ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે.
ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત એ નવીન તકોની ભૂમિ છે. ભારતના કુલ IEMના ૫૧ ટકા રોકાણ એક માત્ર ગુજરાતમાં થયું છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિ અને ઝડપી નિર્ણયોના પરિણામે દેશનું ૩૧ ટકા ફાર્મા ઉત્પાદન તેમજ ર૧ ટકા નિકાસ ગુજરાતમાંથી થાય છે. લોજીસ્ટીકમાં ગુજરાત અગ્રેસર છે.
જે અગાઉ 45 ટકા સુધી હતું.
મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી ઇન્ડીયા ફાર્મા એન્ડ ઇન્ડીયા મેડીકલ ડિવાઇસ-૨૦૨૦ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઇઝર મંત્રાલયના ઉપક્રમે FICCI ના સહયોગથી આ ત્રિદિવસીય પાંચમી આંતરરાષ્ટ્રિય પરિષદનો પ્રારંભ થયો હતો.
ગુજરાતમાં તાજેતરમાં જ બે ડેડીકેટેડ પાર્ક ફાર્માસ્યુટિકલ-મેડીકલ ડિવાઇસ સેકટર માટે મંજૂર કર્યા છે.
ફાર્માસ્યુટિકલ સેકટરનો વિકાસ થયો છે. આ ક્ષેત્ર અંદાજે ૮પ હજાર લોકોને રોજગાર મળે છે. આ અવસરે ફાર્માસ્યુટિકલ એન્ડ મેડીકલ ડિવાઇસીસ ઇન્ડસ્ટ્રી પરના સંશોધન પેપરનું અને મેડીકલ ડિવાઇસીસ ગ્લોબલ એકસપોર્ટ-ઇમ્પોર્ટ રિપોર્ટ-ર૦૧૯નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
ભારત આજે જેનેરીક દવા ક્ષેત્રે સૌથી મોટો સપ્લાયર દેશ બન્યો છે. સમગ્ર ભારતમાં ૬૨૦૦ થી વધુ ગુણવત્તાયુક્ત અને સસ્તી દવા ઉપલબ્ધ કરાવતા જેનરીક સ્ટોર્સ કાર્યરત છે. ભારત આ ક્ષેત્રે વિશ્વમાં નેતૃત્વ લઇ રહ્યું છે. ભારતમાં તબીબી ઉપકરણ ઉદ્યોગનું મૂલ્ય ૫.૨ બિલિયન યુ.એસ. ડોલર આંકવામાં આવે છે. જે ભારતમાં સ્વાસ્થ્ય સંભાળ ઉદ્યોગમાં ૯૬.૭ બિલિયન યુ.એસ. ડોલરના મૂલ્ય સાથે ૪ થી ૫ ટકાનું યોગદાન આપે છે
ગુજરાતમાં આવેલી NIPER જેવી ફાર્મા ક્ષેત્રની સંસ્થાઓ ઇનોવેશનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહી છે.
કોરોના વાયરસ જેવા રોગ સામે લડવા ભારત સંપૂર્ણ સજ્જ છે. ત્રણ માસ સુધી ચાલે તેટલી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે. હિન્દુસ્તાન ૧૨ ટકાના ગ્રોથ સાથે ફાર્મા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.
રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટીકલ્સ વિભાગના સંયુકત સચિવ શ્રી નવદીપ રીનવાએ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું હતું કે, આ પાંચમી ભારતીય ફાર્મા અને ભારતીય તબીબી ઉપકરણ ર૦ર૦ પરિષદ અને પ્રદર્શનના આયોજનનો મુખ્ય હેતુ મેડીકલ ઇલેકટ્રોનિકસ ઉપકરણો, સ્વાસ્થ્ય નિદાન, હોસ્પિટલો અને સર્જીકલ ઉપકરણોના ગ્રાહક કેન્દ્રી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.
FICCIના ચેરમેન શ્રી બદ્રી આયંગરે તેમજ ઝાયડસ કેડીલાના ચેરમેનશ્રી પંકજ પટેલે, આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. FICCIના મહામંત્રી શ્રી દિલીપ ચિનોય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ વૈશ્વિક કક્ષાની ત્રિદિવસીય પરિષદના ઉદ્દઘાટન સત્રમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ર્ડા. જયંતિ રવિ, નેશનલ ફાર્મા ઓથોરિટીના ચેરપર્સન શ્રી શુભ્રા સિંઘ, ટોરેન્ટ ફાર્મા.ના વડા શ્રી સુધીર મહેતા, ઉચ્ચ અધિકારીઓ સહિત ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, બાયોટેકનોલોજી પ્રોફેશનલ્સ, તજજ્ઞો, વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને ફાર્મા ક્ષેત્રના વિકાસ માટે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.