ગીફ્ટ સિટી – GIFT – IFSCને વૈશ્વિક સ્તરે 

GIFT-IFSCને વૈશ્વિક સ્તરે

वैश्विक स्तर पर गिफ्ट-आईएफएससी

GIFT-IFSC Globally

ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે.

ગિફ્ટ સીટી ખાતે ભારતનું પ્રથમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અને NSE IFSC-SGX કનેક્ટ પણ લોન્ચ કર્યું હતું. આ પહેલ IFSCA ની દેખરેખ હેઠળ GIFT-IFSCમાં અનુકૂળ નાણાકીય ઇકોસિસ્ટમ બનશે. એક્સચેન્જ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરશે. ભારતને બુલિયન ફ્લો માટે એક મુખ્ય પ્રાદેશિક કેન્દ્ર બનાવવા માટે તેને શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ અને બોર્સા ઈસ્તાંબુલની માફક પર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે.

2020માં વૈધાનિક નિયંત્રક સત્તામંડળ તરીકે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શરૂ કરાયેલી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)છે.

IFSCA ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત વૈધાનિક નિયમનકાર સંસ્થા તરીકે કાર્ય કરે છે.

IFSCA મુખ્યાલયનો શિલાન્યાસ
અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCનો “IFSCA ટાવર”નો બિલ્ટ અપ એરિયા 3 લાખ ચોરસ ફૂટ છે. વિશ્વસ્તરની આધુનિક સુવિધાઓ સાથે 27 માળનું ભવન આકાર લેશે. ટકાઉ માળખા સાથે પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. નિર્માણમાં રૂ. 200 કરોડના ખર્ચનો અંદાજ છે. 2024માં નિર્માણ પૂર્ણ થયા બાદ IFSCA ટાવર ગિફ્ટ સિટીમાં એક અદભુત ઈમારત તરીકે ઉભરી આવશે.

આ પ્રકારનું વિશ્વનું આ ત્રીજું એક્સચેન્જ છે, જેમાં ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સની સુવિધા હોવાથી અધિકૃત જ્વેલર્સને એક્સચેન્જ પ્રણાલી દ્વારા સીધું સોનું આયાત કરવાની સુવિધા મળશે. જેના પરિણામે ભારતનું બુલિયન માર્કેટ વધુ સંગઠિત તથા નવી સુવિધાઓથી સજ્જ બનશે.

NSE IFSC – SGX કનેક્ટની શરૂઆત
હાલમાં, SGX ખાતે NIFTY ફ્યુચર્સમાં સરેરાશ દૈનિક વોલ્યુમ આશરે 3.65 યુએસ બિલિયન ડોલર મૂલ્યના 1 લાખ નવ હજાર કોન્ટ્રાક્ટ્સ છે. એકવાર કનેક્ટ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યાં બાદ આ વોલ્યુમ NSE-IFSC પર જવાની અપેક્ષા છે.

ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય બ્રોકર-ડીલર્સને મોટી સંખ્યામાં કનેક્ટ થકી ટ્રેડ ડેરિવેટીવ્ઝ મળશે.

નવી શરૂઆત

1. ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક (NDB) દ્વારા ઇન્ડિયન રીજનલ ઓફિસ (IRO)ની સ્થાપના
2. ત્રણ વિદેશી બેન્કના બેન્કિંગ યુનિટની શરૂઆત
3. બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન હાઉસ સેન્ટરની ક્ષમતાનું વિસ્તરણ
4. ચાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સ સર્વિસ (ITFS) પ્લેટફોર્મનું સંચાલન
5. GIFT-IFSC ખાતે પાંચ ફિનટેક કંપનીઓને ઓથોરાઇઝેશન સર્ટિફિકેટ એનાયત
6. GIFT-IFSCમાં ઑપરેશન શરૂ કરવા માટે 100+ બ્રોકર-ડીલર્સ વતી એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઑફ ઈન્ડિયા (ANMI) અને કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (CPAI) દ્વારા સંયુક્ત લેટર ઓફ ઇન્ટેન્ટની સોંપણી
7. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ઇન્ડિયા INX પર બોન્ડનું 75મું લિસ્ટીંગ
8. ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX) ની શરૂઆત

અત્યાર સુધીમાં 310 એકમોએ IFSCA હેઠળ કામગીરી શરૂ કરી છે. નાણાકીય વ્યવહારોમાં આ એકમો મારફતે અત્યાર સુધીમાં 140 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

IFSCAના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની 22 બેંકોએ આશરે 32 બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે, જેને કુલ મળીને આશરે 207 બિલિયન યુએસ ડોલર બેંકિંગ વ્યવહારોની સુવિધા પૂરી પાડી છે.

IFSCમાં ‘ઇન્ટરનેશનલ બુલિયન એક્સેન્જ (IBX)’ અને ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સેન્જ (IIBX)’ એમ બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ સામૂહિક રીતે આશરે 11 બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર ધરાવે છે.

આ તમામ મેટ્રિક્સ IFSCA દ્વારા થતી કામગીરીને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, લંડનના તાજેતરના અહેવાલમાં પણ સ્વીકારવામાં આવ્યું છે.

જેમાં GIFT-IFSCને વૈશ્વિક સ્તરે ટોચના 15 કેન્દ્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે.

IFSCAને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાંકીય સેવાઓના બજારને વિકસાવવા-નિયમન કરવા અને તેની સાથે જોડાયેલી આકસ્મિક બાબતો માટે તેને ચાર સ્થાનિક નાણાંકીય ક્ષેત્ર RBI, SEBI, IRDAI અને PFRDAના નિયંત્રક તરીકેની સત્તાઓ આપવામાં આવી હતી.

સોના બજાર
સોના બજાર દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં મહત્વના કેન્દ્ર તરીકે ઓળખ થશે. અમદાવાદના IIBXનો આરંભ થતાં દેશના યોગ્યતા ધરાવતા જ્વેલર્સ આંતરરાષ્ટ્રીય બજારમાંથી IIBX દ્વારા સોનાની સીધી આયાત કરી શકશે.

ગિફ્ટ સિટી કોમર્સ અને ટેક્નોલોજીનું માળખું તૈયાર કરી રહી છે.

વિશ્વમાં રિયલ-ટાઈમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40% છે. ફાઈનાન્સ અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે.

ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ શરૂ થયું છે. બુલિયન એક્સચેન્જ 115 કરોડના પેઈડ-અપ કેપિટલથી તૈયાર થયુ છે. વર્ષ 2020ના કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરાઈ હતી.

NDBના ભારતીય પ્રાદેશિક કાર્યાલય શરૂ થયું છે. કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MOU કર્યા હતા.

ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના કરી છે. પ્રાદેશિક કાર્યાલય ભારતીય ઉપખંડમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રતિનિધિ તરીકે કાર્ય કરશે. જે વિકાસલક્ષી પરિયોજનાઓને ઓળખી તેને નાણાંકીય મદદ પૂરી પાડશે. ભારત અને અન્ય સભ્ય દેશોમાં પ્રોજેક્ટની આગવી ઓળખ ઉભી કરશે.

NDBએ ભારતમાં અંદાજે 7.2 બિલિયન USDના કુલ 20 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. IRO આ પ્રોજેક્ટ્સને મદદ કરશે.

ત્રણ વિદેશી બેંકોના આંતરરાષ્ટ્રીય બેંકિંગ એકમો શરૂ થયા છે. જેમાં ડોઇશ બેંક એજી, જેપી મોર્ગન ચેઝ બેંક અને MUFG બેંકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ચાર ઇન્ટરનેશનલ ટ્રેડ ફાઇનાન્સિંગ સર્વિસિસ (ITFS) પ્લેટફોર્મનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. IFSCA ના ITFS ફ્રેમવર્ક હેઠળ અધિકૃત આ પ્લેટફોર્મની સ્થાપના RXIL Global IFSC Ltd., Vayana (IFSC) પ્રાઇવેટ લિમિટેડ, Mynd IFSC પ્રાઇવેટ લિમિટેડ અને Kredx Ventures IFSC પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. ખરીદદારો, વિક્રેતાઓ, ફાઇનાન્સર્સ અને ક્રેડિટ એન્હાન્સમેન્ટ સંસ્થાઓની ભાગીદારી સાથે ક્રોસ બોર્ડર ટ્રેડ ફાઇનાન્સની સુવિધા માટે વૈશ્વિક સ્તરે આવા નિયમનકાર દ્વારા શરૂ કરાયેલ ITFS પ્લેટફોર્મ સમગ્ર વિશ્વમાં ખરીદદારો/વિક્રેતાઓ, ખાસ કરીને ભારતમાં MSME નિકાસકારો/આયાતકારો માટે સરળ ડિજિટલ ઓનબોર્ડિંગ, બહુવિધ ધિરાણ વિકલ્પો અને કાર્યક્ષમતાને સક્ષમ કરશે.

એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI) અને કોમોડિટી પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CPAI) દ્વારા 100 બ્રોકર ડીલર્સ વતી સંયુક્ત રીતે GIFT માં તેમની કામગીરી સેટ કરવા માટે ઈરાદા પત્ર(intent letter)સબમિટ કરવામાં આવ્યો છે.

ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં કોર્પોરેટ્સ, સરકારો અને સંસ્થાઓ માટે તેમના પર્યાવરણીય અને સામાજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા તથા મૂડી પ્રવાહને એકત્ર કરવા માટે ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ (ISX) શરૂ કરવામાં આવ્યું હતું.

FinTech એન્ટિટીઝ ફ્રેમવર્ક હેઠળ પાંચ FinTech કંપનીઓને અધિકૃતતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. CropData IFSC Pvt Ltd, જે ભારતીય ખેડૂતોને નિકાસ બજારો સાથે સીધા જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એજવર્વ સિસ્ટમ્સ લિમિટેડ (ઇન્ફોસીસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની)જે બ્લોકચેન-સંચાલિત સોલ્યુશન લાવીને વેપાર પ્રક્રિયા સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરશે. સિગ્ઝી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, જે એકીકૃત કેવાયસી સોલ્યુશન પ્રદાન કરશે અને GIFT-IFSC પર નાણાકીય સંસ્થાઓને ગ્રાહક ઓન-બોર્ડિંગ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર; UMBO IDTech પ્રાઇવેટ લિમિટેડ (Riskcovry), જે વૈશ્વિક બજારો માટે વીમા વિતરણ ઉકેલ પ્રદાન કરશે અને Qkrishi Quantum Pvt Ltd., જે GIFT-IFSC પર નાણાકીય સંસ્થાઓને સાયબર જોખમોથી બચાવવા માટે ડીપ-ટેક ક્વોન્ટમ-આધારિત અલ્ગોરિધમ્સ વિકસાવશે. ઇનોવેશન-ઓરિએન્ટેડ એન્ટિટીઝને પ્રોત્સાહન આપીને IFSCA GIFT-IFSCમાં સમૃદ્ધ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવશે છે.

ઉપરાંત મજબૂત વિકાસની તકો ધરાવતા પ્રોજેક્ટ્સને ઓળખવા માટે ભારતીય ઉપખંડમાં સરકાર, જાહેર અને ખાનગી ક્ષેત્રની એજન્સીઓ સાથે સહયોગથી કામ કરશે.

બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)ની ક્ષમતાના વિસ્તરણ કરશે. બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર (GIC)વિસ્તરણ કરશે. હાલના 1 હજાર કર્મચારીઓ ઉપરાંત 1500 નવા કર્મચારીઓની ભરતી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક- ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન “IFSCA ટાવર”, IFSCA ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો.

ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના આવવા બાબતે જાહેરાત થયેલી, પણ છેલ્લી ઘડીએ એમણે આવવું માંડી વાળ્યું છે, ગુરુવારે સહકાર વિભાગ હેઠળના સાબર ડેરીના કાર્યક્રમમાં પણ તેઓ હજાર રહ્યા ન હતા. જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે નાણામંત્રાલયના અન્ય બે જુનિયર મંત્રીઓ ગિફ્ટસિટીના ફંક્શનમાં હાજર રહ્યા હતા.

ગુજરાત સરકારે રોકાણ વધારવા ફિનટેક પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. પણ બે વર્ષથી કંઈ થયું નથી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી. ગિફ્ટ સિટીમાં વર્લ્ડક્લાસ ફિનટેક હબની રચના કરાશે. 1.5 લાખ નવી રોજગારની તકો સર્જાશે. પણ આ અંગે કંઈ થયું નથી.

સિંગાપોર આ નવા માર્કેટ માટે હબ તરીકે ઉપસી આવ્યું છે. આ પ્રકારના જ ટેક્નોલોજીકલ ડેવલપમેન્ટ ભારતમાં જોવા મળી રહ્યાં છે.

શું છે ગીફ્ટ સિટી
ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. અહીં 9થી 10 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે.

9 ટાવર
સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા છે.
સિટીમાં 9 ટાવરમાં કચેરીઓ છે. એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી છે. 9માંથી એકપણ ટાવરમાં અલગ એસી નથી. ડિસ્ટ્રિક્ટ કુલિંગ પ્લાન્ટ જ બધે એસી પૂરું પાડે છે. બહાર કોઈ આઉટડોર યુનિટ નથી. પ્લાન્ટથી બધા ટાવરમાં સરખી ઠંડક મળી રહે છે અને વીજ બિલમાં 30 ટકા બચત થાય છે.

હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં નળમાંથી પીવાનું પાણી લઈ શકાય છે.

તમામ પ્રકારની લાઈન યુટીલીટી ટનલમાંથી જ પસાર થાય છે. ટનલમાં એક્ઝોસ્ટ સિસ્ટમ રાખવામાં આવી છે. પાણી, કુલિંગ, વાયરિંગની તમામ લાઈન ટનલમાંથી પસાર થાય છે. કોઈપણ સેવામાં ખામી ઊભી થાય તો રોડ ખોદવો ન પડે અને ખામી પકડાય છે.

બિલ્ડિંગના દરેક ફ્લોરની એક વિન્ડો ટનલ સાથે જોડાયેલી છે જેમાં ઓર્ગેનિક અને અનઓર્ગેનિક કચરો અલગ નખાયછે. તમામ કચરો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં જાય છે અને ઓર્ગેનિક કચરામાંથી ખાતર બને છે.

બેન્કિંગ, મૂડી બજાર, વીમો વગેરે જેવા પરંપરાગત નાણાંકીય વ્યવસાયો તેમજ ફિનટેક, એરક્રાફ્ટ લીઝિંગ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, ટ્રેડ ફાઇનાન્સિંગ છે.

આ પણ વાંચો

તિરુવનંતપુરમમાં વર્લ્ડ સેન્ટર બનાવનારી કંપનીને મુખ્ય પ્રધાન ગીફ્ટ સિટીમાં ન લાવી શક્યા

તિરુવનંતપુરમમાં વર્લ્ડ સેન્ટર બનાવનારી કંપનીને મુખ્ય પ્રધાન ગીફ્ટ સિટીમાં ન લાવી શક્યા

નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ

નેનો કાર અને ગીફ્ટ સિટી ઉપરાંત મોદીના 20 પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ

ગીફ્ટમાં 200 કંપનીઓ રૂ.3740 કરોડનું ટર્નઓવર કર્યું

ગીફ્ટમાં 200 કંપનીઓ રૂ.3740 કરોડનું ટર્નઓવર કર્યું