પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો 

Former CM Suresh Mehta quits BJP, fought against Modi

पूर्व सीएम सुरेश मेहता ने छोड़ी बीजेपी, लड़े मोदी के खिलाफ

પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો

દર્શન દેસાઈ
31 ઓગસ્ટ 2022
ભાજપને 1990માં જનતાદળ સાથે મિશ્ર સરકાર બની હતી. 1990માં ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી. 1995માં સત્તા મળી તે ભાજપ માટે સીમાચિહ્ન હતું.

1995માં પૂર્ણ બહુમતિ વાળી ભાજપની સરકાર બની હતી. ગુજરાતમાં પ્રથમ વખત ભાજપને પોતાના જોર પર બહુમતી મળી અને 182માંથી 121 બેઠકો મળી. કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા, પરંતુ તેમને છ મહિનામાં જ શંકરસિંહ વાઘેલા દ્વારા ઉથલાવી નખાયા અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી. સમાધાનના ભાગરૂપે જ બંને જૂથોને સ્વીકાર્ય બને તેવા નેતા તરીકે સુરેશ મહેતાને ગાદી સોંપવામાં આવી હતી.

ત્યારે 6 મહિનામાં જ શંકરસિંહ વાઘેલાના બળવા પછી પક્ષમાં તડ પડતાં અટકાવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી ગુજરાત દોડી આવ્યા હતા.

છ મહિનામાં જ કેશુભાઈની સરકાર ઉથલાવી નાખી અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી. જેમને સંજોગોવશાત્ ગુજરાતના મુખ્ય મંત્રી બનવા મળી ગયું હતું. એક વર્ષ માંડ તેઓ પૂરું કરી શક્યા.

ઑક્ટોબર 2001માં કેવી રીતે કોઈ વાંક વિના કેશુભાઈ પટેલને હોદ્દા પરથી દૂર કરાયા અને તેમની જગ્યાએ મોદીને ગોઠવી દેવાયા હતા તેની વિગતો સુરેશ મહેતાએ પક્ષ છોડતી વખતે પત્રકારોને આપી હતી. તે વખતે ભાજપના 117 ધારાસભ્યો હતા. અડવાણીએ કેશુભાઈને હઠાવીને તેમની જગ્યાએ મોદીને મૂકવાનું નક્કી કર્યું ત્યારે તેમાંથી એકેય ધારાસભ્યને પૂછવામાં આવ્યું નહોતું. આવી રીતને કારણે અમને બહુ લાગી આવ્યું હતું, પણ પક્ષના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને સુરેશ મહેતા અને સૌ ચૂપ રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ ભાજપની પોતાની સરકાર ઉથલાવી ત્યારે સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા હતા. તેઓ ગુજરાતના જનસંઘના કેટલાક શરૂઆતના સભ્યો પૈકી એક હતા. આવા કલુષિત વાતાવરણમાં મહેતા મુખ્ય મંત્રી બનવા તૈયાર નહોતા. તેમને ખ્યાલ હતો કે જૂથો વચ્ચેની અને પક્ષની આંતરિક ખેંચતાણમાં તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકીશે નહીં. આંતરિક ખટપટનું ગંદું રાજકારણ મને ક્યારેય ફાવ્યું નથી.

નરેન્દ્ર મોદી જૂથ અને કેશુભાઈ પટેલ પણ કોઈ પણ સંજોગોમાં શંકરસિંહ વાઘેલાને મુખ્ય મંત્રી તરીકે સ્વીકારવા માટે તૈયાર નહોતા.

સુરેશ મહેતાનો સ્વભાવ સૌમ્ય રહ્યો હતો અને તેઓ સિદ્ધાંતોમાં બાંધછોડ કરતાં નહોતા. કદાચ તેના કારણે જ શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીની છાવણી સામસામે ગોઠવાઈ ગઈ હતી. ત્યારે પણ સુરેશ મહેતા તટસ્થ વ્યક્તિ તરીકે ટકી ગયા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા પોતાના વિષયના ઊંડા અભ્યાસ અને મુદ્દાને રજૂ કરવાની છટાને લઈને જાણીતા હતા.

મહેતાને ઉથલાવીને શંકરસિંહ વાઘેલાએ ફરીથી બળવો કર્યો અને પોતાની અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી. કૉંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને તે રીતે વાઘેલા મુખ્ય મંત્રી બન્યા.

મૂળ કચ્છના માંડવીના સુરેશ મહેતાને અટલ બિહારી બાજપેઈએ કહ્યું કે અત્યારે પક્ષ પર મોટું સંકટ આવ્યું છે ત્યારે તમારે જવાબદારી સ્વીકારવી જોઈએ. મહેતા અવઢવમાં હતા ત્યારે બાજપેઈએ તેમને કહ્યું કે, રણછોડ મત બનીએ, ઇસ કો લેલો. તેથી આખરે હું તૈયાર થઈ ગયો, હજી તેમનું મન માનતું નહોતું. અટલજી માટે બહુ માન ધરાવતા હતા. તેમણે કહ્યું હતું એટલે મારે તેનું પાલન કરવું પડે તેમ હતું.

21 ઑક્ટોબર 1995ના રોજ તેઓ મુખ્ય મંત્રી બન્યા, પણ સપ્ટેમ્બર 1996માં તેમની સત્તા જતી રહી હતી. વાઘેલાએ ફરીથી બળવો કર્યો એટલે હવે વિધાનસભામાં ભારે ધમાલ પછી ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવાયું હતું.

વાઘેલાએ રાજપની સ્થાપના કરી અને કૉંગ્રેસનું સમર્થન મળ્યું તે પછી નવી સરકારની રચના કરવામાં આવી હતી. જોકે તે સરકાર પણ લાંબી ચાલી નહોતી અને 1998માં ગુજરાતમાં ફરીથી ચૂંટણી આવી પડી હતી.

1998માં ભાજપને ફરી બહુમતી મળી અને ફરી કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા. તેમની સરકારમાં અગાઉની જેમ જ સુરેશ મહેતાને ઉદ્યોગમંત્રી તરીકે ચાલુ રખાયા હતા.

કાયદાની ડિગ્રી ધરાવતા સુરેશ મહેતા બંધારણીય બાબતોના નિષ્ણાત રહ્યા છે અને ગૃહમાં ગમે તેવા અઘરા મુદ્દા પર વિપક્ષ ઘેરે ત્યારે તેને ખાળી શકતા હતા.

જુદા જુદા મુદ્દાઓ પર વિપક્ષ વિધાનગૃહમાં સરકારને ઘેરવા પ્રયત્ન કરે ત્યારે સુરેશ મહેતા પોતાની આવડતને કારણે કાર્યવાહીને સંભાળી લેતા હતા. એક અભ્યાસુ મંત્રી તરીકે સુરેશ મહેતા હંમેશાં પોતાના વિષયની માહિતી સાથે સજ્જ રહેતા.

આંકડા અને કાનૂની જોગવાઈઓ તેમને આંગળીને વેઢે હોય. પત્રકારો સામે પણ હંમેશા તેઓ જવાબો આપવા માટે સજ્જ રહેતા. ભલે એકાદ વર્ષ માટે જ તેઓ મુખ્ય મંત્રીપદે રહ્યા હતા, પણ આ અનુભવના કારણે તેમને સમગ્ર રીતે સરકારનાં કામકાજની અને અન્ય મંત્રાલયોની જાણકારી પણ મળી હતી.

તેઓ નાનપણથી જ જાહેરજીવનમાં આવી ગયા હતા. 12 વર્ષના હતા ત્યારે 1947માં ભારતને આઝાદી મળી હતી. સુરેશ મહેતા સ્વતંત્ર પક્ષમાં જોડાયા હતા. રાજકારણમાં પગ મૂક્યો હતો. કૉંગ્રેસથી અલગ થઈને રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી.

આ પક્ષ જોકે માત્ર 1959 સુધી જ ચાલ્યો હતો. દરમિયાન 1957ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે કાર્યકર્તા તરીકે સુરેશ મહેતા જનસંઘમાં જોડાઈ ગયા હતા.

જનસંઘમાં તેઓ સત્તાવાર રીતે 1964માં કચ્છ એકમમાં જોડાયા હતા. તે વખતે જનસંઘમાં માત્ર 150 સભ્યો હતા. આગળ જતાં જનસંઘમાંથી જ ભારતીય જનતા પક્ષનો જન્મ થયો હતો.

સુરેશ મહેતા ક્યારેય આરએસએસની બહુ નિકટ નહોતા. તેમની વિચારસરણી હંમેશાં વ્યાપક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદની રહી હતી. તેમને ધર્મનાં વાડાં નહોતાં.

સુરેશ મહેતાએ પ્રથમવાર 1971માં વિધાનસભાની ચૂંટણી લડી. તે પછી 1974માં ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં પણ લડ્યા. બંને વાર તેઓ હારી ગયા હતા. તે પછી 1975માં પ્રથમવાર માંડવી બેઠક પરથી તેઓ જીત્યા. 1980માં તેઓ ચૂંટણી લડ્યા નહોતા, પરંતુ તે પછી 1995થી ફરી તેઓ માંડવીથી સતત જીતતા રહ્યા અને પાંચ વાર ધારાસભ્ય બન્યા હતા.

કેશુભાઈ 1998માં ફરી મુખ્ય મંત્રી બન્યા પણ તેઓ પ

ાંચ વર્ષ પૂરા કરી શક્યા નહીં. ફરી એકવાર તેમને હઠાવી દેવાયા અને નરેન્દ્ર મોદીને તેમની જગ્યાએ મૂકવામાં આવ્યા.

તે વખતે સિદ્ધાંતોને આગળ ધરીને સુરેશ મહેતાએ મોવડીમંડળને જણાવેલું કે તેમના માટે નરેન્દ્ર મોદી જેવા જુનિયર નેતાના હાથ નીચે કામ કરવું મુશ્કેલ છે. જોકે ફરી એક વાર તેમણે મોવડીમંડળના આગ્રહ આગળ ઝૂકવું પડ્યું અને વાજપેયીએ આગ્રહ કર્યો તેથી તેઓ ઉદ્યોગમંત્રી તરીકે કામ કરતાં રહ્યા.

ડિસેમ્બર 2002ની વિધાનસભાની ચૂંટણીમાં સુરેશ મહેતા હારી ગયા. હવે ભાજપમાં માત્ર એક જ માણસ નરેન્દ્ર મોદીની મરજી પ્રમાણે જ કામ થાય છે. તેનો વિરોધ કરીને ભાજપ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

મુખ્ય મંત્રી પદ પર રહ્યા બાદ જ્યારે તેમને લાગ્યું કે પક્ષમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે તો તેમણે અંતે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. નરેન્દ્ર મોદીના ગુજરાત ભાજપ પર કથિત એકહથ્થુ શાસનનો અંત આણવા માટે તેમણે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવો પડ્યો હતો.

2007માં તેમણે ભાજપ છોડવાની જાહેરાત કરી ત્યારે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે, જે મકાનને મેં ચણીને એક મહેલ જેવું બનાવ્યું હતું તે ભાજપ હવે હું છોડી રહ્યો છું, કેમ કે ત્યાં હવે રહી શકાય તેમ નથી. એક જ માણસની મુનસફી પર આખો પક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે મારા માટે પક્ષ છોડી દેવો એ જ બેસ્ટ છે.

સુરેશ મહેતાએ પોતાના જીવનના 50 વર્ષ જે પક્ષને મજબૂત કરવામાં ખર્ચી નાખ્યા તેને છોડવો પડ્યો.

નરેન્દ્ર મોદીને ફરીથી સત્તામાં આવતા રોકવા માટે 2007ની ચૂંટણીમાં તેમણે પક્ષ વિરુદ્ધ પ્રચારમાં પણ જોડાવું પડ્યું. તે વખતે તેમણે નરેન્દ્ર મોદી અને તેમના ગુરુ મનાતા એલ. કે. અડવાણી પર આક્ષેપો મૂકતાં જણાવ્યું હતું કે આ નેતાઓએ પક્ષમાં આંતરિક લોકશાહીને ખતમ કરી નાખી છે.