ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના માણસની હત્યા કરવા કારથી હુમલો

અમદાવાદ, 10 જૂન 2020

ગુજરાત રાજ્યમાં જન જીવન સામાન્ય બનતા જ ફરી એકવાર ક્રાઈમની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી રહી છે. લૂંટફાટ, તસ્કરી, બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદના હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ પટેલ રામોલ વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી હતાં તેમની પત્ની પારુલબેન પટેલ પૂર્વ કોર્પોરેટર છે. પતિ અનિલ પટેલ પર આ જીવલેણ હુમલો થયો હતો, બચી ગયા છે.

અનીલ પટેલ અહીં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના માટે કામ કરે છે. કેટલાક માથાભારે તત્વોએ પૂર્વ કોર્પોરેટર પારુલ બહેન પટેલના પતિ પર ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા લોકોએ હત્યાની કોશિશ કરી છે.

8મીએ રાત્રિના સમયે બુટલેગર દ્વારા કાર ચઢાવવાની કોશિશ થી હતી. હુમલો શા માટે અને કેમ કરવામાં આવ્યો તે બહાર આવ્યું નથી. ભાજપના કાર્યકર્તા અનિલ પટેલ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાની સાથે કામ કરે છે. તેઓ પોતાના વિસ્તારમાં ઘણા સક્રિય છે. તેમને પોતાના વિસ્તારમાં ભાજપનો પાયો નાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી

8 જૂનના રોજ અનિલભાઈની પત્નીને પેટમાં દુખાવો થતાં તે અને તેમના પડોશી બ્રિજેશ પરમાર રાત્રે 10 વાગે મેડિકલમાં દવા લેવા માટે ચાલતા નીકળ્યા હતા. સેક્ટર 4 પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી કારએ ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈ ગયા હતા. અનિલભાઈ ખસી જતા બચી ગયા હતા.

કાર બારેજડી ખાતે રહેતા બુટલેગર શીતલ રાજપૂત ચલાવતો હતો. આમ વ્યાજનો ધંધો કરતા શિતલને એક યુવકને પરેશાન કરતો હોવાથી અનીલ પટેલે ઠપકો આપ્યો હતો. તેની અદાવત કે પછી અન્ય કારણે તેના પર હુમલો કર્યો હતો. વિવેકાનંદનગર પોલીસસ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ગૃહ રાઝ્ય પ્રધાન પ્રદીપ જાડેજાની પોલીસની ઢીલી નીતિ તથા કરોડોના હપ્તાના કારણે બુટલેગરો બેફામ બન્યા છે.