ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ પકડાઈ, 20 હજારથી ઘણી વધારે કલત ?

ગાંધીનગર, 3 માર્ચ 2020
ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. માલધારીઓ પોતાની ગાય પાળી શકતાં ન હોવાથી વેચી દે છે. જે કતલ ખાને જાય છે તે બધી ગાયોનું માંસ પોલીસ પકડી શકતી નથી. 1થી 10 ટકા માંડ પકડાય છે.

ગુજરત રાજ્યમાં ગૌવંશ હત્યા અને ગૌમાંસ ઉપર પ્રતિબંધ હોવા છતાં માત્ર અમદાવાદ અને સુરતમાંથી જ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૭૫,૩૨૨ કિલોગ્રામ ગૌમાંસ પકડાયું છે. જ્યારે આ બને મહાનગરોમાંથી કુલ ૪૭૫ ગૌવંશ પકડાયા છે. જેમાં ગૌમાંસમાં અમદાવાદ અને ગૌવંશની હત્યામાં સુરત મોખરે છે.

ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ હોવાછતાં દરરોજ હજારો કિલો ગૌમાંસ ઝડપાય છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જ્યારે 3,462 ગૌવંશ(ગાય, બળદ, આખલા, વાછરડા) ઝડપાયા છે. તેમાં પણ સુરતમાં સૌથી વધુ 55 હજાર 162 કિલો ગૌમાંસ ઝડપાયું છે, જ્યારે પંચમહાલમાંથી 674 ગૌવંશ ઝડપાયા છે. જ્યારે સુરત બાદ 18345 કિલો સાથે અમદાવાદ બીજા નંબર પર, 5934 કિલો સાથે દાહોદ ત્રીજા નંબર પર, 2634 કિલો સાથે રાજકોટ ચોથા નંબર પર અને 2166 કિલો સાથે ભરૂચપાંચમાં નંબર પર છે.10 જિલ્લમાંથી ગૌમાંસ ન ઝડપાયુંઆ ઉપરાંત છોટાઉદેપુર, જામનગર, તાપી, દેવ ભૂમિદ્વારકા, નર્મદા, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ અને મોરબી જિલ્લમાંથી એકપણ કિલો ગૌમાંસ ઝડપાયું નથી. તેમાં પણ પોરબંદર જિલ્લામાં ગૌમાંસ કે ગૌવંશ બન્નેમાંથી કંઈ ઝડપાયું નથી.