પ્રો. હેમંતકુમાર શાહ
ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી
જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
હવે બીજો ગંભીર મુદ્દો
1 બંધારણની કલમ-267-2 મુજબ ‘ગુજરાત આકસ્મિકતા નિધિ’ની રચના કરવાની હોય. ગુજરાતમાં 1960માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.
2 આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.
3 ગુજરાત સરકાર છેલ્લાં 20 વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!
4 પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.
5 ચાલુ વર્ષના રૂ.2.03 લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! 2020-21ના રૂ.2.14 લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!
6 સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ ?
7 જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ રૂ.2.03 લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ રૂ. 4000 કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.
8 ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.