ગાંધીનગર, 10 એપ્રિલ 2020
રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે.
અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને સાચા લાભાર્થીઓને અનાજ મળી રહે તેનું ધ્યાન રાખશે.
દુકાનધારકે વિતરણ વ્યવસ્થાનું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
અનાજ વિતરણ વ્યવસ્થા 5 દિવસ એટલે કે 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે.
કાર્ડના છેલ્લા અંક-આંકડા નંબર 1 અને 2 છે તે 13 એપ્રિલ 2020 રહેશે. 3 અને 4 આંકડા માટે 14 એપ્રિલ, 5 અને 6 માટે 15 એપ્રિલ છે. 7 અને 8 છેલ્લો અંક માટે 16 તારીખ અને 9 અને 0 માટે 17 એપ્રિલે અનાજ મળશે.
5 દિવસ દરમ્યાન કોઈ અનાજ લઈ શક્યું ન હોત તેમને માટે 18 એપ્રિલ રાખી છે.