ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે.
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના દીકરાની વહુને ટિકિટ આપવામાં આવી છે. એટલે એમનો મારી સાથે પુત્ર-પુત્રીના કે, અન્ય કોઈ સંબંધ નથી. અંદરો અંદર ઘણા બધા સંબંધી હોય છે.
ભાજપે ક્રાઈટેરિયા અને ગાઈડલાઈન બનાવી છે, કે, 3 ટર્મ થઈ ગઈ હોય તેવા ઉમેદવારને ટિકીટ આપવાની નથી. તેની સાથે સાથે 60 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય તેવાને પણ ટિકિટ નથી આપવાની. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના સંબંધીઓને પણ ટિકિટ નથી આપવાની.
આ ક્રાઈટેરિયાની સાથે મારી પાર્ટી પણ ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને પાર્ટી અડગ છે. સાથે મને પણ ગર્વ છે કે હું આ નિર્ણયને આવકારું છું. પાર્ટી એ મને ત્રણ-ત્રણ વખત ચૂંટણી લડીને જીતવાનો મોકો આપ્યો હતો. ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી હતી. સાથે જ મને પાર્ટીએ નાની મોટી જવાબદારી આપી હતી. છેલ્લા અઢી વર્ષ દરમિયાન મને મેયર તરીકેની જવાબદારી આપી હતી. પહેલા બિજલની કોઈ ઓળખ ન હતી આ બધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓળખ મને મળી છે.
એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું અને મારા મોવડી મંડળનો આભાર માનું છું કે, મને આ હોદ્દા પર લાવીને શહેરના લોકોની સેવા કરવાનો મોકો આપ્યો. આજે હું મને ટિકિટ નથી આપી એ વાતને હું સમર્થન નથી આપતી પરંતુ હજુ પણ પાલડી વોર્ડના 4 ઉમેદવારોને જીતાડવાની જવાબદારી અને 48 વોર્ડના 192 ઉમેદવાર છે તેને ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય પણ જરૂર લાગશે તો તેમની તમામ જવાબદારી અને આનાથી આગળ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંય પણ પાર્ટી મારો ઉપયોગ કરવા માગે અને મને જે પણ જવાબદારી આપશે તેઓ નિભાવવા માટે કટિબદ્ધ છું.