ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા એટલી કરી હોઈ શકે છે. પણ તેમની પસંદગીનું ખરું કારણ તો સી આર પાટીલ સારા મેનેજર છે. તે દરેક ચીજને સારી રીતે મેનેજ કરી શકે છે. ભાજપને આજે મત અપાવનાર કરતાં મતને મેનેજ કરી શકે એવી માણસની જરૂર છે. મત તો મોદીના નામે મળે છે પણ ગુજરાતમાં ભાજપને સારી રીતે મેનેજ કરી શકે એવા માણસની મોદીને જરૂર છે. તેમાં 100 ટકા ખરી કસોટીમાં ખરા ઉતરે એવા પાટીલ છે. મોદીની સમામ ખ્વાહીશ પાટીલે પૂરી કરી છે. તેથી જ તેની પસંદની થઈ છે.
પક્ષના નેતાઓ સાથે બેઠક સરકારી અતિથિ ગૃહમાં
પોતે સારા મેનેજર છે એ સિદ્ધ કરવા માટે પ્રમુખ બનતાની સાથે જ તેમણે પક્ષ કરતાં સરકારને મેનેજ કરવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે પહેલા કોબા ખાતેના કાર્યાલયમાં બેઠક થતી હતી. હવે તે સ્થળ બદલાઈને ગાંધીનગરનું સર્કિટ હાઉસ થઈ ગયું છે. ત્યાં બધી બેઠકો થઈ રહી છે. ત્યાં જ પક્ષના જિલ્લા પ્રભારીઓ અને પક્ષના નેતાઓ સાથે બેઠક થાય છે. સરકારે શું કરવું અને શું ન કરવું તે હવે પાટીલ નકકી કરવા લાગ્યા છે. તેથી હવે રૂપાણીની ગતિ તેજ થઈ છે.
દિલ્હીનું લેશન કે પછી કોરી સ્ટેલમાં લખાણ
પાટીલ એક પછી એક ભાજપના નેતાઓને સામસામે મળી રહ્યાં છે. પણ હવે રૂપાણીના પ્રધાનોને પણ ચાર આંખોથી મળી રહ્યા છે. તેમની સાથે શું ચર્ચા કરે છે તે કોઈને ખબર નથી. પણ સંગઠનમાં તો તેઓ બેઠકો કરી રહ્યાં છે. પણ સરકારમાં શું ચાલી રહ્યું છે અને શું કરવું જોઈએ તે અંગે તેઓ પ્રધાનો સાથે બેઠકો કરી રહ્યાં છે. આ જે કંઈ થઈ રહ્યું છે તે દિલ્હી સલ્તનત એવા મોદીની મંજૂરીથી જ થઈ રહ્યું છે. કારણ કે તેમણે દિલ્હીથી આવતાની સાથે જ જાહેરમાં કહ્યું હતું કે દિલ્હીથી મને એટલું બધું લેશન આપી દેવામાં આવ્યું છે કે તે પરું કરતાં જ 6 મહિના થઈ જશે.
મોદીને નામે પાટીલનું રાજ
આમેય પાટીલની એક વાત સુરતના તમામ લોકો સારી રીતે જાણે છે કે, પાટીલ હેંમશ મોદીનો હવાલો આપીને જ સુરતના ઉદ્યોગપતિઓથી લઈને કાર્યકરો સાથે વાત કરતાં રહ્યાં છે. સુરતમાં વર્ષોથી તેઓ આ પદ્ધતિથી કામ કરે છે. લોકો એવું સમજે છે કે તે જે કંઈ કરે છે તે મોદીની સૂચનાથી જ કરે છે. ભલે પછી તેની મોદીને કોઈ જાણ ન હોય. હવે સરકારમાં ચંચુપાત પાટીલે શરૂ કર્યો છે. જે વિજય રૂપાણી માટે આફત નોતરી શકે છે. રૂપાણીની સાથીઓ પર આફત આવી શકે છે. પહેલાં તો અંજલી તાઈને કહી દેવામાં આવ્યું છે કે તે સરકાર અને સરકારી તંત્રથી દૂર રહે. સરકાર તેઓ ન ચલાવે તે અમદાવાદના કલેક્ટરની બદલીની તેમ તેઓ સરકારી તંત્ર પર કાબુ ન કરે. તાઈને હવે સાઈડ લાઈન કરી દેવાયા છે.
રૂપાણીને તબાહ કોણ કરશે
જોકે રૂપાણીની આસપાસનું વર્તુળ તેને તબાહ કરી રહ્યું છે. રાજકોટમાં ગલીએ-ગલીએ કામ કરાવી આપનારાઓ સગા કે દલાલો ફૂટી નિકળ્યા છે. જે રૂપાણીને તબાહ કરી રહ્યાં છે. રૂપાણી પહેલા નાની નાની વાત અંગે દિલ્હીથી આદેશો લેતા હતા. કૈલાસ નાથન કહે એટલું તેમને કરવું પડતું હતું. હવે પાટીલે સરકાર પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે. પાટીલ પ્રમુખ બનતાની સાથે જ રૂપાણીએ સુરત, નવસારી અને દક્ષિણ ગુજરાતને કરોડોના પ્રોજેક્ટોની જાહેરાત કરી છે.
રૂપાણી નહીં તન્મય મહેતા પાટીલને પૂરા ઓળખે છે
આ પછી રૂપાણી કડક થયા છે. તેઓ કડકાઈથી આદેશો આપવા લાગ્યા છે. પહેલા જેવા રૂપાણી રહ્યાં નથી તેઓ હવે પરીપક્વ રૂપાણી થઈ ગયા છે. તેઓ મુખ્ય પ્રધાન હોવા છતાં તેમને પૂછવામાં આવ્યું ન હતું કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ બનવા જોઈએ. અમિત શાહને પણ ખબર પડવા દેવામાં આવી ન હતી કે ચંદ્રકાંત પાટીલ ગુજરાતના પ્રમુખ બનશે. એક માત્ર તન્મય મહેતાને જાણ હતી. 1985થી મોદીના અંગત વિશ્વાસુ એવા અંગત મદદનીશ તન્મય મહેતા પાટીલના દિલ્હીના નિવાસ સ્થાને રહેતાં આવ્યા છે.
ગુજરાત સરકાર પર સંઘનું પ્રભુત્વ હવે સ્થપાઈ રહ્યું છે. પાટીલે સ્વતંત્ર દિવસની ઉજવણી સંઘની કાળી ટોપી પહેરીને કરી હતી. જે ઘણું કહી જાય છે.