26 ડિસેમ્બર 2020
પ્રભાસ તીર્થના ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ દેહ ત્યજી નિજધામ પ્રસ્થાન કર્યું એ ભાલકા સ્થળ પાસે ગીતા મંદિર આવેલું છે. ગીતા જયંતીની ઉજવણી 25 ડિસેમ્બર 2020એ કરવામાં આવી હતી. ગીતાના ગ્રંથનું પુજન-આરતી કરવામાં આવેલા હતા. ગીતા પાઠ કરવામાં આવેલા.
સોમનાથ મંદિરથી 2 કિમી અને સોમનાથ રેલ્વે સ્ટેશનથી 2.5 કિમીના અંતરે ગીતા મંદિર – ત્રિવેણી તીર્થ તરીકે ઓળખાતી ત્રણ પવિત્ર નદીઓના સંગમ સ્થળે. હિરણ નદીના કાંઠે આવેલું છે. બિરલા મંદિર તરીકે પણ ઓળખાય છે, તે બિરલા પરિવાર દ્વારા 1970માં બંધાયેલું.
ગીતા મંદિરના સ્થંભો પર ગીતાના 18 અધ્યાય આરસના પથ્થર પર લખેલા છે. આરસના પથ્થરમાં અદભૂત સ્થાપત્યથી બનાવવામાં આવ્યું છે. ગીતા મંદિર તેના ગર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ છે. આ મંદિર બદ્રીનાથના લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિકૃતિ છે.
મંદિરના આંતરિક ભાગમાં ભગવાન કૃષ્ણના જીવનના વિવિધ ભાગોને દર્શાવતી ઘણી પેઇન્ટિંગ્સથી સજાવવામાં આવ્યા છે.
ગીતા ષ્લોકના પડઘા પડે છે
ગીતા મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે મંદિરની અંદર બનેલા કોઈપણ અવાજથી ગૂંજાય. પરિણામે, કૃષ્ણ ભજન અને સ્તોત્રો મંદિરની અંદર પઠિત વાતાવરણમાં પડઘો પાડે છે. મંદિરની અંદર તેના અવાજનો પડઘો સાંભળી શકે છે.