ગુજરાતના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.
રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1.50 કરોડની એમ.એલ.એ.લેડ ગ્રાન્ટ 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વપરાશે એવું મુખ્યમંત્રીઓની કોર કમિટિમાં લેવાયેલા નિર્ણયને મંત્રીમંડળનું અનુમોદન આપવામાં આવ્યું છે.
દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરેલો છે.
રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને જરૂરતમંદ વ્યકિતઓને અત્યાર સુધીમાં 65.35 લાખ ફૂડપેકેટસ વિતરણ કરવામાં આવ્યા છે તેની પણ માહિતી આપી હતી.