लीथियम-आयन बैटरी में गुजरात पहले या बेंगलुरु? उठ रहा विवाद, Gujarat first or Bengaluru in lithium-ion battery? rising controversy
દિલીપ પટેલ
ગાંધીનગર, 3 જૂન 2023
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે ભારતમાં લિથિયમ-આયન બેટરીમાં ગુજરાત પ્રથમ પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં હશે. ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે. એવો દાવો ગુજરાત સરકારે કર્યો છે. પણ હકીકત અલગ છે.
ગુજરાતમાં આજ સુધીમાં આ પાંચમો પ્લાંટ સ્થાપવાની જાહેરાત કરાઈ છે. પ્રાંતિજમાં તો ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. ટાટાએ ધોરેલામાં પ્લાંટ સ્થાપવાની જાહેરાત કરી તેને વર્ષો થઈ ગયા. હવે ફરીથી જાહેરાત કરી છે. આવા પ્લાંટના કોઈ ઠેકાણા નથી. ત્યાં નવી જાહેરાત કરી છે.
ગુજરાત આ ક્ષેત્રે પ્રથમ નથી કારણ કે 21 એપ્રિલ 2023માં ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરીનું ઉત્પાદન કરતી લોગ9 કંપનીના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર પંકજ શર્માએ જાહેર કર્યું હતું કે તેણે ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત લિથિયમ-આયન બેટરી કોશિકાઓ વ્યાવસાયિક રીતે લોન્ચ કરી છે, જે બેંગલુરુમાં બનાવવામાં આવશે.
લોગ9 કંપનીના અક્ષય સિંઘલ, કાર્તિક હજેલા અને શર્મા દ્વારા 2015 માં સ્થપાયેલ, Log9એ બેટરી ટેકનોલોજી સંબંધિત 80 થી વધુ પેટન્ટ ફાઇલ કર્યા છે.
કાશ્મીરમાં વિશ્વમાં 7માં નંબરે 5.9 મિલિયન ટન લિથિયમના ભંડાર મળ્યા બાદ ગુજરાતમાં આ 5મીન ફેક્ટરી લગાવવામાં આવી રહી હોવાની માહિતી જાહેર થઈ છે.
પહેલો કરાર
12 જૂલાઈ 2019માં જાહેર કરાયું હતું કે રૂ.1.7 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં રશિયા અને ટાટા કરશે. જેમાં ગુજરાતના ધોલેરામાં રૂ.4000 કરોડનું રોકાણ કરશે. લિથિયમ-આયન બેટરી બનાવવાનો પ્લાન્ટ નાંખશે. રેડી પઝેશન અને ટાઈટલ ક્લિયર પ્રોપર્ટી 126 એકર જમીન ખરીદી લીધી છે. ઉત્પાદનની કેપેસિટી 10 ગિગા વૉટ્સ જેટલી હશે. 50 ગિગાવૉટ સુધી કેપેસિટી ધરાવતી બેટરી માટે પણ ઈન્સેન્ટિવ આપવામાં આવી શકે છે.
બીજો કરાર
2 સપ્ટેમ્બર 2019માં જાપાનની સુઝુકી મોટર અને તોશીબાએ જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં તેમની લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ જોઈન્ટ વેન્ચર વર્ષ 2020 થી મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે. કેનિચિ આયુકાવા મેનેજિંગ ડિરેક્ટર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના સીઇઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડિયા જાપાન બિઝનેસ એન્ડ ટૂરિઝમ કોનક્લેવમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સુઝુકી, તોશીબા અને ડેન્સો વચ્ચેનો લિથિયમ આયન બેટરીનો સંયુક્ત પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે અને 2020 માં તેની કામગીરી શરૂ કરશે.
ત્રીજો કરાર
15 ઓક્ટોબર 2019મુખ્યમંત્રી વિજય રૂપાણીનીએ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ.4930 કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ કરાર પર AEPPLના મેનેજીંગ ડિરેકટર ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્રસચિવ તથા મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે. દાસ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા.
આ કરારનું શું થયું તેવો જવાબ આપ્યો નથી.
ચોથો પ્લાંટ ચાલુ
7 મે 2022માં નેક્સચાર્જ, ભારતની એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્વિટ્ઝર્લૅન્ડની લેકલાન્ચ SA વચ્ચેના સંયુક્ત સાહસે ગુજરાતના પ્રાંતિજમાં રૂ.250 કરોડનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. કંપનીનો નવો પ્લાન્ટ સંપૂર્ણપણે ઓટોમેટિક અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. આ પ્લાન્ટ 6,10,098 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. નેક્સચાર્જે આ પ્લાન્ટમાં લિથિયમ-આયન બેટરી પેકનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે લિથિયમ-આયન બેટરી પેક ઉત્પાદન માટે આ ભારતનો સૌથી મોટો પ્લાન્ટ છે. પ્લાન્ટમાં 1.5 GWhની સ્થાપિત ક્ષમતા સાથે છ સંપૂર્ણ સ્વયંસંચાલિત એસેમ્બલી લાઇન અને પરીક્ષણ પ્રયોગશાળાઓ છે. પ્રોડક્ટ લાઇન વિશાળ છે. હવે આપણે 3V થી 1000V બેટરી પેક બનાવી શકીએ છીએ જેમાં 10 cm થી 2 m ની સાઇઝ હોય છે. અમારું ઉત્પાદન સેટઅપ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.
બેટરીના ઉત્પાદન માટે ગુજરાત અને જાપાનની ઓટોમોટીવ ઇલેટ્રોનીકસ પાવર વચ્ચે કરાર
લિથિયમના ભંડાર
વિશ્વનો બીજો સૌથી મોટો લિથિયમ ભંડાર ભારતમાં કાશ્મીરમાં મળી આવ્યો છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) એ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લગભગ 5.9 મિલિયન ટનના લિથિયમ ભંડારની શોધ કરી છે. આનાથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને અન્ય ચાર્જિંગ ઉપકરણોમાં વપરાતી લિથિયમ-આયન બેટરીના મુખ્ય ઘટક લિથિયમની અછતને દૂર કરવામાં મદદ મળશે. ભારત પાસે હવે વૈશ્વિક સ્તરે લિથિયમનો સાતમો સૌથી મોટો સ્ત્રોત છે.
ધાતુના મોટા ભંડાર યુએસ, ઓસ્ટ્રેલિયા, ચિલી, ચીન, આર્જેન્ટિના અને બોલિવિયામાં સ્થિત છે.
લિથિયમ નામ ગ્રીક શબ્દ ‘લિથોસ’ પરથી આવ્યું છે. તેનો અર્થ ‘પથ્થર’ થાય છે. તે નોન-ફેરસ મેટલ છે. મોબાઈલ-લેપટોપ, વાહનો સહિત તમામ પ્રકારની ચાર્જેબલ બેટરી બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તે મૂડ સ્વિંગ અને બાયપોલર ડિસઓર્ડર જેવા રોગોની સારવારમાં પણ મદદરૂપ છે.
લિથિયમ બેટરીઓ અન્ય બેટરીઓ કરતા ઘણી નાની હોય છે, રિચાર્જેબલ હોવાથી, આયુષ્ય પણ લાંબુ છે. 600 કિગ્રા લિથિયમ-આયન બેટરીઅને 4000 કિગ્રા લીડ-એસિડ બેટરીની સમાન ક્ષમતા છે.
વર્ષ 2020 થી, ભારત લિથિયમની આયાતના સંદર્ભમાં વિશ્વમાં ચોથા નંબર પર છે. ભારત તેની લગભગ 80% લિથિયમ-આયન બેટરી ચીનમાંથી મેળવે છે. ભારત આર્જેન્ટિના, ચિલી, ઓસ્ટ્રેલિયા અને બોલિવિયા જેવા લિથિયમ સમૃદ્ધ દેશોનો હિસ્સો ખરીદવા પર કામ કરી રહ્યું છે. દેશમાં જ લિથિયમ મળવાથી બેટરી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે.
આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ભારત ચીન પર નિર્ભર છે. કેન્દ્ર સરકારે EV બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. 18,000 કરોડની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી હતી. ઓલા ઇલેક્ટ્રિક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રાજેશ એક્સપોર્ટ્સ જેવી કંપનીઓએ પ્રોત્સાહનો મેળવવા માટે કરારો કર્યા હતા. હવે ટાટા મેદાને પડ્યું છે. પણ Log9 કંપની સેલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્સેન્ટિવ સ્કીમનો ઉપયોગ કરવા માગતી નથી.
સામાન્ય રીતે, ઓટોમેકર્સ ચીન અથવા દક્ષિણ કોરિયામાંથી બેટરી સેલ આયાત કરે છે. રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
2030 સુધીમાં દેશમાં 50 ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા 100 ટકા ઇલેક્ટ્રીક વાહનો દોડતા થશે. ગુજરાતે આ ગીગા ફેક્ટરીથી નવી દિશા આપી છે.
13 હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે 20 Gwhની ઉત્પાદન ક્ષમતા હશે. પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને 13 હજારને નોકરી મળશે.
રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ વપરાશ ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવશે.
ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે વધશે.
Log9 કંપનીનો દાવો
Log9 પાસે 50 MWh બેટરી ઉત્પન્ન કરવાની પ્રારંભિક ક્ષમતા હશે, જે 25,000 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને પાવર પુરો પાડી શકશે. કંપની $5 મિલિયનનું રોકાણ કર્યું છે. Log9 એ EV માં સ્વદેશી બનાવટની બેટરી રજૂ કરનાર ભારતમાં સૌપ્રથમ છે. વર્તમાન ક્વાર્ટરમાં થવાની સંભાવના છે.
કંપનીએ અમરા રાજા બેટરીઝ અને પેટ્રોનાસ વેન્ચર્સ પાસેથી $45 મિલિયન એકત્ર કર્યા હતા. ઈકોનોમિક્સ ટાઈમ્સે 23 જાન્યુઆરીએ અહેવાલ આપ્યો હતો. અમરા રાજા બેટરી પાસે લોગ9ની સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બેટરીનું મોટા પાયે ઉત્પાદન કરશે.
Log9 બેટરી સેલ અલગથી વેચશે નહીં, પરંતુ તેના કોર બેટરી પેક બિઝનેસમાં આઉટપુટ ફીડ કરશે. Log9 એ FY23માં રૂ. 100 કરોડની આવક કરી હતી, જે એક વર્ષ અગાઉ કરતાં ચાર ગણી વધારે છે. Hero Electric માં ઇન્સ્ટોલ કરે છે. કંપનીએ એવા ગ્રાહકો વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે જેઓ કંપનીના સ્થાનિક રીતે બનાવેલા સેલનો ઉપયોગ કરશે. કોષો ભારતમાં જમીન ઉપરથી ભારત માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે; ભારતીય ઓપરેટિંગ પરિસ્થિતિઓ, આબોહવા અને ગ્રાહકો માટે યોગ્ય છે.
ઈ વાહનના અન્ય સમાચારો વાંચો
સુઝુકી મોટર્સ ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરીનો પ્લાન્ટ શરૂ કરશે
https://allgujaratnews.in/gj/e-vehicles-on-roads-but-much-awaited-subsidy-policy-still-missing/