શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?

Shankarsinh Vaghela: How did one time aide of Narendra Modi lose the bet he won because of him?

शंकरसिंह वाघेला: नरेंद्र मोदी के एक समय के सहयोगी उनकी वजह से जीते गए दांव को कैसे हार गए?
दर्शन देसाई

શંકરસિંહ વાઘેલા, જીતેલી બાજી કઈ રીતે હારતા રહ્યા?
દર્શન દેસાઈ
અમદાવાદ, 30 ઓગસ્ટ 2022
શંકરસિંહ વાઘેલાએ ફરી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી નામે નવા પક્ષની રચનાની તૈયારીઓ કરી છે. 2022ની ચૂંટણી લડવાની જાહેરાત કરશે. કૉંગ્રેસમાં ફરી જોડાવા તૈયાર છે. અંગેનો નિર્ણય સોનિયા ગાંધીએ કરવાનો છે એમ તેમણે કહેલું છે, પરંતુ તે શક્ય લાગતું નથી ત્યારે પોતાના અલગ પક્ષથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

2017માં કૉંગ્રેસ સત્તાની ઘણી નજીક આવી ગઈ હતી. પણ શંકરસિંહ વાઘેલાએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપીને કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હતી. કોંગ્રેસે છેલ્લી ઘડીએ તક ગુમાવી દીધી હતી.

82 વર્ષની વયે પણ તેઓ કોઈ રાજકીય પક્ષમાં નથી અને તેમ છતાં હજુ તેમણે હથિયાર હેઠાં નથી મૂક્યાં. 82 વર્ષની વયે શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી નામે નવા પક્ષની રચનાની તૈયારીઓ કરી લીધી છે.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વાઘેલા સાથે મુલાકાતનું ટ્વીટ કરી તેમાં લખ્યું કે તેમની હવે પોતાની એક પાર્ટી છે. શંકરસિંહ સત્તાવાર રીતે 2022ની ચૂંટણી લડવાની ક્યારે જાહેરાત કરે છે તે જોવાનું રહે છે. જોકે 2017માં પણ તેમણે જનવિકલ્પ નામે પક્ષની જાહેરાત કરી હતી.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેઓ હતા. 1995માં ગુજરાતની 182માંથી 121 બેઠકો જીતીને ભાજપે એકલે હાથે સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રી તરીકે વાઘેલા પ્રબળ દાવેદાર હતા.

એક સમયે ગુજરાતમાં ભાજપનો એક મહત્ત્વનો આધારસ્તંભ શંકરસિંહ વાઘેલા હતા. પ્રથમ વાર ભાજપને સત્તા મળી હતી ત્યારે તેમણે જ તેને ધ્વસ્ત કરી દીધી હતી.

એ વાત આજે પણ જૂના લોકો યાદ કરતા હોય છે કે વાઘેલાના રાજદૂત પર પાછળ મોદી સવાર હોય અને બંને નેતાઓ આ રીતે આખું ગુજરાત ખુંદી વળતા હતા.

એ વાત આજે પણ જૂના લોકો યાદ કરતા હોય છે કે વાઘેલાના રાજદૂત પર પાછળ મોદી સવાર હોય અને બંને નેતાઓ આ રીતે આખું ગુજરાત ખુંદી વળતા હતા

ગાંધીનગરના વાસણ ગામે 21 જુલાઈ, 1940માં જન્મેલા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે.

તેઓ જનસંઘમાં જોડાયા તે પહેલાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા હતા. જનસંઘમાં કેશુભાઈ પટેલ સહિતના જૂના જોગીઓ સાથે તેઓ પણ પાયાના નેતા તરીકે જોડાયા હતા.

1977માં જનસંઘ જનતા પક્ષમાં વિલીન થઈ ગયો. પરંતુ થોડાં વર્ષ પછી જનતા મોરચો વિખેરાઈ ગયો. તે પછી જનસંઘ નવા સ્વરૂપે ભારતીય જનતા પક્ષ બન્યો હતો.

ભાજપમાં તેમનો ઝડપી ઉદય થયો અને તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા. 1985માં તેમની સાથે પક્ષમાં આરએસએસ તરફથી નરેન્દ્ર મોદીને સંગઠનમંત્રી તરીકે મોકલવામાં આવ્યા હતા.

આગળ જતા વાઘેલાએ ફિયાટ 1100 કાર ખરીદી હતી. કંપનીએ તે વખતે નવું-નવું આ મૉડલ મૂક્યું હતું. હવે આ કારમાં વાઘેલા ગુજરાતમાં ભાજપનું સંગઠન મજબૂત કરવા ફરતા રહ્યા હતા.

નરેન્દ્ર મોદી સંઘના પૂર્ણકાલીન પ્રચારક હતા એટલે સંઘની શૈલી પ્રમાણે ઓછું બોલતા. તેથી લોકોને તેઓ કદાચ અહંકારી લાગતા હતા, જેની સામે બાપુ બહુ મળતાવડા અને પ્રેમાળ લાગતા હતા.

પક્ષના નાના-મોટા નેતાઓ અને કાર્યકરોમાં લોકપ્રિય હતા. ગામેગામ કાર્યકરો સાથે સીધો નાતો ધરાવતા વાઘેલા બહુ ઝડપથી રાજ્યના બહુ લોકપ્રિય આગેવાન બની ગયા હતા.

આગળ જતા તેમાંથી જ ઘણાને ટિકિટ મળેલી અને તેઓ ધારાસભ્ય કે સાંસદ બનેલા અને તે રીતે તેમનો વિશાળ ટેકેદાર વર્ગ બન્યો હતો.

સમગ્ર રાજ્યમાં શંકરસિંહ વાઘેલાનું નામ ગાજતું થઈ ગયેલું અને તેઓ કોઈ પણ બેઠક પરથી ચૂંટણી જીતી શકે એવું તેમનું રાજકીય કદ થઈ ગયું હતું.

કેશુભાઈ પટેલને પસંદ કરવામાં આવ્યા હતા. કેશુભાઈએ ગુજરાતમાં જનસંઘનો પાયો નાખ્યો હતો. તે વાત યાદ કરાવીને પક્ષના મોવડીઓએ મનામણાં કર્યાં હતાં. તે વખતે મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા. તેમણે પણ કેશુભાઈ પટેલનું જ નામ આગળ ધર્યું હતું.

આ મુદ્દો જ ઘર્ષણનું કારણ બન્યું અને સત્તા મળી તેના થોડા વખત પછી જ વાઘેલા તથા તેમના સમર્થક મનાતા ધારાસભ્યો મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ન મળી શકે તે પ્રકારના અવરોધો મોદીએ ઊભા કરવાનું શરૂ કર્યું હતું.

એવું કહેવાતું હતું કે નરેન્દ્ર મોદી સુપર સીએમ બની ગયા હતા. કેશુભાઈની સરકારના મહત્ત્વના નિર્ણયો તેમની ટેકેદારમંડળી જ લેવા લાગી હતી. તેમની મંડળીમાં અમિત શાહ સહિતના નેતાઓ હતા અને આ મંડળી સામે આક્ષેપ હતો કે વાઘેલા અને તેમના ટેકેદાર ધારાસભ્યોનું પત્તુ ધીમે-ધીમે કાપવાનું શરૂ કરી દીધું હતું.

સપ્ટેમ્બર 1995માં ગુજરાતમાં મૂડીરોકાણ લાવવાના હેતુ સાથે કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે ગયા, તે વખતે તેમને વાઘેલાએ ચેતવણી આપી હતી કે તમે વિદેશ જશો ત્યારે જ તમારી સરકારનું પતન થઈ જશે.

27 સપ્ટેમ્બર 1995ના રોજ શંકરસિંહ વાઘેલાએ જ બળવો કર્યો અને પોતાના ગામ વાસણમાં પોતાના ફાર્મહાઉસમાં 55 ધારાસભ્યોને એકઠા કર્યા. કેટલાક ધારાસભ્યો ત્યાંથી પરત ફર્યા હતા, પરંતુ 48 ધારાસભ્યોનો ટેકો વાઘેલાને હતો. આ ઘારાસભ્યોને સલામત રીતે ગુજરાતની બહાર લઈ જવા માટે ઑપરેશન હાથ ધરાયું અને ચૂપચાપ તેમને ઍરપૉર્ટ પહોંચાડી ખાનગી વિમાનમાં મધ્ય પ્રદેશના ખજૂરાહો લઈ જવાયા.

મધ્ય પ્રદેશમાં ત્યારે કૉંગ્રેસના મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહ હતા તેમની સહાય પણ મળી હતી.

આ બળવામાં ખજૂરાહો ગયેલા ધારાસભ્યોને ખજૂરિયા કહેવાયા, જ્યારે કેશુભાઈની સાથે રહેનારા ધારાસભ્યોનું નામ પડ્યું હજૂરિયા. આ બેમાંથી એક પણ છાવણીમાં નહોતા તેવા તટસ્થ ધારાસભ્યો માટે કહેવાયું કે તેઓ મજૂરિયા છે.

આખરે અટલ બિહારી વાજપેયી દોડી આવ્યા હતા. બંને જૂથો વચ્ચે સમાધાન કરાવાયું. આ સમાધાનના ભાગરૂપે ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા હતા વાઘેલાની માંગણી હતી તે નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી દૂર મોકલી દેવામાં આવે. નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હઠાવીને નવી દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા.

સુરેશ મહેતાની સરકાર પણ એકાદ વર્ષ માંડ ચાલી અને ફરી વાઘેલાએ બળવો કર્યો. આ વખતે મામલો બહુ બીચક્યો હતો અને વિધાનસભામાં પણ ધમાલ થઈ હતી.

વાઘેલાના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર તરફ માઇક ફેંક્યા હતા. પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા હતા. આ ધમાલના કારણે થોડો વખત માટે રાષ્ટ્રપતિ શાસન લદાયું.

ત્યારબાદ 48 ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી હતી. તેને કૉંગ્રેસનો બહારથી ટેકો મળ્યો તે સાથે નવી સરકારની રચના થઈ હતી.

આ રીતે આખરે બળવો કરીને શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બની ગયા, પણ તેઓ ઑક્ટોબર 1997 સુધી જ સત્તા પર રહી શક્યા. તેમની કાર્યપદ્ધતિ કૉંગ્રેસને માફક આવે તેમ નહોતી અને ઘર્ષણ થયા કરતું હતું.

કૉંગ્રેસ તેમને ટેકો આપવા તૈયાર નહોતી. આખરે સમાધાનના ભાગરૂપે દિલીપ પરીખને મુખ્ય મંત્રીની ખુરશીએ બેસાડવાનું નક્કી થયું હતું. જોકે પરીખ માત્ર પાંચ જ મહિના માટે ગાદી પર બેસી શક્યા હતા. કેમ કે તે પછી ફરી એક વાર કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો.

વાઘેલા મોટો કાફલો સાથે રાખીને ફરતા ન હતા. વિશેષ સિક્યુરિટી પણ રાખી નહોતી. મુખ્ય મંત્રી તરીકેનો પગાર પણ લીધો નહોતો. મુખ્ય મંત્રી તરીકે પોતે અદના સેવક છે તેવી છાપ છોડવાની કોશિશ તેમણે કરેલી.

પ્રધાનોની ગાડીઓ માથેથી લાલ લાઇટો કઢાવી નાખવામાં આવી હતી. બધા મંત્રીઓની અને આઈએએસ અધિકારીઓની ફ્લેશ લાઈટ કઢાવી નાંખી હતી. માત્ર જજ અને પોલીસનાં વાહનો પર લાલ લાઈટ જોવા મળતી હતી. તે સિવાય કોઈને લાલ લાઇટો વાપરવાની છૂટ આપી નહોતી.

મુખ્ય મંત્રી પોતાના સાથી મંત્રીઓને ઍપૉઇન્ટમૅન્ટ વિના જ મળતા હતા. દર અઠવાડિયે જુદાં જુદાં જિલ્લામથકોમાં કૅબિનેટ બેઠક બોલાવવાની પ્રથા શરૂ કરી હતી. તે પહેલાં કૅબિનેટની બેઠક માત્ર ગાંધીનગરમાં મળતી હતી. રાજ્યનો સંતુલિત વિકાસ થઈ શકે તે માટેના વિકલ્પો શોધી કાઢવા 15 જેટલી ઍક્સપર્ટ્સ કમિટીઓની રચના કરેલી હતી.

આવી એક ઍૅક્સપર્ટ કમિટીએ કરેલી ભલામણના આધારે જ તેમણે અમદાવાદ અને સુરતમાં ઇલેક્ટ્રિસિટીનું કામકાજ ખાનગી કંપની ટોરેન્ટને સોંપી દીધું હતું. અમદાવાદ અને સુરતમાં એકધારી વીજળી મળે છે.

કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો તે પછી હવે રાજપની સરકાર આગળ ચાલી શકે તેમ નહોતી. માર્ચ 1998માં નવેસરથી ચૂંટણીઓ આવી પડી.

વાઘેલા રાજપ સાથે ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડ્યા પણ તેમના પક્ષને માત્ર ચાર બેઠકો મળી. કૉંગ્રેસને 53 બેઠકો મળી હતી. ભાજપ 117 બેઠકો સાથે ફરી સત્તામાં આવ્યો હતો. કેશુભાઈ પટેલ બીજી વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

આગળ જતા રાજપનું વિલીનીકરણ કૉંગ્રેસમાં કરી દેવાયું અનેશંકરસિંહ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેમને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ બનાવાયા હતા. 2002માં નરેન્દ્ર મોદી સામે લડવાનો પડકાર તેમણે ઉપાડ્યો હતો.

ગોધરાના બનાવો પછી નરેન્દ્ર મોદી હિન્દુ હૃદયસમ્રાટ તરીકે પોતાની છબિ સ્થાપિત કરી ચૂક્યા હતા. તે ચૂંટણીમાં ભાજપને ત્યાં સુધીની સૌથી વધુ 127 બેઠકો મળી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 51 બેઠકો જ મળી હતી.

વાઘેલા ભાજપમાં હતા ત્યારે લોકસભામાં જીતી ચૂક્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ તરફથી 2004થી 2009માં સાંસદ બન્યા હતા. મનમોહનસિંહની સરકારમાં તેઓ ટેક્સટાઇલ મંત્રાલયમાં કૅબિનેટમંત્રી પણ બન્યા હતા. વાઘેલા 1984થી 1989 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે રહ્યા હતા.

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલના કારણે ધાર્યું કામ ન થતું હોવાનો બળાપો શંકરસિંહ કાઢતા રહ્યા હતા. તેમણે ક્યારેય ચોખ્ખું નામ નહોતું લીધું, પણ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલના કારણે ધાર્યું કામ ન થતું હોવાનો બળાપો તેઓ કાઢતા રહ્યા હતા. ગુજરાતમાં દરેક બાબતમાં અહમદભાઈનું ધાર્યું થતું હતું.77મા જન્મદિને 21 જુલાઈ, 2017ના રોજ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું

સ્વતંત્ર મિજાજથી કામ કરવા ટેવાયેલા વાઘેલા માટે કૉંગ્રેસની જૂથબંધીમાં કામ કરવું મુશ્કેલ હતું. પોતે જ ભાજપને સારી રીતે જાણે છે અને પોતાની રીતે પક્ષ ચલાવવા દે તો તેને હરાવી દે તેમ તેઓ હંમેશાં કહેતા હતા, પણ તેમનું ધાર્યું થતું નહોતું.

7 ટેકેદાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાં બળવો કર્યો હતો. 2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે અહમદ પટેલની વિરુદ્ધમાં વૉટિંગ કર્યું હતું . જોકે તે વખતે કૉંગ્રેસે જબરી ફાઇટ આપી હતી. બાકીના ધારાસભ્યોને એક રાખીને તથા છોટુભાઈ વસાવાનો મત મેળવીને અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા.

આ પછી શંકરસિંહે જનવિકલ્પ મોરચા નામે અલગ પક્ષ સ્થાપ્યો હતો. 2017ની ચૂંટણીઓ પણ લડી. જોકે જનવિકલ્પનું રજિસ્ટ્રેશન નહોતું થયું એટલે તેને અલગ ચૂંટણીચિહ્ન મળ્યું નહોતું. રાજસ્થાનના એક પ્રાદેશિક પક્ષના ચૂંટણી નિશાન પર ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા. મોરચાને એક પણ બેઠક મળી નહોતી.

2019માં શરદ પવારના પક્ષ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈને ગુજરાત પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા. જોકે એનસીપીમાં પણ તેમને ફાવ્યું નહોતું. એનસીપીએ જ તેમને પક્ષ છોડી દેવા કહી દીધું હતું. સત્તાવાર રીતે તેમણે રાજીનામું મૂક્યું હતું.

કદીય હાર ન સ્વીકારનારા શંકરસિંહ વાઘેલાએ ફરી કૉંગ્રેસ સાથે અનુસંધાન માટે પ્રયત્નો આદર્યા હતા. કૉંગ્રેસના કેટલાક નેતાઓએ પણ કહેલું કે વાઘેલાને પક્ષમાં ફરી લેવા જોઈએ, પરંતુ મોવડીમંડળ તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી.

2022ની ચૂંટણી પહેલાં હવે તેઓ ફરી એક વાર પોતાની અલગ પાર્ટી કરીને ઉમેદવારો ઊભા રાખશે. સત્તાવાર રીતે ક્યારે જાહેરાત કરે છે તેની જ રાહ જોવાઈ રહી છે. તેમનો સ્વભાવ જોતા તેઓ ચૂંટણી દરમિયાન ચૂપ બેસી રહે એવું કોઈ માનતું નથી.