ઉલટા માર્ગે ચાલતા વાહનોથી મોતમાં ગુજરાત બીજા નંબર પર Gujarat ranks second in deaths due to driving in the wrong side
ગુજરાતમાં ઉંધે માર્ગે અકસ્માતથી 500 લોકો મોતને ભેટે છે
સાચા રસ્તે નહીં ચાલો તો ધરપકડ, દંડ અને સજા
દિલીપ પટેલ
અમદાવાદ, 22 જૂન 2024
ગુજરાતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 184 હેઠળ ગુનો નોંધાશે. દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે. આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે. વાહન ચાલકોએ પોલીસ મથકમાંથી જામીન લેવા પડશે. 2018થી આવી ઝુંબેશ ઘણા સ્થળે ચલાવાય છે, જેનો અહેવાલ જાહેર કરાયો નથી. ભ્રષ્ટાચાર હોવાથી આવી ઝુંબેશનું પરિણામ શૂન્ય છે. ધોરી માર્ગો પર રોંગ સાઈડમાં સૌથી વધારે મોત થઈ રહ્યાં છે. છતાં તે અંગે ગુજરાત પોલીસ નિષ્ક્રિય છે.
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસને 80 ટૂકડીઓ 4 દિવસથી કામે લાગી છે. 500 કેસ કર્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 22 જૂનથી 30 જૂન સુધી 10 દિવસ માટે ઝુંબેશ શરૂ થઈ છે.
ખોટી કે ઉલટી દિશામાં વાહન ચલાવવાના કારણે દેશમાં 8 હજાર લોકોના મોત થાય છે. 2018 માં, આવા અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ યુપીમાં 1,299 થયા હતા. દેશમાં બીજા નંબર પર છે. ગુજરાતમાં વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવાના કારણે વર્ષે 487 મૃત્યુ થયા હતા.
2018 માં, રોંગ સાઇડમાં ડ્રાઇવિંગને કારણે દરરોજ 24 લોકો મૃત્યુ પામ્યા હતા. 4,800 લોકો માર્ગો પર પાર્ક કરેલા વાહનો સાથે અથડામણને કારણે મૃત્યુ પામ્યા હતા. 2018માં રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 2017ની સરખામણીમાં લગભગ 9 ટકા ઓછી હતી.
જાહેર વાહન વ્યવહાર
ગુજરાતના 8 મહાનગરોમાં ભાગ્યે જ એવો કોઈ રોડ હશે જ્યાં આ રીતે વાહન ચાલકો રોંગ સાઈડમાં ન ચાલતા હોય. શટલ રિક્ષા ચાલકો અને ટુ વ્હીલર ચાલકો આમાં મોટો ભાગ ભજવે છે. મેટ્રો ટ્રેન, સિટી બસ, કેબ, રિક્ષા, બીઆરટીએસ જેવી જાહેર વાહન વ્યવસ્થા ટ્રાફિક ઓછો કરવા માટે રૂ. 1 લાખ કરોડના ખર્ચે 8 શહેરોમાં ઉભી કરાઈ છે. છતાં વાહનો અને અકસ્માત વધ્યા છે. મેટ્રો અને બીઆરટીએસ દ્વારા માર્ગોના નાકા બંધ ખવાના કારણે રોંગ સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે 8 મહાનગરોમાં 1500 સ્થળો અને ધોરી માર્ગ પર તેનાથી 3 ગણા રોંગ સાઈડ નાકા ઊભા થયા છે.
વાહનોની વધતી સંખ્યા
ગુજરાતમાં 3 કરોડ 10 લાખ વાહનો છે. 2 કરોડ 15 લાખ ટુ વ્હીલર અને 40 લાખ કાર છે. પાંચ વર્ષમાં 51 લાખ વાહનો વધ્યા હતા. પ્રત્યેક અઢી વ્યક્તિએ એક વાહન છે.
અમદાવાદમાં રોંગ સાઈડ નાકા
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 128 નાકા પર જ્યાં વાહન ચાલકો રોંગ સાઈટમાં વાહન ચલાવે છે. વસ્ત્રાપુરમાં 3, ઘાટલોડિયામાં 3, સોલામાં 4, નવરંગપુરામાં 7, નારણપુરામાં 5, વાડજમાં 6, ગુજરાત યુનિવર્સિટીમાં 3, એલિસબ્રિજમાં 1, સરખેજમાં 5, આનંદનગરમાં 2, સેટેલાઇટમાં 4, પાલડીમાં અને વાસણામાં 6, શાહપુરમાં 5, માધવપુરામાં 5, રાણીપમાં 5, સાબરમતીમાં 1 અને ચાંદખેડામાં 2 તેમજ રિવરફ્રન્ટ ઇસ્ટમાં 4 પોઈન્ટ પર રોંગ ડ્રાઈવ કરાય છે. જેમાં મુખ્ય કારણ બીઆરટીએસ, મેટ્રો રેલ છે.
હાઈવે ઉપર રોંગ સાઈડ ગાડી ચલાવીને, ભયજનક રીતે લેન કટિંગ કરીને, સાચી અને સીધી બાજુ યોગ્ય સ્પીડે આવતા વાહનને અથડાવીને ભાગી જનારની સંખ્યા આપણે ન માની શકીએ એટલી મોટી છે.
ચિંતાનો વિષય એ છે કે ખોટી દિશામાં વાહન ચલાવવાને કારણે પાંચ ટકાથી વધુ મૃત્યુ અને એટલી જ ઇજાઓ થાય છે. કડક પગલાંથી આ અકસ્માતોને રોકી શકાય છે.
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ખોટી દિશામાં વાહન ચલાવવાને કારણે લગભગ 43,000 મૃત્યુ થયા છે. વર્ષ 2021માં 8122 લોકોના મોત થયા છે અને આ કુલ મૃત્યુના 5.3 ટકા છે. 25 હજાર લોકોને ઈજા કે ઘાયલ થયા છે. આ આંકડો કુલ ઘાયલોના 5.3 ટકા છે.
છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો ખોટી દિશામાં વાહન ચલાવવાને કારણે મૃત્યુ પામેલા અને ઘાયલ થવાના બનાવો પાંચથી છ ટકા છે. લોકોની જાગૃતિથી તેને ઘટાડી શકાય છે. જે કાર્યવાહી થઈ રહી છે તે અપૂરતી છે.
10 વર્ષમાં મોત
ગુજરાતમાં પાંચ વર્ષો(2011થી2016)માં કુલ 89,514 માર્ગ અકસ્માત નોંધાયાં જેમાં કુલ 39,112 લોકો મૃત્યુ પામ્યાં હતાં. 10 વર્ષમાં 2 લાખ અકસ્માતોમાં 80 હજાર લોકોના મોત થયા છે. 2 હજાર લોકો ઉંધી દીશામાં વાહનો ચલાવતા મોત થયા અને 10 હજાર અકસ્માતો થયા હોવાનો અંદાજ છે.
ધોરી માર્ગો પર વધુ ખતરો
કલાકના 100 કિલોમીટરની ઝડપ વાળા એક્સપ્રેસ વે અને હાઈવે પર રોંગ સાઈડ વાહન ચલાવવાથી મોત વધી રહ્યાં છે. દર વર્ષે રોંગ સાઈડને કારણે હજારો લોકોના જીવ જાય છે. દેશમાં 5 વર્ષમાં 43000 લોકોએ ગુમાવ્યા જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 6 ટકા લેખે 2500 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વર્ષ 2021માં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 7332 લોકોના મોત થયા છે. 44 ટકા મૃત્યુ રોંગ સાઇડ ડ્રાઇવિંગને કારણે થયા છે.
એટલે જ એક્સપ્રેસ વે અને હાઈવે વિશે એવું કહેવાય છે કે રોંગ સાઈડથી મૃત્યુ થાય છે. સૌરાષ્ટ્રના લોકો હાઇવે પર સૌથી વધારે રોંગ સાઈડ પર વાહનો ચલાવે છે. ગુજરાતમાં આવા એક્સપ્રેસ વે પર કોઈ ચલણ આપવામાં આવતું નથી. જ્યારે દેશના ઘણા એક્સપ્રેસ વે પર વર્ષે 10 હજારથી વધારે ચલણ આપવામાં આવે છે.
પોલીસ ઢીલી
સપ્ટેમ્બર 2018માં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા 128 નાકા પર જ્યાં વાહન ચાલકો રોંગ સાઇડમાં વાહન ચલાવે છે. ત્યાં ટ્રાફિક ડ્રાઈવ કરીને રોંગ સાઈડ પર વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. કલમ 279 અને 183 મુજબ ગુના નોંધવામાં આવ્યા હતા. નિયમ ભંગ કરનારાનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાનું હતું. પણ 6 વર્ષમાં શું કર્યું તેનો હિસાબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આપ્યો નથી.
બે પૈડા અને ત્રણ પૈડાના વાહનોને રૂ.1500 અને ચાર પૈડાના વાહનો માટે રૂ.3000 હજાર દંડ લેવાનો હતો. વાહન પણ જપ્ત કરવાના હતા.
કાયદો સુધારો
MVAA ની કલમ 177 હેઠળ, પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1500 રૂપિયા દંડની જોગવાઈ છે. તેના બદલે, ખતરનાક ડ્રાઇવિંગ માટે MVAA ની કલમ 184 હેઠળના દંડમાં 1000 રૂપિયાનો દંડ અથવા પ્રથમ ગુના માટે 6 મહિનાની કેદ અથવા બંને, ત્યારબાદ 20
00 રૂપિયાનો દંડ અથવા 2 વર્ષ સુધીની જેલનો સમાવેશ થવો જોઈએ.
IPCની કલમ 279 નો ઉપયોગ 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંને માટે પણ થઈ શકે છે. ઉપરાંત, ખોટી રીતે ડ્રાઇવિંગને કારણે મૃત્યુને કલમ 304 ભાગ II હેઠળ દોષિત હત્યા (હત્યાની શ્રેણીમાં નહીં) તરીકે ગણવામાં આવવી જોઈએ, ખોટી રીતે ડ્રાઇવિંગને રોકવા માટે આવા કડક પગલાં લઈ શકાય છે.
દંડ 10 ગણો કરો
ગુરુગ્રામ શહેર ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગના ચલણના દંડમાં 10 ગણો વધારો કર્યો છે. 5,000 રૂપિયાનો દંડ કર્યો છે. અગાઉ આ દંડ 500 રૂપિયા હતો. ગુજરાત પોલીસે પણ રૂ. 10 હજારનો દંડ સીસીટીવી ફૂટેજના આધારે કરવો જોઈએ. સ્થળ પર દંડ લેવાશે તો ભ્રષ્ટાચાર વધશે.
સીસીટીવી
સુરતમાં 20 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું તેમાં મોટાભાગના લગાવી દેવાયા છે. અમદાવાદમાં 2022 અને 2023માં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ 6 હજાર સીસીટીવી કેમેરાની મદદથી 21 લાખથી વધુ ઈ-મેમો અપાયા હતા. દંડ તરીકે 29 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. 8 મહાનગરોમાં 1 લાખ સીસીટીવી નથી. પણ દિલ્હીમાં 3 લાખ સીસીટીવી છે. ગુજરાતના 29 જિલ્લા મથકના શહેરમાં 7 હજાર સીસીટીવી કેમેરા છે. ટ્રાફિક પોલીસને મોટી દંડની રકમ સીસીટીવી કેમેરાના આધારે જ ઈ ચલણથી ઉઘરાવવાની સૂચના આપવી જોઈએ. તો ભ્રષ્ટાચાર ઓછો થાય અને ટ્રાફિક નિયમન થાય. શહેરોમાં 80 ટકા કેમેરા ચાલતા ન હોવાના આરોપ વિધાનસભામાં થયા છે.
લોકો કાયદો પાળે
શોર્ટ કટ કે રસ્તો ટૂંકો કરવા માટે મોટાભાગે રોંગ સાઈડ વાહન ચાલે છે. વળાંક લેવો ન પડે તેથી કટ મારે છે. પરંતુ નિયત દિશામાં જવાથી 5 મિનિટ વધુ લાગી શકે છે પરંતુ અકસ્માતનો ભય રહેશે નહીં.
સમય બચાવવા કે ઉતાવળ કરવા માટે રોંગ સાઇડમાં વાહન વધારે ચાલે છે.
દરેક વાહન પર રિફ્લેક્ટર હોવા જોઈએ.
એક કલાકની મુસાફરીનો 10 મિનિટ વધુ ઉમેરીને અકસ્માતનું જોખમ ઓછું કરવું જોઈએ.
પોલીસ રસ્તા પરનું પાર્કીંગ ઓછું કરે તો અકસમાતો ઘટે છે.
અકસ્માતોનું એકમાત્ર મુખ્ય કારણ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું છે.
પાર્કીંગથી મોત
માર્ગો પર પાર્ક કરેલા વાહનો સાથે અથડાવાને કારણે અકસ્માત 2017ની સરખામણીમાં બમણા થયા છે. ગયા વર્ષે હેલ્મેટ ન પહેરવાને કારણે 43,610 લોકોના મોત થયા હતા, જ્યારે 15,000 લોકો સીટ બેલ્ટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતથી મોત
ભારતમાં સરેરાશ દર કલાકે 53 અકસ્માત થાય છે. જેમાં 17 લોકો પોતાનો જીવ ગુમાવે છે એવું એક સર્વેના આંકડા કહે છે. ભારતમાં 1.51 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. 3,71,884 ઘાયલ થયા હતા. 60 ટકાથી વધુ કેસ હિટ એન્ડ રનના છે. રોંગ સાઈડ અથવા સાઈડ કાપવાની ઉતાવળમાં, સિગ્નલ નહીં આપવાને કારણે કે અણધારી બ્રેક મારવાને કારણે મોત થાય છે.
ઘાયલોમાં 85 ટકા લોકો 20 થી 25 વર્ષની ઉંમરના હોય છે. અન્યની બેદરકારીને લીધે અકસ્માતનો ભોગ બનતા લોકોમાં પણ મોટાભાગના 25 થી 40 વરસની ઉંમરના હોય છે. માર્ગ અકસ્માતના કારણે ભારતના અર્થતંત્રને વર્ષે 3 થી 5 ટકા સુધીનું નુકસાન થાય છે.
માર્ગ અકસ્માતો
દેશમાં માર્ગ અકસ્માતમાં દરરોજ 415 લોકોના મોત થાય છે.
ઓવરસ્પીડના કારણે 58.7 ટકા, વાહન ચાલકની બેદરકારી કે ઓવરટેકિંગના કારણે 25.77 ટકા અકસ્માત થાય છે.
ગુજરાતમાં 2018, 2019, 2020 (સપ્ટેમ્બર) દરમિયાન 21 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 46 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
દર કલાકે 2 માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિ મૃત્યુ પામે છે. અને સરેરાશ દરરોજ 52 માર્ગ અકસ્માતમાં કુલ 20 લોકો મૃત્યુ પામે છે.
વિશ્વમાં 12 લાખ લોકો વાહનોના કારણે મોતને ભેટે છે.
અકસ્માતોની સંખ્યા ઘટી પણ તેમાં થતાં મોતનું પ્રમાણ વધ્યું છે. મૃતકોમાં 18-35 વર્ષની વયજુથના યુવાનોનું પ્રમાણ 46.3 ટકા છે.
રોંગ સાઈડમાં બસ
https://x.com/i/status/1802628177627337099
સુરત ટ્રાફિક પોલીસ
https://mantavyanews.com/wp-content/uploads/2024/06/BYTE-1.mp4?_=1
ટ્રાફિક ફિલ્મ
https://x.com/i/status/1796898748263453067
સેન્સ
https://x.com/i/status/1794956149407846907
બેંડ
https://x.com/i/status/1791812776039682203