક વર્ષમાં થયો છે. એવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
ક્લીનીકમાં ગયા હોય એવા દર્દીઓ 2017માં 32.24 લાખ હતા જે 2018માં વધીને 40.00 લાખ થઈ ગયા છે. જે એક વર્ષમાં 5.5 ટકાનો વધારો બતાવે છે.
ક્લિનિક્સની મુલાકાત લેનારાઓની સંખ્યા માત્ર 24% વધી છે.1990 અને 2016 ની વચ્ચે, અધ્યયનો દાવો છે કે, રાજ્યમાં કેન્સરની એકંદર ઘટના 1990 માં પ્રતિ લાખ લોકોમાં 55.5 વ્યક્તિઓથી વધીને 2016 માં 75.8 થઈ ગઈ છે.
જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે.
જીસીઆરઆઈમાં પ્રતિવર્ષ લગભગ ત્રીસ હજાર જેટલા કેસ આવે છે. આ પૈકી 21 થી 22 હજાર જેટલા દર્દીઓમાં કેન્સરની પૃષ્ટી થાય છે. જેમાં 45 ટકા કેન્સરો મો, બ્રેસ્ટ અને ગર્ભાશયના હોય છે. કેન્સરના 31 ટકા કિસ્સામાં તમાકુ મુખ્યત્વે જવાબદાર હોય છે. અમદાવાદમાં 19 ટકા પુરુષો અને બે ટકા મહિલાઓ ધુમ્રપાન તો 29.6 ટકા પુરુષો અને 12.8 ટકા મહિલાઓ ધુમ્રપાન રહીત તમાકુનું સેવન કરે છે. જે ગુજરાતના અન્ય શહેરો કે ગામડાઓ કરતાં સારી સ્થિતી છે.
ભારત
કેન્સર ધરાવતા 172 દેશોની યાદીમાં ભારત 155મા ક્રમે છે.
ભારતમાં 1 લાખની વસ્તીએ 70 થી 90 કેન્સરના દર્દીઓ છે. ગ્લોબોકેનના વર્ષ 2020ના આંકડા પ્રમાણે ભારતમાં 13 લાખ કેસ હતા જે 2030માં વધીને 15 લાખે પહોંચશે.
દેશમાં વર્ષ 2021માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. 3.77 લાખ કેન્સરના કેસ તમાકુ ખાવાથી થયા હતા. મેડિકલ જર્નલ ધ લેન્સેટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં દેશમાં કેન્સરના કેસોની સંખ્યા 14,61,427 છે. દેશમાં દર 25માંથી એક મહિલાને સ્તન કેન્સર હશે.
2018 અને 2020 વચ્ચે દેશમાં કેન્સરના 40 લાખ દર્દી હતા. તેમાંથી 22.54 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
2020માં, 13,92,179 દર્દીમાંથી 7,70,230 મોત થયા હતા.
2019માં, 13,58,415 દર્દીમાંથી 7,51,517 લોકો મૃત્યુ પામ્યા.
2018 માં, કેન્સરના 13,25,232 દર્દી હતા, 7,33,139 મૃત્યુ પામ્યા હતા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, વર્ષ 2021માં 26.7 મિલિયન લોકોને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને 2025 સુધીમાં આ સંખ્યા 29.8 મિલિયન (લગભગ 30 મિલિયન) સુધી પહોંચી શકે છે.
વિશ્વ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ કેન્સરના નવા કેસ જાહેર કર્યા હતા. 99 લાખ દર્દીઓના મોત થયા હતા. 2030 સુધીમાં અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેન્સરના દર્દી હશે.
કેન્સરની દવાની તસ્કરી
ભરૂચ: દહેજ ફેઝ-2માં વડદલા ગામે આવેલી કેન્સરની બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસના બેન્ડામુસ્ટીન HCL 4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો. 4 બેચનો બોરટીઝોમીબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બંને દવાનો 710.50 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 39 લાખની ચોરી થઈ હતી.
કચ્છ એક આશા
કચ્છમાં ઉગતા મશરૂમમાંથી મળી આવ્યું દુર્લભ તત્વ, કેન્સરના દર્દીઓની સારવારમાં કરી શકશે. કચ્છમાં ઉગતા મશરૂમ કેન્સરના દર્દીઓને અપાતી રેડિએશન થેરાપી માટે મુખ્ય રાસાયણિક તત્વ પ્રદાન કરી શકે છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (GUIDE) અને કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમમાંથી પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વ એસ્ટેટીનને સફળતાપૂર્વક રીતે શોધી કાઢ્યું છે.
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશમાં આવેલ બેતુલ જિલ્લાનું એક એવું કાન્હાવાડી ગામ જ્યાં એક આર્યુવેદીક વૈધ ભગત બાબુ લાલ જેઓ વિના મૂલ્ય કેન્સર અને અનેક બીમારીને દૂર કરી છે.
કેન્સરના પ્રકાર
મગજનું કેન્સર, હાડકાનું કેન્સર, મૂત્રાશયનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, કિડનીનું કેન્સર, ફેફસાનું કેન્સર, ચામડીનું કેન્સર, પેટનું કેન્સર, વગેરેનો સમાવેશ થાય છે. થાઇરોઇડ કેન્સર, મોઢાનું કેન્સર અને ગળાનું કેન્સરના કેસ સૌથી વધુ નોંધાયા છે.
પેટના કેન્સરના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. ખરાબ ખોરાક આનું મોટું કારણ છે. લક્ષણોમાં અચાનક વજન ઘટવું, વારંવાર પેટમાં દુખાવો, સ્તનમાં ગઠ્ઠો, નીચલા પેટમાં દુખાવો, શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો કે ઉધરસમાં લોહી આવવું છે. સરકારે તમાકુ પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ. કેન્સરનો રોગ દર્દીને શારીરીક, આર્થિક, માનસિક તમામ રીતે ખલાસ કરી નાખે છે.
કેન્સરના અન્ય સમાચારો
https://allgujaratnews.in/gj/pesticide-gujarat-cancer/
https://allgujaratnews.in/gj/world-cancer-day-1600-increase-in-common-cancer-in-gujarat-in-one-year/