
ખાદી સત્તાની ગાદી
ગાંધીની ખાદીથી ગાદી
પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર
અમદાવાદ, 31 ઓગસ્ટ 2022
સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો અને ગાંધી વિચારની વાતો કરીને ગયા.
સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે સંઘના પ્રચારક હવે ગાંધીજીનો ઉપયોગ ગાદી મેળવવા કરી રહ્યાં છે. તે ગાદી ગાંધીનગરની હોય અને દિલ્હીની પણ હોય છે.
ગાંધીની વાતો કરવાથી ગાંધીવાદી પૂરવાર નથી થઈ શકાતું. તે માટે ગાંધી દીલમાં વસવા જોઈએ દિલ્હીમાં નહીં.
સાબરમતિ આશ્રમ તોડીને રી સ્ટ્રક્ચકના નામે અસલ ઓળખના બદવે કેસરી કરીને ચકચકીત કરવાથી ગાંધીજીના સિધ્ધાંતો આવી શકે નહીં.
ભીંત ચિત્રો અમિત શાહ મૂકીને ગયા અને મોદી ચરખો કાંતિને ગયા છે. બે મોઢાની નીતિ જેવું છે. મુખ મે રામ બગલમે છૂરી કહેવત તો છે પણ મોઢામાં ગાંધી અને બગલમાં ગોડશે જેવી સ્થિતી છે.
સાબરમતી આશ્રમની બાજુમાં જ ગુજરાતના પનોતાપૂત્ર એવા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધી છે ત્યાં ભાજપના નેતાઓ જતાં નથી. સાચા ગાંધીયન પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હતા. હવે તો માત્ર સત્તા મેળવવા માટે જ ગાંધીજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગુજરાતની 70 ટકા ખાદી વણતી સંસ્થાઓ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હતી. ખતમ થઈ ગઈ ત્યાં સુધી ભાજપની ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે કંઈ ન કર્યું.
ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ગણવેશ માટે ખાદીની ખરીદી કરવા માટે 34 સંસ્થાઓને રૂ. 2.48 કરોડનો 1.50 લાખ મીટર ખાદીનું કાપડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ અને ખાદી બોર્ડે 16 ઓગસ્ટ 2018માં કામ આપ્યું અને 15 દિવસમાં તમામ કાપડ સરકારે વણીને આપી દીધું હતું.
મોદીની ખાદી નીતિ
1997-98માં સુરેન્દ્રનગર જિલ્લાનું ખાદીનું કુલ ટર્ન ઓવર 49 કરોડનું હતું. 53 હજાર માણસોને રોજી મળતી હતી. મોદીના 10 વર્ષમા રાજમાં 2010માં ટર્ન ઓવર રૂપિયા 26 કરોડનું થયું હતું. 12 હજાર લોકોને જ રોજી મળી હતી.
મોદીની ખાદી નીતિ
1997-98માં સુરેન્દ્રનગર જિલ્લામાં ખાદીનો કુલ બિઝનેસ રૂ. 49 કરોડનો હતો. દરરોજ 53 હજાર લોકોને રોજગારી મળી રહી હતી. મોદીના 10 વર્ષના શાસનમાં 2010માં ટર્નઓવર રૂ. 26 કરોડ હતું. માત્ર 12 હજાર લોકોને રોજીરોટી મળી.




મોદીનું ખાદીનું સ્વરૂપ
ગુજરાતમાં એકલા સુરેન્દ્રનગરમાં 70 ટકા ખાદીનું ઉત્પાદન થાય છે. 2000માં 16 હજાર પરિવારો 45 કરોડની ખાદી વણતા હતા, હવે 2 હજાર પરિવારો 2 કરોડની ખાદી વણાટ કરી રહ્યા છે. 7 હજાર પરિવારોએ સ્થળાંતર કર્યું છે. ઉત્કૃષ્ટ ખાદી વણાટ કરનારા કારીગરો ઝૂંપડીઓમાં કાંતતા હોય છે.
ખાદીની 300 દુકાનો છે.
ગાંધીજીના સિદ્ધાંતો અનુસાર, જો ભાજપની સરકારો 28 વર્ષ સુધી ચાલે તો 30 લાખ લોકો દરરોજ 3 કરોડ મીટર ખાદી વણતા.
ગુજરાતમાં, 5000 લોકો ખાદીના નામે કાપડ વણાવે છે અને તેમાંથી 171 ગ્રાઉન્ડ થ્રેડનો ઉપયોગ કરીને વેચે છે. ખાદીનું વણાટ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. મોદીના 20 વર્ષના શાસનમાં ખાદીનો નાશ થયો છે. હવે ડોળ કરે છે.
કેટલા ખાદી વણકરો છે?
ગુજરાતમાં સરકારના રેકોર્ડમાં ખાદી તૈયાર કરનારા 16,384 કારીગરો છે. હવે આ કારીગરો ગાયબ થઈ રહ્યા છે, હકીકતમાં માત્ર 5,000 કારીગરો જ ખાદી (દોરા) બનાવી રહ્યા છે. ગુજરાતમાં 11 હજારથી વધુ લોકોને રોજગારી મળી રહી નથી. સરકારી સહાયના નાણાંનો યોગ્ય ઉપયોગ થતો નથી.
ગાંધીજીએ તેમની આત્મકથા – સત્યનો પ્રયોગ – ખાદીની શોધ કરીને પૂર્ણ કરી. મતલબ કે તેઓ ખાદીને ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું શસ્ત્ર માનતા હતા. તેઓ સ્પિનિંગ વ્હીલમાંથી આઝાદી મેળવવા માંગતા હતા. હવે એ જ ખાદી સંસ્થાઓ કરોડો રૂપિયાની જમીન વેચી રહી હતી. તે અંદર અંદર લડી રહી હતી.
રોટી મળી છે.
ગાંધીજી સને 1908માં હિન્દ સ્વરાજ પુસ્તકમાં રેંટિયાથી જ હિન્દુસ્તાનની ગરીબી મટી શકે અને આઝાદી મળી શકે તેવું લખ્યું અને માન્યું હતું. ખાદી ગુપ્ત થઈ ગઈ છે. 4 હજાર કારીગરો સાચી ખાદી વણતા હતા. હવે ખાદી જ વણાતી નથી. જે દોરા આવે છે તે મીલમાં તૈયાર થઈને આવે છે.
ગુજરાતમાં 171 ખાદી સંસ્થાઓ પૈકી 20થી 30 ખાદી સંસ્થાઓ જ સાચા અર્થમાં ખાદીનું કાપડ બનાવે છે. લઘુત્તમ વેતન પણ તેમને મળતું નથી.
વિદેશી વસ્ત્રો પહેરીને ગાંધીની ખાદીની વાતો આજના નેતાઓ કરે છે. 10 હજાર કરોડનું પ્લેનમાં બેસીને ગુજરાત આવે છે અને ખાદીની વાતો કરે છે.
સાબરમતી મહાત્મા ગાંધી મેમોરીયલ ટ્રસ્ટ બનાવીને ગાંધી માટે કામ કરતાં તમામ ટ્રસ્ટોને નકામા બનાવી દેવાયા છે.
સાચા ગાંધીયન એવા પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલના અવસાન વખતે 240 રૂપિયા સરદાર, રેંટીઓ અને લોટો મળી આવ્યા હતા.
મોદીના ગૃહ પ્રધાન અમિત શાહ પણ ગાંધીજીની વાતો કરે છે. 2017માં વિધાનસભાની 150 બેઠકો લાવવા માંગતા હતા. પણ 99 લાવ્યા તે તેની મોટી નિષ્ફળતાં હતી. અમિત શાહની રાજકીય ઇચ્છા તો ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવાની છે. તેથી તેઓ ગાંધીઆશ્રણ આવીને ગયા છે. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યોને એકના 16 કરોડ રૂપિયા લેખે ખરીદ્યા હતા. ગાંધીની વાતો અને ખરીદી પણ કરાય છે.
ગાંધીજી સહકારમાં માનતાં હતા. હવે સરકાર વિભાગ અમિત શાહ સંભાળે છે.
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ગંદુ રાજકારણ લાવનારા તેઓ છે. સહકારી ક્ષેત્ર હવે બિજનેશ ક્ષેત્ર બનાવી દેવાયું છે.
ગાંધીજીનો પડછાયો સરદાર હતા અને મોદીના પડછાયો બનીને શાહ રહેતાં આવ્યા છે. લોકો ક્યાંથી સ્વિકારે. બાયોકેમિસ્ટ્રીના સ્નાતક શાહ પોતાને ચાણક્ય, કિંગમેકર, માસ્ટરમાઈન્ડ જેવા બિરુદ જાતે જ અપાવ્યા છે.
આઝાદીની લડત દરમિયાન વિનાયક સાવરકર કદાચ એકમાત્ર એવા નેતા હશે, જે જેલમાંથી માફીપત્રો લખીને છૂટ્યા હોય. માફીપત્રો લખીને, અંગ્રેજોની શરતો કબૂલ રાખીને, રાજકારણમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપીને છૂટી જનારા સાવરકર એકલા જ હતા. છતાં, સાવકરનો ‘વીર’ માને છે. સાવરકર ગોડસેના ગુરુસ્થાને હતા. ગોડસે અગાઉ એક છાપું કાઢતો હતો, તેના મથાળે સાવરકરનો ફોટો છપાતો હતો. સાવરકર ગાંધીહત્યામાં સામેલ હતા.
ગોડસેવાદી વિચારધારાના રાજકીય પ્રતિનિધિઓએ ગાંધીજીને ખરાબ ચિતરવામાં કોઈ કસર નથી છોડી. રોજ વોટ્ય એપ યુનિવર્સિટીથી આવું થઈ રહ્યું છે. ગાંધીજીની હત્યા કરી તેઓ પાકિસ્તાન જઈને કેમ જીણાની હત્યા ન કરી ? ડાયરની હત્યા સરદાર ઉધમ સિંહે માયકલ ઓ ડાયરને 4નજૂન 1940માં ગોળી મારી હતી. તેને ફાંસી આપી હતી. રાષ્ટ્ર ભક્ત એ હતા.
આચાર્ય મણિશંકરભાઈ પિતાંબરદાસ પાસેથી મળેલા 2553 રૂપિયામાં જમીનનો એક ટુકડો ખરીદાયો હતો. મિલ મજૂરોએ એક દિવસનો પગાર આપેલો મિલ માલિકોએ એટલી જ રકમ આપેલી પછી અહીં આશ્રમ શરૂ થયો હતો. હવે ત્યાં ભવ્ય આશ્રમ બની રહ્યો છે.
અમિત શાહની આવક 7 વર્ષમાં 300 ટકા વધી , ડિસેમ્બર-2012 દરમિયાન શાહની કુલ સંપત્તિ આઠ કરોડ 53 લાખની સંપત્તિ જાહેર કરી હતી. માત્ર પાંચ વર્ષના ગાળામાં શાહની સંપત્તિમાં 300 ટકાનો ઉછાળો’ જણાતા વિપક્ષે તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
ગાંધીએ કશીક થિયરી શોધીને જાહેરજીવનમાં નહોતા આવ્યા. સેવા કે સત્તા બેમાંથી કોઇને લક્ષ્ય બનાવીને દોટ મૂકી નથી.
જાહેર જીવન, લોક સેવા કે રાજકાણ ગાંધીએ પોતાની સત્યશોધ માટેના ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ ગણ્યા છે. આદર્શવાદી જીદ્દી મિજાજ છતાં વિચારો થોપ્યા નથી. હાલના રાજનેતાઓ પોતાના વિચારો થોપી રહ્યાં છે.
ગાંધીજીનું સત્ય હથિયાર હતું. હાલના નેતાઓ જૂઠ બોલવામાં પાવરધા છે. એમને સત્ય પરમેશ્વર નહીં પણ અસત્ય પરમેશ્વર છે.
ગાંધીજીના જીવનમાં વિરોધાભાસો ઘણાં છે, કારણ કે એ કોઇ ઇમેજને વળગી નથી રહ્યા. પણ આજના રાજનેતાઓ પોતાના પ્રદેશ પ્રમુખ ગબડી પડે તો પણ તેની સામે જોતાવનું ટાળે છે. કારણ કે તેમાં તેમની ઇમેજ ખરાબ થાય છે.
ચોટલી અને જ્ઞાતીમાં માનનારા ગાંધીને જ્યારે સત્ય સમજાયું ત્યારે બન્નેનો ત્યાગ કર્યો હતો. હાલના નેતાઓ તો ધર્મની ચોટલી અને જ્ઞાતીને રાજગાદીની સીડી મેને છે.
બીજા વિશ્વયુદ્ધ સમયે લશ્કરનો વિરોધ કરનારા ગાંધીજીએ 1947માં કાશ્મીરમાં લશ્કર મોકલવા માટે સંમતિ આપી હતી. લશ્કરના ઉડતા વિમાનોને આશીર્વાદ આપ્યા હતા. પણ હાલના નેતાઓ કાશ્મિરમાં 370 દૂર કરી દીધા પછી પંડિયોને ન્યાય અપાવી શક્યા નથી.
લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. હાલના નેતાઓ લોકશાહીના નહીં પણ હીટલર જેવા સરમુખત્યાર છે.
ગાંધીજી સુપર હીરો બની શકે. વિશ્વઇતિહાસમાં અણમોલ મિસાલ છે, હાલના નેતાઓ ભલે ગાદી મેળવવા ગાંધીની નકલ કરે પણ ગાંધી એમ બની શકાતું નથી.
ચરખા- બ્રહ્મચર્ય- ગ્રામોદ્યોગ- બિનસાંપ્રદાયિકતા ગાંધીની હતી. પણ હાલના નેતાઓ આ બધી બાબતોનો ઉપયોગ સત્તા મેળવવા માટે કરે છે.
ભાજપની આ વિચારધારા વસૂકી ગયેલા વિચારો જેવી છે. ગાંધીજી જીવતા હોત તો ભાજપના અસત્યનું દર્શન કરી ચૂકયા હોત.
મોદી પોતે તો બ્રાંડ બને છે પણ ગાંધીબ્રાન્ડનું બ્રાંડીંગ કરે છે. આવા વિચારો છે.
ખાદી ટ્રેડિશન છે, ફેશન છે ! ગુજરાતમાં ગાંધીનો ચાર્મ છે.
ખાદીના નામે ફાઈવસ્ટાર જેવો આશ્રમ બને અને ગાંધી-ગ્રામ બને, જયાં ગાંધીયન લાઈફસ્ટાઇલ સાથે રહેવાનો નોવેલ એકસપિરિયન્સ મળે.
ગાંધીમૂલ્યોને શોભે એવું કશુંક કરી બતાવ્યું હોય, ગાંધી બનવું પડે. ગ્લોબલ ટુરિઝમ માટે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ગાંધી છે. ગાંધી જેવી મેગા બ્રાન્ડ સાથે જોડાવાનું સન્માન કોઈ મેળવી શકે તેમ નથી.
ખાદીએ ઇકો ફ્રેન્ડલી કોસ્ચ્યુમ છે, ખાદી ફેશન શો થાય છે. ખાદીની બિકીની બનાવીને નેતીઓ ખાદીના નામે સત્તા મેળવી શકે છે.
ભરપુર મિડિયા કવરેજ સાથે ગાંધીજીને યાદ કરવાની ફેશન આજે છે. ગાંધી દાંડીકૂચ કરે છે અને હાલના સત્તાધીશો કૂચ જ કરવા દેતા નથી.
ગાંધીને ઇનવેન્ટ બિગેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ ફ્રોમ ગુજરાત- ગાંધી બનાવી રહ્યાં છો. કારણ કે ગાંધીના નામે સત્તા ટકાવી રાખવી છે. વર્તમાનનું સત્ય મોકળા મને સ્વીકારવાનું સાહસ ગાંધીજીમાં હતું. પણ આજના ગાદી પ્રિય નેતાઓ આવું કરી શકતા નથી.
સાબરમતી નદીના કિનારે સત્યાગ્રહની છાવણી હતી. ગાંધીનગરમાં લોકોની સત્યાગ્રહ છાવણી સચિવાલય પાસે હતી તે 5 કિલો મીટર દૂર કરાવવાથી ગાંધીજીના ચેલા બની શકાતું નછી.
‘મારું જીવન એ જ મારો સંદેશ’એવું ગાંધી છાતી ઠોક્યા વગર કહેતાં હતા. આજના રાજનેતાઓ એવો એક શબ્દ કહી શકે તેમ નથી.
ગાંધીજીએ લખેલા અને તેમને મળેલા 35 હજાપ પત્રો છે. પણ ગુજરાતમાંથી મહિલાઓ લખેલા પત્રોનો જવાબ પણ દિલ્હીથી મળતો નથી.
ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ સમાનતા, પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું હતું. પણ ગુજરાતમાં 2002માં અગાઉ ક્યારેય ન થયા હોય એટલા તોફાનો સત્તા મેળવવા માટે થયા હતા.
હિન્દુ મહાસભાના નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી. અહીં તો રોજ ગાંધીને ગોળી મરાય છે. ગાંધી કહેતા હતા કે, મારી પાસે વિશ્વને શીખવવા કંઈ જ નવું નથી. હાલના નેતાઓ પોતાને વિશ્વ નેતા ચિતરવામાં પડ્યા છે.
સત્ય અને અહિંસા તો ટેકરીઓ જેટલાં જૂનાં છે. પણ આજે ચારેબાજું અસત્યની પૂણી છે.
ગાંધી આશ્રમના દરેક વ્યક્તિએ સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, આસ્વાદ, અપરિગ્રહ જેવાં અગિયાર વ્રતો પાળવા ફરજીયાત હતાં. આજે આ તમામ વ્રતો નવા આશ્રમમાં તડકે મૂકી દેવાયા છે.
ગાંધી અને ખાદી હવે ખુરશી મેળવવાનો માર્ગ બની ગયો છે.
https://allgujaratnews.in/gj/12-thousand-masks-of-khadi-were-prepared/