ગાંધીનગર, 24 નવેમ્બર 2020
ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિની અટકાયત કરીને તેને ગેરકાયદેસર રીતે માર મારવામાં આવ્યો હોવાના કિસ્સાઓ સમગ્ર દેશમાં સૌથી વધું છે.
2006માં એક સગીર યુવકને માર મારવાના કેસમાં જૂનાગઢના કેશોદના DySP જે.બી ગઢવીને દેવગઢ બારીયા કોર્ટના જજ એ.જે. વાસુ દ્વારા 2 વર્ષની સજા અને 10 હજારનો દંડ નવેમ્બર 2020માં ફટમારવામાં આવી છે. જે.બી ગઢવી વર્ષ 2006માં દેવગઢ બારીયામાં PSI હતા. ભાજપની સરકારે તેમને પ્રમોશન આપીને DySP બનાવી દીધા હતા. 13 વર્ષ પછી યુવકને ન્યાય મળ્યો છે.
2019માં ગુજરાતમાં આ રીતે કુલ 210 અધિકારીઓની ધરપકડ કરવામાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. 2019માં તામિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં 11 અને ગુજરાતમાં 10 મૃત્યુ થયાં હતાં. ગુજરાતે 14 પોલીસ અધિકારીઓ ધરકપડ કરી છે. 10 મૃત્યુ માટે, ચાર કેસોમાં ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. ફક્ત ત્રણ ફોજદારી કેસ દાખલ થયા હતા. તેમાંથી બેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 53 લોકો પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયા હતા જેમાં 37 પોલીસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આમ ગુજરાત પોલીસ ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના સમયમાં બેફામ બની છે.
કેટલીક વાર તો કસ્ટડીમાં પોલીસના માર મારવાના કારણે આરોપીનું મોત થયું હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો કેટલીક વાર ગુનામાં પકડાયેલા વ્યક્તિ પાસેથી લાંચની માગણી કરવામાં આવી હોવાના અને તે વ્યક્તિ લાંચ ન આપે તો પોલીસ દ્વારા તેને ઢોરમાર મરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આરોપી કે, કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે માર મારતા પોલીસકર્મીઓ આ કિસ્સા પર કઈ શીખ મેળશે.