ગુજરાતના વેપારીઓને લોન પર રાહત, વેરામાં કોઈ રાહત નહીં 

ગાંધીનગર, 15 મે 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે. બે-અઢી મહિના (ખરેખ તો 53 દિવસ) લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે આ યોજના બનાવી છે.

લોન પર વ્યાજ રાહત આપી છે પણ વેપારીઓને વેરામાં કોઈ રાહતો રૂપાણી સરકારે આપી નથી. વેપારીઓ વેરામાં રાહત માંગી રહ્યાં છે. ઘણાં વેપારીઓનો માલ બે મહિનામાં દુકાનમાં ખરાબ થઈ ગયો છે તેનું વળતર તેઓ માંગી રહ્યાં હતા. પણ હવે વેપારીઓ લોન લઈને તેનું થોડું વ્યાજ અને હપ્તા ભરવા પડશે.

રાજ્યમાં 10 લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઇલેકટ્રીશ્યન, કરિયાણાની નાની દુકાન વગેરેનો યોજનામાં સમાવેશ થાય છે. તેવા વર્ગોને રૂ.1 લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા હકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા 2 ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે.

6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. 3 વર્ષ માટેનો આવી લોન-સહાયનો કુલ વ્યાજ દર 20 ટકા જેવો થાય તેના સ્થાને લાભાર્થીએ 6 ટકા જ ભરવાના થશે. બાકીના 18 ટકા વ્યાજ રાજ્ય સરકાર આપશે.

જો બધા જ વેપારીઓ બેંકની લોન લે તો રૂ.10 હજાર કરોની જરૂર પડે તેમ છે. 10 લાખ વેપારીઓ લોન લે તો રૂ.600 કરોડ વ્યાજ સરકાર ચૂકવશે. જે ખરેખર 20 કરોડથી વધું નહીં થાય.

6 મહીના એટલે કે મોરેટોરિયમ પિરીયડ દરમ્યાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહિ.

રાજ્યની 220 અર્બન કો-ઓપરેટીવ બેન્કની 1000 શાખાઓ, 18 જિલ્લા સહકારી બેન્કોની 1400 શાખાઓ અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આવી લોન ત્રણ વર્ષ માટેની મુદતની આપવામાં આવશે. લોન મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા નિ:શૂલ્ક રહેશે એટલે કે અરજી ફોર્મ કે અન્ય કોઇ ફી ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડશે નહિ. એક શાખામાંથી 100 વેપારીઓને લોન આપવામાં આવી શકે છે.

સરકાર માને છે કે, કુલ રૂ.5 હજાર કરોડ સુધીના આવા ધિરાણ આપવામાં આવશે. તે હિસાબે સરકારને 3 વર્ષમાં રૂ.900 કરોડથી વધું વ્યાજ સહાય નહીં થાય.

પણ સવાલ એ છે કે, સરકારને આ વર્ષે અંદાજમાં 20 હજાર કરોડનો ફટકો પડે તેમ છે. તે માટે સરકાર આયોજન કરી શકે તેમ નથી. હવે વ્યાજ સહાય આપવામાં આવી રહી છે.