દિલીપ પટેલ
ગાંધીનગર, 13 ઓગષ્ટ 2022
ખેડા જિલ્લા 60માં કલેકટર કે. એલ. બચાણીએ ‘પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ સૂત્ર આપ્યું હતું. ગુજરાતના ફક્ત 11% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરે ચિંતા દર્શાવી હતી. ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સહઅસ્તિત્વ માટે ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. “એક બાળ એક વૃક્ષ”, “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત” જેવા સૂત્રો અપાયા છે.
ગ્રામવન મોડલ માટે રૂપિયા 43,96,060ની સહાય અને સામાજિક વનીકરણ યોજના હેઠળ રૂપિયા 8,62,586 રકમના ચેક અપાયા હતા.
વન વિભાગ દ્વારા રાજ્યમાં “75 નમોવડ વન” તૈયાર કરવામાં આવેલા છે. ખેડા જિલ્લામાં 4-નમોવડ વન તૈયાર કરવામાં આવેલા છે. નમો વડ વનમાં 75-વડના રોપાઓનું વાવેતર કરવામાં આવેલું છે. જેમાં કઠલાલના પોરડા, ગળતેશ્વરના ગળતેશ્વર મંદિર સરનાલ, ઠાસરાના ડાકોર મંદિર, અને મહેમદાવાદના સણસોલી મુકામે નમોવડ વનનું લોકાર્પણ કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં 59.58 લાખ રોપા અને 951,00 હેકટર વિસ્તારમાં ખેડુતો વાવેતર કરશે. 200 ગામોમાં વન મહોત્સવ થશે. વૃક્ષરથ દ્વારા વિના મુલ્યે રોપા અપાશે.
ખેડા જિલ્લા કલેક્ટરને કેટલાંક પ્રશ્નો
1 ઓગસ્ટ 2022માં વણકબોરીથી 66 કિલો મીટર લાંબી શેઢી નહેરમાં કમિકલ ઠાલવવામાં આવ્યું હતું. રાસ્કા નહેરમાં થઈને આ નહેરથી અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અમદાવાદમાં 22 વોટર વહેંચણી પંપ સહિતના પ્લાંટ બંધ કરી દેવો પડ્યો હતો. અમદાવાદમાં 26 જૂલાઈ 2022થી કાળુ પાણી આપતું હોવાની ફરિયાદ થઈ હતી. પૂર્વ અમદાવાદના લોકોના જીવ જોખમમાં મૂકી દેવાયા હતા. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
હવાના પ્રદૂષણથી વ્યક્તિઓનું જીવન 10 વર્ષ ઘટી રહ્યું છે. જેમાં આ કાળા પાણીએ જીવ જોખમમાં આવી ગયું હતું. આતંકવાદ, એચઆઈવી કરતાં પ્રદૂષણથી લોકો વધારે મરી રહ્યાં છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખેડામાં સ્ક્રેપ પ્લાન્ટ, વાહનોને ભંગાર કરવા માટે પ્લાંટ શરુ થશે.વાર્ષિક 50,000 ટુ-વ્હીલર અને 15,000 ફોર-વ્હીલર્સને ભંગાર કરવાની ક્ષમતા હશે. જેનું ઓઈલનું પ્રદૂષણ ભારે મોટું હશે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
વાસણાથી લઇને ખંભાતના દરિયા કિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત થયો છે. સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમોના માલિકો અને તેમના પરિવારજનોના નામ જાહેર કરવાની ટકોર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ થઈ છે. નામો જાહેર કર્યા કે નહીં. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
કપડવંજ રેલ્વે સ્ટેશન પર પ્રદૂષણ મુદ્દે લોકો વારંવાર જરૂઆતો કરી ચૂક્યા છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
કપડવંજ નગરપાલિકામાં 15 હજાર નાગરિકોને પ્રદૂષણની પડતી તકલીફો, ખેતીનાં પાકને મોટું નુકશાન થાય છે. 2500 બાળકોની તકલીફો વધી છે. લોકોએ રજૂઆતો કરી, શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
એર પોલ્યુશન અનેક બિમારીઓને આમંત્રણ આપે છે. અમદાવાદમાં 112, ખેડા 138 પ્રદૂણ રહ્યું છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
શેઢી નદીનો ધામોદ ગામથી ખેડા સુધીનો 27 કિલોમિટરનો પટ ભારે પ્રદૂષિત છે. મહી નદી સેવાલિયાથી બહાદુરપુર સુધીનો 11 કિલોમિટરનો પટ ભારે પ્રદૂષિત કેન્દ્રના પર્યાવરણ પ્રધાને જાહેર કર્યો છે. કોણ જવાબદાર આ માટે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખેડા તાલુકાના નાયકા નવાગામ વિસ્તારમાં કેનાલમાંથી પ્રદૂષિત પાણી છૂટતા નાગરિકો વારંવાર આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખારીકટ નહેરમાં અમદાવાદના ઔદ્યોગિક એકમો પ્રદૂષિત પાણી છોડતા હોવાથી ખેડાના હજારો ખેડૂતોને ખેતીપાકને વ્યાપક નુકસાન થઈ ગયું છે. તેમની હજારો હેક્ટર જમીન નકામી થઈ ગઈ છે. નવાગામ વિસ્તારમાં ડાંગરની વિવિધ જાતમાં મબલખ ઉત્પાદન માટે જાણીતો છે.ત્યારે ખારીખટ કેનાલના દરવાજા કાટ ખવાઇ ગયા છે અને કેનાલમાંથી પ્રદુષિત પાણી છોડવામાં આવતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખેડાના રઢુ-નાયકા રોડ પર ખારીકટ નહેરમાં દુર્ગંધયુક્ત જ્વલનશીલ કેમિકલનો 15 હજાર લીટરનો જથ્થો ટેન્કરો ઠાલવી જાય છે. ઘણાં પકડાયા છે. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ, તળાવો અને કેનાલોમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ઉત્તર ખેડામાં લોકો શ્વાસ ખરાબ હવાનો લઈ રહ્યા છે. 20 લાખ લોકો પર આફત છે. ચહેરા પર માસ્ક, એર પ્યુરિફાયર લાવવા પડે એવી હાલત છે. 3+ સિગારેટ પીવા સમાન છે. હૃદય અથવા ફેફસાના રોગવાળા લોકો, વૃદ્ધ વયસ્કો, બાળકો બહાર નિકળવાનું ટાળે છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખેડા-અમદાવાદ હાઇવે પર ચાલતી કેમિકલ ફેક્ટરીઓ પાણીને પ્રદૂષિત કરે છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
માતર તાલુકાના નગરા ગામે કેમિકલ વેસ્ટનો નાશ કરતી કંપની વિરૂદ્ધ લોકો વારંવાર આંદોલનો કરીને રસ્તા પર ઉતરી આવે છે. કેમિકલ વેસ્ટના નાશની પ્રક્રિયાથી આસપાસના ગામોમાં પ્રદૂષણ ફેલાય છે. પ્લાન્ટ બંધ કરાવવાની માગ કરી રહ્યાં છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ક્રીયેટીવ કાર્બન કાર્બન કંપનીને કનેરા ખાતે 4500 ટન મહિને સિન્થેટીક કેમિકલ ઉત્પાદન માટે મંજૂરી માંગી છે. આપી તમે. આ કંપની ભારે પ્રદૂષણ કરવાની છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટે ઔદ્યોગિક એકમોની અરજીને ફગાવી દીધી છે. પછી શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
પ્રદૂષણ ફેલાવવાની છૂટ આપી શકાય નહીં એનું સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે. શશું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?
ખેડામાં પ્રદૂષિત પાણીથી પકવેલા ચોખા, અનાજ, અને શાકભાજી આખું અમદાવાદ થાય છે. કોણ જવાબદાર છે. શું કર્યું કલેક્ટર કે. એલ. બચાણીએ ?