અતનુ ચક્રવતી અને મોદીના સમયમાં ખરીદેલા રૂ.262 કરોડના શેરના ભાવ રૂ.10 કરોડ થઈ ગયા

ગાંધીનગર, 1 ડિસેમ્બર 2020

ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.262 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે. રૂ.262 કરોડનો ભાવ ગગડીને નવેમ્બર 2020માં રૂ.10 કરોડ થઈ ગયો છે. ગુજરાતની પ્રજાના રૂ.251 કરોડની ખોટ માટે દેશવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના આઈએએસ અતનુ ચક્રવતી જવાબદાર છે. તે અંગે આજ સુધી વિજય રૂપાણીની સરકારે કોઈ તપાસ પણ કરી નથી.

7 વર્ષ પહેલાં 2013માં કેનેડામાં જીએસએફસીએ ભાગીદારીમાં કોસ્ટિક પોટાશ કે જે કેનેડાની એક પ્રકારની માટી છે. તેની સાથે માઇનિંગ કરવા કાર્નાલાઈટ રિસોર્સીસ કંપનીના 54.90 લાખ શેર્સ કેનેડિયન ડોલર 8.15 પ્રતિ શેરના ભાવે કુલ 44.7 મિલિયન કેનેડિયન ડોલર યાને રૂ.262 કરોડમાં ખરીદ્યા હતા. કેનેડાની કાર્નાલાઇટ રિસોર્સીસ ઇન્કોર્પોરેશન નામક બોગસ કંપનીમાં માઇનિંગ પ્રોજેક્ટના નામે રોકાણ થયું હતું.

20 ટકા હિ્સ્સો

આ મસમોટા રોકાણ દ્વારા જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં 19.98 ટકા હિસ્સો મેળવ્યો હતો. જીએસએફસીએ અને તેના આ બોગસ કેનેડિયન પાર્ટનર કંપનીએ જાહેર કર્યું હતું કે, તેઓ કેનેડામાં વાઈનાડ કાર્નાલાઇટ માઈનિંગ પ્રોજેક્ટ ઊભો કરશે. કર્મિશયલ પ્રોડક્શન શરૂ થયા બાદ જીએસએફસી 20 વર્ષ સુધી, પ્રથમ તબક્કે ર્વાષિક 3.50 લાખ ટન અને બીજા તબક્કે ર્વાષિક 6 લાખ ટન પોટાશ ખરીદશે.

આખી કંપની ખરીદીને નાણાં ડૂબ્યા

બોગસ કંપનીના વધુ 1.03 કરોડ શેર્સ થી રૂ.12.49 કરોડનું રોકાણ હતું. જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં પોતાના ડૂબેલાં રોકાણનો હિસ્સો 20 ટકાથી વધારીને 40 ટકા પહોંચાડી કંપની હસ્તગત કરી લીધી હતી. હવે આ બધું ડૂબી ગયું છે, શેર્સના કાગળિયાં રદ્દી બની ગયા છે.

ભારતમાં કોસ્ટિક પોટાશ મળે છે

જીએસએફસીની રો-મટિરિયલ તરીકે કોસ્ટિક પોટાશની જરૂરિયાત બહુ ઓછી માત્રામાં છે. આ ખનિજ ગુજરાતમાં અને ભારતમાં બહુ આસાનીથી ઉપલબ્ધ હતો. બીજા શબ્દોમાં આ ખનિજની સહેજેય અછત નથી. છતાં છેક દૂર કેનેડામાં જઈને જીએસએફસી દ્વારા જંગી રોકાણ કરવાનો ઈરાદો જ શંકાપ્રેરક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પોટાશ સહેલાઇથી ઉપલબ્ધ થતો હતો. ત્યારે પણ જીએસએફસી ખાણકામના પ્રોજેક્ટ માટે જઇ રહ્યી હતી. વર્ષો સુધી જીએસએફસીમાં પોટાશની કોઈ અછતનો સામનો કરવો પડ્યો ન હતો. આપણી પોટાશની જરૂરિયાત એટલી મોટી નથી.

હાથ ઊંચા કર્યા

ગેમ પ્લાન પ્રમાણે 2018ના વર્ષમાં માઇનિંગ પ્રોજેક્ટ શક્ય ના હોવાનું જણાવી કેનેડિયન કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. છતાં પ્રમાણિકતાની બોગસ વાતો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે તેમની કંપની જીએસએફસી ગુજરાતની પ્રજાના રૂ.262 કરોડ લૂંટાયા છતાં કોઈ જાહેર સ્પષ્ટતા કરી નથી. કે હિસાબ જાહેર કર્યો નથી. આ કૌભાંડ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને દેશની ચૂંટણી લડવા માટે ભાજપના નાણાની જરૂર હતી એ સમયે થયું હતું.

મોદીનું 7 વર્ષ સુધી કૌભાંડ દબાયેલું રહ્યું

7 વર્ષ પછી બહાર આવ્યું છે. નરેન્દ્ર મોદીના સમયમાં આ નાણાં રોકાયા અને હવે ડૂબી જવાની તૈયારીમાં છે.

પૈસા કાગળ બની ગયા

બોગસ કંપનીના વધુ 1.03 કરોડ શેર્સ અમેરિકી ડોલર 0.17 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા, જે વધુ રૂ.12.49 કરોડનું રોકાણ હતું. આમ કરીને જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં પોતાના ડૂબેલાં રોકાણનો હિસ્સો 20 ટકાથી વધારીને 40 ટકા પહોંચાડી કંપની હસ્તગત કરી લીધી હતી. હવે આ બધું રૂ. 262.49 કરોડ ડૂબી ગયું છે અને કુલ 157.90 શેર્સના કાગળિયાં રદ્દી બની ગયા છે.

અતનુ ચક્રવર્તી કૌભાંડમાં સામેલ ?

કૌભાંડ 2013માં ગુજરાત કેડરના આઈએએસ અતનુ ચક્રવર્તી જ્યારે મેનેજિંગ ડિરેક્ટરપદ પર હતા ત્યારે સર્જાયું હતું. હવે નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીમાં અત્યંત મહત્વનું સ્થાન આપ્યું છે. અતનુચક્રવતિ હવે કેન્દ્રમાં નાણામંત્રાલયમાં સચિવ, તેમના સમયમાં ગુજરાતની પ્રજાના આટલા મોટા પ્રમાણમાં નાણાં ડૂબી ગયા છતાં તેઓ કહે છે કે તેઓ કંઈ જાણતા નથી.

મોદીના ચાર હાથ

2007થી લઈને 2013 સુધી પ્રોજેક્ટમાં કશું જ કર્યું ન હતું, છતાં આ બોગસ કંપનીમાં જીએસએફસીએ માતબર રકમ રોકી કૌભાંડ આચર્યું હતું. અતનુ ચક્રવર્તી જેઓ જીએસએફસીના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા. મોદી તેમને દિલ્હી લઈ ગયા હતા. આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ કરાયા છે. ચક્રવર્તિને ગુજરાતના મુખ્ય સચિવ બનવાના હતા. પણ પછી મોદી તેમને બચાવી લેવા માટે દિલ્હી લઈ ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તીની ઓઇલ મંત્રાલયના એક્સ્પ્લોરેશન અને ઉત્પાદન માટેના ટેક્‌નિકલ એડ્‌વાઇઝરી એકમ ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સ (ડીજીએચ)ના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. 56 વર્ષના ચક્રવર્તીની ડીજીએચના વડા તરીકે એડિશનલ સેક્રેટરીની રેન્કમાં 4 વર્ષ માટે નિમણૂક કરાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં જણાવાયું હતું. 1985ની બેચના અધિકારી સરકારી સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ (જીએસપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

એમબીએ થયેલા ચક્રવતી

ચક્રવર્તી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં સ્પેશિયલાઇઝેશન કરેલું છે. બિઝનેસ ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ યુકેમાં બિઝનેસ એડ્‌મિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું છે. વિવિધ રાજ્યોમાં કામ કરવાના વ્યાપક અનુભવની સાથે કેન્દ્ર સરકારના વિભાગો અને જાહેર સાહસોમાં પણ તેમને કામ કરવાનો અનુભવ છે. ચક્રવર્તીએ વડોદરા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં કલેક્ટર તરીકે કામ કર્યું છે. ગાંધીનગરમાં તેમણે નાણા, ગૃહ, આદિવાસી વિકાસ અને શ્રમ વિભાગમાં કામ કર્યું છે. તેમણે ગુજરાતમાં નાણા વિભાગમાં આર્થિક બાબતોના મુખ્ય સચિવ તરીકે પણ કામ કર્યું છે.

એ. કે. લુક બહાર લાવ્યા

એ. કે. લુક દ્વારા કેટલીક વિગતો બહાર લાવવામાં આવી હતી. 2012માં અમદાવાદમાં જીએસએફસીએ ત્યાંની એક કંપની ખરીદી તેના પ્રોજેક્ટના સંદર્ભમાં કેટલાંક અધિકારીઓ કેનેડા ગયા હતા.
પ્રોજેક્ટ સાથે કામ કરતા અધિકારી સંજીવ વર્મા બધું જાણે છે.

ગુજરાતના 3 અધિકારીઓ

જીએસએફસીના ત્રણ અધિકારીઓને કર્નાલિટીના ડિરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે. એવું પણ દેખાય છે કે જીએસએફસી આ પ્રોજેક્ટને 700 મિલિયન ડોલરમાં વધુ બેકઅપ ફાઇનાન્સ આપવાની યોજના બનાવી રહી હતું. વધું રોકાણ થવાનું હતું.

કૌભાંડ અંગે કોઈ જવાબ નહીં

જીએસએફસીએ ઘણાં લોકોના ઇ-મેલ્સના જવાબ આપ્યા નથી. તે પૈસાથી કોને ફાયદો થયો. વ્યક્તિગત હિત કોનું છે. વર્તમાન મેનેજમેન્ટ અને બોર્ડ સભ્યો કેમ મૌન છે. શું GSFCમાં ઓડિટ થતું નથી? આટલા વર્ષ કોણે ઓડિટ કર્યુ ? કંપનીનાં મેનેજમેન્ટ દ્વારા આટલા લાંબા સમયમાં કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નહી? અને અંતે હવે આ પૈસાનું શું ? પૈસા પાછા આવશે કે ડુબી જ ગયા ?