રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના પુરસ્કાર જાહેર, હેલ્લારો શ્રેષ્ઠ ફિલ્મ, આરોહી પટેલ શ્રેષ્ઠ અભિનેત્રી
ગાંધીનગર, 18 માર્ચ 2021
ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા (ચાલ જીવી લઇએ) અને શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ (ચાલ જીવી લઇએ) જાહેર કરાયા છે.
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-ર૦૧૯ અમલી કરી છે. આ નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને વિવિધ કેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. વર્ષ-ર૦૧૯ દરમિયાન સિનેમાગૃહમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રોમાંથી પારિતોષિકની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી મંગાવવામાં આવી હતી. પારિતોષિક પસંદગી માટે રચાયેલી ચલચિત્ર પરિક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના એવોર્ડસ અને રોકડ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે.
અ.નં. પારિતોષિકનું નામ ચલચિત્રના
વિભાગનું નામ વિજેતા ચલચિત્રનું નામ રોકડ પુરસ્કાર રૂા.
૧ શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી હેલ્લારો ૨,૫૦,૦૦૦/-
૨ શ્રેષ્ઠ ચલચિત્ર દિગ્દર્શક અભિષેક શાહ હેલ્લારો ૨,૫૦,૦૦૦/-
૩ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા કોકોનટ મોશન પિકચર્સ ચાલ જીવી લઇએ ૧,૨૫,૦૦૦/-
૪ દ્રિતીય શ્રેષ્ઠ ચલચિત્ર દિગ્દર્શક વિપુલ મહેતા ચાલ જીવી લઇએ ૧,૨૫,૦૦૦/-
૫ શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર નિર્માતા કોકોનટ મોશન પિકચર્સ ચાલ જીવી લઇએ ૨,૫૦,૦૦૦/-
૬ શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર દિગ્દર્શક વિપુલ મહેતા ચાલ જીવી લઇએ ૨,૫૦,૦૦૦/-
૭ મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી હેલ્લારો ૨,૫૦,૦૦૦/-
૮ મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર દિગ્દર્શક અભિષેક શાહ હેલ્લારો ૨,૫૦,૦૦૦/-
૯ શ્રેષ્ઠ બાળ ચલચિત્ર નિર્માતા બ્રેડી એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ. દિયા ધ વન્ડર ગર્લ ૨,૫૦,૦૦૦/-
૧૦ શ્રેષ્ઠ બાળ ચલચિત્ર દિગ્દર્શક સુરેશ પ્રેમવતી બિસ્નોઈ દિયા ધ વન્ડર ગર્લ ૨,૫૦,૦૦૦/-
૧૧ શ્રેષ્ઠ દિગ્દર્શન દિગ્દર્શક અભિષેક શાહ હેલ્લારો ૨,૫૦,૦૦૦/-
૧૨ દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શન દિગ્દર્શક વિપુલ મહેતા ચાલ જીવી લઇએ ૧,૫૦,૦૦૦/-
૧૩ શ્રેષ્ઠ કલા દિગ્દર્શન કલા દિગ્દર્શક જય શિહોરા મોન્ટુની બિટ્ટુ ૭૫,૦૦૦/-
૧૪ શ્રેષ્ઠ અભિનેતા અભિનેતા સિધ્ધાર્થ રાંદેરિયા ચાલ જીવી લઇએ ૭૫,૦૦૦/-
૧૫ શ્રેષ્ઠ અભિનેત્રી અભિનેત્રી આરોહી પટેલ ચાલ જીવી લઇએ ૭૫,૦૦૦/-
૧૬ શ્રેષ્ઠ સહાયક અભિનેતા સહાયક અભિનેતા હેમાંગ શાહ મોન્ટુની બિટ્ટુ ૫૧,૦૦૦/-
૧૭ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી સહાયક અભિનેત્રી સુ કૌસંબી ભટ્ટ ધૂનકી ૫૧,૦૦૦/-
૧૮ શ્રેષ્ઠ બાળ કલાકાર બાળ કલાકાર શ્રેયાંશી બારોટ કુટુંબ ૫૧,૦૦૦/-
૧૯ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક પાર્શ્વ ગાયક આદિત્ય ગઢવી હેલ્લારો સપના વિનાની રાત ૫૧,૦૦૦/-
૨૦ શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા ભૂમિ ત્રિવેદી હેલ્લારો વાગ્યો રે ઢોલ ૫૧,૦૦૦/-
૨૧ દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયક પાર્શ્વ ગાયક જીગરદાન ગઢવી ચાલ જીવી લઇએ ચાંદને કહો ૨૧,૦૦૦/-
૨૨ દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા પાર્શ્વ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર મોન્ટુની બિટ્ટુ રંગદરિયો ૨૧,૦૦૦/-
૨૩ શ્રેષ્ઠ છબીકલા છબીકલાકાર ત્રિભુવન બાબુ સાદિનેની હેલ્લારો ૫૧,૦૦૦/-
૨૪ શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર સાઉન્ડ ડીઝાઇન સુભાષ સાહૂ હેલ્લારો ૫૧,૦૦૦/-
૨૫ શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર અંતિમ મિશ્ર ટ્રેકના રિ-રેકોડીસ્ટ દેવાબ્રોત ચલીહા હેલ્લારો ૫૧,૦૦૦/-
૨૬ શ્રેષ્ઠ સંકલન સંકલનકાર પ્રતિક ગુપ્તા હેલ્લારો ૫૧,૦૦૦/-
૨૭ શ્રેષ્ઠ પટકથા વાર્તા લેખક વિપુલ મહેતા ચાલ જીવી લઇએ ૫૧,૦૦૦/-
૨૮ શ્રેષ્ઠ પટકથા પટકથા લેખક વિપુલ મહેતા ચાલ જીવી લઇએ ૫૧,૦૦૦/-
૨૯ શ્રેષ્ઠ પટકથા સંવાદ લેખક સૌમ્ય જોષી હેલ્લારો ૫૧,૦૦૦/-
૩૦ શ્રેષ્ડ સંગીત નિર્દેશન સંગીત નિર્દેશક (ગીત) મેહૂલ સુરતી હેલ્લારો ૫૧,૦૦૦/-
૩૧ શ્રેષ્ડ સંગીત નિર્દેશન સંગીત નિર્દેશક (પૃષ્ડભૂમિ સંગીત) (૧) વેણુગોપાલ અગ્રવાલ (૨) અનુપ ફુકન
(૩) કંદર્પ કવિશ્વર બજાબા, ધ ર્ડાટર ૫૧,૦૦૦/-
૩૨ શ્રેષ્ડ ગીત ગીતકાર સૌમ્ય જોષી હેલ્લારો અસવાર ૫૧,૦૦૦/-
૩૩ શ્રેષ્ડ નૃત્ય નિર્દેશન નૃત્ય નિર્દેશક (૧) સમીર અનિરૂધ્ધ તન્ના (૨) મતી અર્ષ સમીર તન્ના હેલ્લારો ૫૧,૦૦૦/-
૩૪ શ્રેષ્ડ વેશભૂષા ડીઝાઇનર વેશભૂષા નિર્દેશક (૧) મતી જીઆ ભાગીઆ (૨) કુમારી મલ્લીકા ચૌહાણ ચાલ જીવી લઇએ ૫૧,૦૦૦/-
૩૫ શ્રેષ્ડ મેકઅપ કલાકાર મેકઅપ નિર્દેશક હેતુલ તપોધન ધૂનકી ૫૧,૦૦૦/-
૩૬ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્કાર શ્રેષ્ડ ચલચિત્રના નિર્માતાને મંચન એન્ટરટેઇનમેન્ટ બજાબા, ધ ર્ડાટર ૨,૫૦,૦૦૦/-
૩૭ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્કાર વ્યકિતગત પુરુષને મૌલિક નાયક હેલ્લારો ૧,૦૦,૦૦૦/-
૩૮ પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્કાર વ્યકિતગત મહિલાને
(૧) કુમારી શ્રદ્ધા ડાંગર
(૨) સુ તેજલ પંચાસરા
(૩) કુમારી બ્રિન્દા ત્રિવેદી
(૪) કુમારી ડેનિશા ધુમરા
(૫) સુ નીલમ પંચાલ
(૬) કુમારી તર્જની ભાડલા
(૭) સુ કામિની પંચાલ
(૮) કુમારી એકતા બચવાણી
(૯) સુ જાગૃતી ઠાકોર
(૧૦) કુમારી કૌશામ્બી ભટ્ટ
(૧૧) કુમારી રીદ્ધિ યાદવ
(૧૨) કુમારી શચિ જોશી
(૧૩) કુમારી પ્રાપ્તિ મહેતા હેલ્લારો ૧,૦૦,૦૦૦/-