અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ

અમદાવાદ, 6 મે 2020

નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે.

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમાં લાવવા માટે અમિત શાહએ રસ બતાવ્યો ન હતો. તેથી દેશના વડા નારાજ થયા હતા.

કોરોના અને દિલ્હીના તોફાનો અંગે જે રીતે લઘુમતી સમાજ સાથે વર્તન કરવામાં આવ્યું તેનાથી અરબ દેશો અને બીજા દેશો તરફથી ભારત પ્રત્યે સારા સંબંધો રહ્યા નથી. આ દેશોએ જાહેરમાં મોદીની ટીકા કરીને ભારતના લોકોને ભારત મોકલી દેવા અને હિન્દુઓ સાથે એ જ રીતે વર્તન કરવાની આપેલી ચીમકી પણ તિરાડ માટે કારણભૂત માનવામાં આવે છે.

અમિત શાહ અને મોદી વચ્ચે કડી રહેલાં ગુજરાતના રાજકીય વ્યક્તિએ કહ્યું હતું કે, ગલ્ફ અને અમિરાત દેશ હવે મુસ્લિમ સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યાં છે તે અંગે દબાણ વધ્યું છે તેને માટે અમિત શાહને જવાબદાર માનવામાં આવે છે.

ગુજરાતમાં હવે મોદીની પકડ કરતાં અમિત શાહની પકડ વધી ગઈ છે. ગુજરાતના રાજાકણમાં અમિત કહે તે થવા લાગ્યું છે. મોદી કરતાં અમિત શાહ નક્કી કરે છે. સહકારી સંસ્થાઓ, બેંકો, જાહેર સંસ્થાઓ, ક્રિકેટ બોર્ડ, ખેત ઉત્પન્ન બજાર, દૂધની તમામ ડેરી, ગુજરાત સરકારને જે કંઈ સૂચના આપવામાં આવી રહી છે તે અમિત શાહ તરફથી આપવામાં આવી રહી છે.

આમ અમિત શાહનું રાજકીય પ્રભુત્વ વધતાં નરેન્દ્ર મોદીએ હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં બાજુ પર રાખી લીધા છે. તેમને ગૃહ પ્રધાન તરીકે ખસેડવા માટે વિદેશની લોબીનું દબાણ મોદી પર આવી રહ્યું છે. ભાજપની અંદર પણ આવું દબાણ છે. તેમને રાષ્ટ્રીય પ્રમુખ પદેથી ખસેડી લેવાયા બાદ હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં અમિત શાહની ગણતરી મોદી કરતાં નથી.

મોદી હજુ એ ભૂલ્યા નથી કે મોદીને જ્યારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત બહાર ધકેલી દીધા ત્યારે અમિત શાહ પોતે કેશુભાઈની નજીક ખસી ગયા હતા. નરેન્દ્ર મોદીને બાજુ પર મૂકી દીધા હતા. આ વાત મોદી હજુ ભૂલ્યા નથી. અમિત શાહને પહેલાથી પડકારી પડકારી રહેલા આનંદિબેન પટેલ અને સંજય જોષી  માટે હવે ઉજળી તકો ઊભી થઈ રહી હોવાનું માનવામાં આવે છે.

RIFT – ચીરો, ફાટ, તરાડ, ફાટવું, ચીરવું, ચિરાવું, અણબનાવ, ઝઘડો