ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો રૂપાણી ભૂલકણાં થઈ ગયા છે કાંતો ટીવીમાં આખો દિવસ પ્રસિધ્ધ લેવા માટે આવું મૂર્ખામી ભર્યું નાટક કરી રહ્યા છે.
11 નવેમ્બર 2019માં કરેલી જાહેરાત
ભાવનગરના નવા બંદર ખાતે લિકવિડ-કન્ટેનર ટર્મિનલ બનશે, પ્રથમ ચરણમાં રૂપિયા 1300 કરોડ અને દ્વિતિય ચરણમાં 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંગે લંડનની કંપનીએ મંજૂરી પણ આપી દીધી છે.
વાર્ષિક 60 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે, યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવતી કંપની ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા ભાવનગર પોર્ટ નજીક નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાતની 2019ની આવૃત્તિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેના કરાર કર્યા હતા. પ્રસ્તાવિત પોર્ટ ટર્મિનલથી વાર્ષિક 60 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે 31 લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. જે ઇતિહાસમાં સૌથી વધુ હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે.
નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે,
ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રિટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલિંગ ચાલુ રહેશે. નોર્થ ક્વેનું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનું લંડનની કંપની દ્વારા નવિનીકરણ કરવામાં આવશે, બેસિનમાં 10 મીટરનો ડ્રાફ્ટ મળી રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રેજીંગ કરવામાં આવશે, ભાવનગર બંદરથી એન્કરેજ પોઇન્ટ સુધીની ચેનલ વધુ પહોળી અને ઉંડી બનાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે.
15 સપ્ટેમ્બર 2020ની રૂપાણીની જાહેરાત
ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા આપેલી મંજૂરી આપી હતી.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપશે.
પ્રથમ તબક્કામાં રૂ.1300 કરોડનું મૂડીરોકાણ થશે.
પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેકટમાં થશે.
રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ તરીકે ભાવનગરમાં આકાર પામશે – આ CNG ટર્મિનલ પર પ્રતિ વર્ષ 15 લાખ ટન CNG વિદેશથી આયાત થશે.
પ્રતિ વર્ષ 45 લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન છે.
ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલીયન મેટ્રિક ટન થશે.
ગુજરાતે LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ છે.