કેરાલાની તકનીક કૌંડિન્યા બનાવાયું, ગુજરાત પાસે 5 હજાર વર્ષ પહેલાંનું જ્ઞાન

ગુજરાત પાસે 5 હજાર વર્ષથી જહાજ બનાવવાની તકનિક Gujarat possesses 5,000-year shipbuilding technology, govt. using Kerala’s technology

કેરાલાની તકનીકનો ઉપયોગ કરીને જહાજ બનાવાયું

અમદાવાદ, 30 ડિસેમ્બર 2025
ભારતની 2 હજાર વર્ષ પ્રાચીન તકનીકનો ઉપયોગ કરીને નૌકાદળનું જહાજ INSB કૌંડિન્યા બનાવાયું છે. ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કતની પહેલી સફર 1,400 કિલોમીટર (750 નોટિકલ માઇલ)નો 29 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરી હતી. જેનું નામ નાવિક ‘કૌંડિન્યા’ ના નામ પરથી  આપવામાં આવ્યું છે. પ્રાચીન કાલનો એક ઋષિનો અર્થ પણ થાય છે.
ગુજરાત પાસે તો 5 હજાર વર્ષ પહેલાથી જહાજ બનાવવાનું જ્ઞાન હતું. ગુજરાતના બંદરોએથી 5 હજાર વર્ષ પહેલાં વેપાર થતો હતો. પણ એ જ્ઞાનનો ઉપયોગ કરાયો નથી પણ કેરાલાના દોરડાથી બનતાં વહાણની તકનીકનો ઉપયોગ કરાયો છે.

ગુજરાત વહાણ
જહાજ બનાવવાની સૌથી જૂનું જ્ઞાન ગુજરાતનું લોથલ ધરાવતું હતું.
વિશ્વનું સૌથી જૂનું 2500 બીસીઇનું હડપ્પા બંદર લોથલ છે. જ્યાં મોટા વહાણ આવતાં હતા. 5 હજાર વર્ષ પ્રાચીન લોથલ બંદરેથી મેસોપોટેમિયા સાથે વેપાર થતો હતો.
પ્રાચીન ગુજરાતમાં જહાજ નિર્માણ અને બોટ નિર્માણના ઉદ્યોગો સમૃદ્ધ રહ્યા હતા. પ્રાચીન પર્શિયામાં જહાજ નિર્માણ માટે સાગના લાકડાની નિકાસ કરતા હતા. ધક્કામાં ઉત્તર બાજુએથી પાણીના પ્રવેશ તથા દક્ષિણેથી નિર્ગમનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણીની અવરજવર માટે બંને બાજુએ ગાળા રાખવામાં આવ્યા છે.
લાકડાના પાટિયા ગોઠવીને પાણીના નિકાલના માર્ગ બંધ કરી દેવામાં આવતા, જેથી જહાજ માટે જરૂરી પાણીનો જથ્થો જાળવી શકાતો હતો.
શહેરમાં જહાજોને લાંગરવા તથા માલના ચઢાવ-ઉતાર માટે એક ગોદી હતી. હડપ્પા સંસ્કૃતિનાં જહાજ કે મોટી બોટનું તળિયું સપાટ હતું.  તેમને ભરતી દરમિયાન લોથલ સુધી લાવવામાં આવતા. લોથલવાસીઓ ભારતના અન્ય પ્રદેશો સાથે જહાજ માર્ગે વેપાર કરતા.

ગોવાની કંપની
ગોવાની M/s Hodi Innovations કંપનીએ કેરળના કુશળ કારીગરોના નેતૃત્વમાં આ જહાજ બનાવ્યું છે. સમૃદ્ધ દરિયાઈ પરંપરા અને દરિયાઈ વેપારનો પુરાવો છે. ગોવામાં એક કંપનીએ લગભગ 2000 વર્ષ જૂની ‘ટંકા’ પદ્ધતિનો ઉપયોગ કરીને આ જહાજનું નિર્માણ કર્યું છે. કેરળના કુશળ કારીગરો દ્વારા, માસ્ટર શિપરાઈટ બાબુ શંકરનના નેતૃત્વ હેઠળ, સંપૂર્ણપણે પરંપરાગત પદ્ધતિઓ અને કાચા માલનો ઉપયોગ કરીને હાથથી સીવેલા સાંધા બનાવવામાં આવ્યા છે.

આવું જહાજ ભારત સિવાય દુનિયામાં બીજા કોઈ દેશ પાસે નથી. જે સઢમાં પવનથી ચાલે છે, કોઈ બનાવટમાં કોઈ ખીલાનો ઉપયોગ કરાયો નથી. 2000 વર્ષ જૂની ‘ટંકા’ પદ્ધતિનો ઉપયોગ થયો છે. નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાથી બનેલું છે. લાકડાના પાટિયાઓને નાળિયેર-ફાઇબરના દોરડા વડે સીવીને જોડવામાં આવ્યા. જહાજમાં લોખંડના ખીલાનો ઉપયોગ થયો નથી. કુદરતી સામગ્રી અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

કેરળના કારીગરોએ બાંધકામ પર કામ કર્યું. પ્રખ્યાત જહાજ નિર્માતા બાબુ શંકરન દ્વારા બનાવવામાં આવ્યું છે. હજારો સાંધા હાથથી સીવેલા છે. જહાજની કોઈ અગાઉની ડિઝાઇન કે રચના હાલ બચેલી નથી એટલે અજંતાના ચિત્રોનો ઉપયોગ કરીને તેની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2025 માં ગોવાના હોડી શિપયાર્ડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. એન્જિન કે આધુનિક જીપીએસ સિસ્ટમ નથી. તે માત્ર ચોરસ કપાસના સઢ અને પેડલ્સ છે. કંપાસથી દીશા નક્કી કરે છે. સંપૂર્ણપણે પવન ઊર્જાથી ચાલે છે. લાકડાના ભાગો અને પરંપરાગત સ્ટીયરિંગ મિકેનિઝમ્સથી બનેલ આ જહાજ, વિશ્વના કોઈપણ નૌકાદળમાં હાજર કોઈપણ જહાજ કરતાં અલગ અને અનોખું છે.

કાપડના સઢનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંચાલનમાં હલેસાનો ઉપયોગ છે. પ્રથમ પડાવમાં ગુજરાતથી ઓમાન એટલે કે  પ્રવાસ ખેડશે, આ યાત્રા 15 દિવસ ચાલશે અને તેમાં 13 ખલાસીઓ અને 3 અધિકારીઓ રહેશે. નેવી આ જહાજને જૂના દરિયાઈ માર્ગો પર ચલાવશે. અત્યારે આ પ્રકારના જહાજને ચલાવવાનો અનુભવ કોઈ પાસે નથી. જેના કારણે ક્રૂ મેમ્બરોને 6 મહિનાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

65 ફૂટ લાંબુ, 22 ફૂટ પહોળું, 13 ફૂટ ઊંચું અને 50 ટન વજન છે. ભારતના દરિયાઈ વેપારના હજાર વર્ષ જૂના ઇતિહાસને ઉજાગર કરે છે. કેન્દ્ર સરકારે 2023માં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કુશળતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો હતો.

ચોરસ કપાસના સઢ અને સુકાનની જગ્યાએ સ્ટીયરિંગ બોર્ડ છે, જેનો ઉપયોગ સુકાનની શોધ પહેલાં જહાજને નિયંત્રિત કરવા માટે થતો હતો. જહાજના સઢ પર ગાંડાબેરુન્ડા (એક પૌરાણિક પક્ષી) અને સૂર્યની આકૃતિઓ અંકિત છે, જ્યારે તેના ધનુષ્યમાં કોતરેલો સિંહ અને હડપ્પા શૈલીનો પથ્થરનો લંગર તેની પ્રાચીન ઓળખને વધુ મજબૂત બનાવે છે. અજંતા ગુફાઓમાંથી એક ચિત્રથી પ્રેરિત હતું. આ આપણા આધુનિક જહાજ નિર્માણ ઇતિહાસમાં એક દુર્લભ સિદ્ધિ છે.