સરકારી આંકડા કહે છે કોરોનાના દર્દીઓ ઘટ્યા, તો અમદાવાદ બંધ કેમ, આંકડાઓ છૂપાવતાં હોવાનું જાહેર થયું

અમદાવાદ, 20 નવેમ્બર 2020
અમદાવાદમાં ફરી ત્રણ દિવસનું લોકડાઉન તે કરફ્યું પ્રજા પર લાદી દેવાયો છે. તેની સામે ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારના આંકડા કહે છે કે કોરોનાના દર્દી 7 દિવસમાં વધ્યા નથી. જો દર્દીમાં કોઈ વધારો જ ન થયો હોય તો 60 લાખ લોકોને પરેશાન કેમ કરવામાં આવે છે એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. વાસ્તવીકતાં એ છે કે સરકાર અમદાવાદમાં કોરોનાના દર્દીઓના આંકડા છૂપાવી રહી છે.

જે આંકડા બતાવવામાં આવે છે તે માત્ર 10 ટકા જ હોવાનું તેના પરથી સાબિત થાય છે. ઘરે રહેલાં દર્દીઓના અને ખાનગી હોસ્પિટલોના આંકડાઓ રૂપાણી સરકાર છૂપાવી રહી છે. ભાજપ સરકારના તઘલખી નિર્ણય સામે પ્રજા સવાલો ઉઠાવી રહી છે. સરકાર ડેટા ગેમ રમીને પ્રજાને ભ્રમમાં રાખવા માંગતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સરકારી આંકડા મુજબ છેલ્લાં 6 દિવસથી કોરોનાના કેસ વધ્યા નથી તો પછી કર્ફ્યૂ કેમ લાદવામાં આવ્યો છે?

રાજનેતાઓ પોતાની જૂઠી વાતો જાહેર કરવા માટે અધિકારીઓનો ઉપયોગ કરીને ખોટા આંક઼ડા આપી રહી છે.

14 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીના 6 દિવસમાં આવાં જૂઠા આંકડાઓ બતાવવામાં આવ્યા છે.

14 નવેમ્બરે 198 કેસ શહેરમાં આવ્યા બાદ દરરોજ 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 19 નવેમ્બરે શહેરમાં 230 કેસ નોંધાયા છે. એટલે કે આ 6 દિવસમાં શહેરમાં 1265 કેસ નોંધાયા છે. જ્યારે 1233 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

છેલ્લા 6 દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસ અને ડિસ્ચાર્જ

તારીખ કેસ

14 નવેમ્બર 198
15 નવેમ્બર 202
16 નવેમ્બર 210
17 નવેમ્બર 218
18 નવેમ્બર 207
19 નવેમ્બર 230
કુલ આંકડો 1265
​​​
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ ઉપરાંત કિડની અને કેન્સર હોસ્પિટલમાં કુલ 400 કોવિડ બેડની સુવિધા છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ જેપી મોદીના જણાવ્યા પ્રમાણે સિવિલ હાલ 737 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બીજા દર્દીને કિડની અને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.

95 ટકા ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઈ ગઈ છે. આજે સવારે 20 નવેમ્બર સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 261 જેટલા બેડ ખાલી છે.

આઇસોલેન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વગર 23 અને ICU વેન્ટિલેટરના 32 બેડ ખાલી છે. કુલ 2536 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોના ઘર પર કોઈ નોટિસ મૂકવામાં આવતી નથી કે આ ઘર કોરોન્ટાઈન થઈ ગયા છે.

શહેરોમાં તો આંકડા છૂપાવાય છે પણ ગ્રામ્ય અને નાના શહેરોમાં મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે કે નામ નોંધ્યા વગર સારવાર આપવી.

253 મોત છતાં 40 બતાવાયા
23 સપ્ટેમ્બર 2020ના દિવસે રાજકોટમાં 24 કલાકમાં 17 લોકોના મોત થયાં હતા. 43 કેસ પોઝિટિવ નોંધાયા હતા. છેલ્લા 10 દિવસમાં કોરોનાને કારણે રાજકોટમાં 253 મોત નિપજ્યાં છતાં તંત્રના આંકડાઓ 30 થી 40 જ બતાવમાં આવ્યો હતો. જિલ્લામાં મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. અમદાવાદ, વડોદરા , સુરત બાદ હવે રાજકોટ વુહાન બન્યુ હતું.

11 મોત છતાં કોઈ મોત નહીં
2 ઓગસ્ટ 2020ના રોજ રાજકોટમાં 24 કલાકમાં 32 દર્દીઓનાં મોત થયા હોવા છતાં રાજય સરકાર હકીકતને સ્વીકારવાને બદલે મોતનાં આંકડાને છુપાવવાનો ખેલ ખેલી રહી હોવાનું સામે આવ્યુ હતું. રાજકોટમાં કોરોનાનાં 89 કેસ જાહેર કરાયા હતા.
રાજકોટ કોર્પોરેશન એરીયામાં એક પણ મોત થયુ હોવાનું જાહેર કરવામાં આવ્યુ નથી. રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા રાજકોટ શહેરમાં 11 દર્દીઓનાં મોત જાહેર કરવામાં આવ્યા હતા.

700ના મોત પણ બતાવ્યા 92
4 સપ્ટેમ્બર 2020ના દિવસે રાજકોટમાં અત્યાર સુધી સ્માશનમાં કોરોનાના પ્રોટોકોલથી થયેલા અંતિમ સંસ્કારને ગણીએ તો 700થી વધુ મોત થયા છે જયારે સરકારી ચોપડે આ આંકડો ફક્ત 92 જેટલો છે.