જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે. ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા, બેંક ઓફ બરોડા, BSE, NSE જેવી કંપનીઓ દ્વારા અંદાજે ૧૦,૦૦૦થી વધારે લોકોને રોજગારી આપવામાં આવે છે.
GIFT સિટી ખાતે પોતાનો વ્યવસાય સ્થાપી શકે તે માટે GIDC ૬ લાખ ચોરસ ફુટની જગ્યા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. આ સાથે GIFT સિટી એક વૈશ્વિક કક્ષાનું હબ બનશે.