ગાંધીનગર, 18 માર્ચ 2021
આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે
દેશની કુલ વિસ્તારના 6 ટકા અને વસતીના 5 ટકા ગુજરાતનો છે.
રાષ્ટ્રના ઘરગથ્થુ ઉત્પાદનમાં 8.11 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં 16.85 ટકા હિસ્સો ધરાવે છે.
દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો છે.
પવન ઉર્જામાં ગુજરાતનો હિસ્સો 20.15 ટકા.
દૂધ ઉત્પાદન પાંચમા સ્થાન સાથે 7.7 ટકા છે.
બાળ મૃત્યુદર 28 .
સ્કૂલ છોડવાનું પ્રમાણ 1.37.
ભારતના જીડીપી 8 ટકા.
એપ્રિલ 2002 થી માર્ચ 2020 દરમ્યાન 160125 કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) આવ્યું છે, જે દેશના 5.8 ટકા છે.
દેશમાં સૌથી વધુ સોલર રૂફટોપ પ્લાન્ટમાં પ્રથમ છે. 9 મહિનામાં 55630 સોલર રૂફટોપ સિસ્ટમથી 208 મેગાવોટ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે.
નિકાસ 449990.49 કરોડ.
ઘરગથ્થું ઉત્પાદન 2019-20માં બજાર ભાવે 1274229 કરોડ છે.
માથાદીઠ આવક 216329 રૂપિયા છે.
રાજ્યના પાક ઉત્પાદનના આંકડા નિરાશાજનક રહ્યાં છે. 2019-20 દરમ્યાન અનાજનું ઉત્પાદન 93.28 લાખ મેટ્રીકટન થયું છે જ્યારે 2020-21 દરમ્યાન અનાજનું ઉત્પાદન 88.38 લાખ મેટ્રીક ટન થયું હોવાનો અંદાજ છે.