ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

ભારતની પહેલી બુલેટ ટ્રેન કેવી છે, શું છે ખામી

દિલીપ પટેલ જાન્યુઆરી 2022

ભારતનો સારો પ્રોજેક્ટર છે. શ્રીમંતો માટે સારો પ્રોજેક્ટ છે.

શા  માટે મળ્યું બુલેટ ટ્રેનનું નામ ?

બુલેટ ટ્રેનનો ઉદ્દભવ જાપાનમાં થયો હતો. તે ખૂબ લીસી હોય છે. તેની વાયુગતિ (એરો ડાયનેમિક) દેખાવ અને તેની ગતિના કારણે આ નામ મળેલું છે. વાસ્તવમાં જાપાનની આ ટ્રેન સેવાનું નામ સિનકાસેન છે. જેનો મતલબ નવી ટ્રન્ક લાઈન એવો થાય છે.

ટ્રેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે, ટ્રેનની ગતીનો સંપૂર્ણપણે ઉપયોગ કરી શકાય.

આંતરરાષ્ટ્રીય રેલવે સંઘના કહેવા પ્રમાણે નવા ટ્રેક પર કલાકના 250 કિલોમીટર અને જૂના ટ્રેક પર કલાકના બસ્સો કિલોમીટર સુધીની સ્પીડ ધારણ કરી શકતી ટ્રેનને હાઈસ્પીડ ટ્રેન માનવી જોઈએ.

હાઈ સ્પીડ ટ્રેનની ઝડપ લાવવા માટે સ્ટાન્ડર્ડ ગેજના ટ્રેક જ બનાવવામાં આવે છે. જો કે, રશિયા અને ફિનલેન્ડ તેમાં અપવાદ છે. ટ્રેક પર બિનજરૂરી ક્રોસિંગ અને વળાંકો ટાળવામાં આવે છે.

મેગલેવ માટે સ્પીડનો વર્લ્ડ રેકોર્ડ જાપાનની એમએલએક્સ01ના નામે છે. તેણે કલાકમાં 581 કિલોમીટરની ગતિ હાંસલ કરી હતી. હવે ચીન 600 કિલોમીટરની ઝડપ ધરાવતી ટ્રેન બનાવે છે. જે 1 હજાર કિલોમીટરની ઝડપ સુધી લઈ જવા માંગે છે.

અન્ય દેશોમાં સિનકાનસેન ટ્રેનનો ઉપયોગ

જાપાનની કાવાસાકી હેવી ઈન્ડસ્ટ્રીઝ, મિત્સુબીસી ઈલેક્ટ્રિક કોર્પોરેશન અને હિટાચી પાસેથી લાઈસન્સ દ્વારા મેળવવામાં આવી હતી. બ્રિટનમાં હાઈસ્પીડ વનલાઈન માટે જાપાનની સિનકાનસેન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમેરિકામાં નથી એક પણ હાઈસ્પીડ ટ્રેન

અમેરિકામાં એશિયા અને યુરોપની વ્યાખ્યા પ્રમાણે, એક પણ હાઈસ્પીડ ટ્રેન નથી. યુરોપીય દેશોમાં ગીચતાના કારણે હાઈસ્પીડ ટ્રેનનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે.

હાઈસ્પીડ ટ્રેનમાં ઈંધણનો ઉપયોગ

હાઈસ્પીડ ટ્રેનોમાં મોટાભાગે ઓવરહેડ વીજ તારોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાપાનની ફાઈનાન્સ કંપની ઝીકા તેમાં રોકાણ કરી રહી છે. 2019માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ શરૂં થવાનું હતું. જે 2020માં પુરો થવાનો હતો. હવે 2017માં થશે. મનમોહન સીંગની સરકારે 2030 સુધીમાં ટ્રેન બનાવવાની જાહેરાત કરી હતી. આ ટ્રેન પણ લગભગ એટલા વર્ષોમાં બની જશે.

ટનલમાંથી પસાર થતી વખતે કાનમાં કોઈ દુખાવો નહીં થાય, તેથી બુલેટ ટ્રેનને એરટાઈટ કરવામાં આવશે

હાઇ સ્પીડમાં ડબ્બાની અંદર કંપન અને અવાજ નહીં થાય.

કાન પર કોઈ દબાણ ન આવે, ખાસ કરીને ટનલમાં. ટનલમાંથી પસાર થતી બુલેટ ટ્રેનમાં મુસાફરોને ફ્લાઇટમાં જે અનુભવ થાય છે તેવો જ અનુભવ હોઇ શકે છે.

ટનલમાં પ્રવેશે છે ત્યારે ડબ્બાની અંદર અને બહાર હવાના દબાણમાં તફાવત હોય છે, જેના કારણે કાનમાં દુખાવો થાય છે.

કોચમાં સક્રિય સસ્પેન્શન સિસ્ટમ હશે, મુસાફરી દરમિયાન કોઈ આંચકો નહીં આવે

તમામ કોચમાં એક્ટિવ સસ્પેન્શન સિસ્ટમ લગાવવામાં આવશે.

વાહનના સ્ટ્રક્ચરની હિલચાલને નિયંત્રિત કરે છે. આ પ્રકારની સુવિધાઓ હાઇ સ્પીડ રેલ મુસાફરી દરમિયાન મુસાફરોના આરામમાં વધારો કરશે. બુલેટ ટ્રેનની અંદર ઓછો અવાજ થશે.

બુલેટ ટ્રેનમાં ત્રણ અલગ અલગ વિભાગો હશે. ફર્સ્ટ ક્લાસ, બિઝનેસ ક્લાસ અને સ્ટાન્ડર્ડ ક્લાસ.

તમામ વર્ગોમાં બેઠકોની ડિઝાઇન એવી હશે કે મુસાફરને આરામ માટે પગની પૂરતી જગ્યા મળશે. આ ઉપરાંત, આધુનિક પેસેન્જર એરક્રાફ્ટ જેમ કે એલઇડી લાઇટિંગ, ઓવરહેડ બેગેજ રેક્સ, સીટ ટિલ્ટ અને ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં રીડિંગ લેમ્પ પણ ઉપલબ્ધ થશે. લેપટોપ, મોબાઇલ ચાર્જિંગ માટે પાવર આઉટલેટ્સ હશે.

90 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે..

મુંબઈ-અમદાવાદ રૂટનો ઉપયોગ રોજ 18,000 પેસેન્જર્સ કરશે. જાપાનમાં ટોકિયો અને ઓસાકા વચ્ચે આશરે આટલું જ અંતર (550 કિલોમીટર) કાપવા માટે બુલેટ ટ્રેન ‘સિકનસેન’નું ભાડું 8,500 રૂપિયા છે. ર

કેવી છે ટ્રેન

7000 કરોડ રૂપિયામાં જાપાન પાસેથી ૧૮ સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદશે.  ટ્રેન ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દરેક ટ્રેનમાં ૧૦ કોચ રહેશે . નકામી થઈ ગયેલી ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરવામાં આવશે. પહેલી બુલેટ ટ્રેન જાપાનમાં બનશે.

અંડર પાસ પણ તૈયાર કરવા પડે, આ બધી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ આખા રૂટ પર એલિવેટેડ કોરિડોર તૈયાર કરવાનું પાછળથી નક્કી કરાયું છે.

આ બ્રિજ 60 મીટરથી 100 મીટર સુધીનો  છે.

24 નદીઓ પાર કરશે અને 30 રોડ તેમજ નહેરો આવે છે.

7 કિલોમિટર દરિયાની અંદર 21 કિલોમીટરની ટનલ રહેશે.

પીલર

બે થાંભલાઓ વચ્ચે 19 સેગમેન્ટ છે. બધા જ સેગમેન્ટને જોડીને સ્પેન બનાવવામાં આવશે. પહેલો સેગમેન્ટ હાલ સુરત અને નવસારી વચ્ચે બની ગયો છે.

સેગમેન્ટની લંબાઈ 11.90થી 12.4 મીટર અને પહોળાઈ 2.1થી 2.5 મીટર જેટલી અને ઉંડાઈ 3.40 મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. તેનું વજન પણ 60 મેટ્રિક ટન વપરાય છે.

1600 ઇલેક્ટ્રિકલ સુવિધાઓ જેમ કે કેબલ તથા થાંભલાઓ તેમજ 150 વધારાની હાઇ-વૉલ્ટેજ લાઇનોને ડાઇવર્ટ

તેલના કૂવા

ટ્રેકમાં ONGCના પાંચ કૂવા પણ આવે છે. આ પાંચમાંથી ૩ કૂવાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યાં છે તથા અમદાવાદમાં સ્થિત RRB બિલ્ડિંગ ટ્રેકમાં આવતું હોવાથી તેને રિલોકેટ કરવામાં આવ્યું છે.

રેલવે ક્રોસિંગ, ડી.એફ.સી.સી. ટ્રેક, સ્ટેટ હાઇવે, એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે છે.

મહારાષ્ટ્ર

508.17 કિલોમિટર માર્ગ. એકસો પંચાવન કિલોમીટરનો રેલ માર્ગ મહારાષ્ટ્રમાં સ્થપાવવાનો છે. ના ટ્રેકમાં 21 કિલોમિટરનો ટ્રેક જ જમીન પર છે. બાકીનો ટ્રેક એલિવેટેડ જમીનની ઉપર છે.

જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડની લોન આપી છે.

ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.

2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.

2019માં પ્રોજેક્ટની કિંમત  રૂપિયા 1.8 લાખ હજાર કરોડ અને હવે તે 2 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયો છે.

તેનું ભાડું રૂપિયા 4000થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.

આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર અંદાજે 2.07 કલાકમાં કાપી શકાશે.

પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જર મુસાફરી કરી શકાશે. પછી તેની ક્ષમતા 1250ની કરાશે.

દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.

ભારતીય રેલવેની નેશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ખેપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે. IIM અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જર મુસાફરી કરે તે જરૂરી છે.

મુંબઈથી 2 કલાક 58 મિનિટમાં અમદાવાદ પહોંચશે.

800ની ઝડપની અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી ભારતમાં ભેલ લાવી રહી છે તો તાં અમદાવાદમાં 500ની ઝડપની વર્ષો જુની ટેકનોલોજીની બુલેટટ્રેન શા માટે . અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગલેવ ટ્રેનને ભારતમાં લાવવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે સ્વિસરેપીડ એજી સાથે જોડાણ કર્યું છે. મૈગલેવ ટ્રેનના મોડેલને ફેબ્રુઆરી 2019 માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રમન્ના એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી હોવા છતાં અમદાવાદમાં 98 વર્ષ જૂની બુલેટ ટ્રેનની ટેકનોલોજી પાછળ રૂ.2 લાખ કરોડ શા માટે ખર્ચવામાં આવે છે ? 600 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન શરૂ, ચીનની પ્રોટોટાઇપ મેગ્નેટિક-લેવિટેશન ટ્રેન તૈયાર. ચુંબકીય લેવિટેશનની શક્તિનો ઉપયોગ કરીને ટ્રેક પરના 350 કિ.મી. થી કલાકથી 600 થી 1,000 કિ.મી. કલાકની ઝડપે ગતિ કરી શકશે.

જમીન

કેટલી જમીન

બુલેટ ટ્રેનના 508.17 કિલોમીટરના કોરિડોરમાંથી 155.76 કિલોમીટર લાંબો કોરિડોર મહારાષ્ટ્રમાં પસાર થાય છે. ગુજરાતના 348.04 કિલોમીટર અને દાદરા નગર હવેલા 4.3 કિલોમીટર વિસ્તારમાં રેલવેને જમીન મેળવવાની થાય છે.

આ કોર્પોરેશનને ગુજરાતમાં 298 ગામોમાંથી 1434 હેક્ટર અને મહારાષ્ટ્રના 104 ગામોમાંથી 350 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે. 196 ગામની જમીન સંપાદન કરવામાં  આવી છે. પહેલા 200 કરોડનું વળતર ભાજપ આપવા માંગતો હતો. પણ ખેડૂતોએ 7 હજાર કરોડ વળતર લીધું છે. 5 હજાર ખેડૂતોએ લડીને .

8 જિલ્લાના 196 ગામોની 680થી 800 હેક્ટર જેટલી જમીન સંપાદન કરવા ગુજરાત સરકાર વળતર આપવા માગે છે પણ તે જંત્રી પ્રમાણે છે.

બુલેટ ટ્રેન અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રવાસનો સમય 7 કલાક છે તેમાં 2 કલાકનો ઘટાડો થશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને દરરોજ માર્ગ પર દર 20 મીનીટે એક ટ્રેન દોડે એવી યોજના છે. આ રેલ માર્ગ પર કાપડ અને હીરાના વેપારી, ઉદ્યોહપતિઓ અને અન્ય કામ કરતા વ્યાવસાયિકોને લાભ કરવા માટે છે, કે જે બે શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરે છે. એલિવેટેડ રેલવે લાઇન બનાવવા માટે, કોર્પોરેશન 508 કિલોમીટરના રૂટની સાથે 17.5 મીટરની પહોળાઇ સાથે જમીન હસ્તગત કરવાની યોજના ધરાવે છે. આ રેલ માર્ગ પર 12 રેલ્વે સ્ટેશનો બનાવવા માટે વધુ જમીન હસ્તગત કરવામાં આવશે.

દુનિયામાં જ્યાં બુલેટ ટ્રેન છે ત્યાં શું અસર જોવા મળી?

લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસનાં ડૉ. ગેબ્રિયલ અલ્ફેલડત એ પોતાના સંશોધનમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન જે શહેરોમાં ચાલી રહી છે, ત્યાંની જીડીપી અન્ય શહેરોની સરખામણીએ 2.7% વધારે હતી. જાપાનમાં બુલેટ ટ્રેન ચલાવતી કંપની શિંકાંસેનની રીસર્ચ દર્શાવે છે કે જ્યાં જ્યાં બુલેટ ટ્રેનનાં  સ્ટેશનો હતા, તે શહેરોની સરકારોની આવક 155% વધી હતી. આ ટ્રેનો પરંપરાગત રેલ અથવા માર્ગ પરિવહનની તુલનામાં લગભગ 70% સમય બચાવશે.

બીસીડી કન્સલ્ટિંગ ગ્રૂપની સ્ટડી છે કે બુલેટ ટ્રેનમાં બોર્ડિંગ કરવાનો સમય  ફક્ત આઠ દસ મિનિટ છે, જ્યારે એર ટ્રાવેલમાં બોર્ડિંગ, ટેક્સી અને ટેક ઓફનાં  સમયમાં આશરે એકથી દોઢ કલાક લાગે છે.

વિશ્વની બાકીની બુલેટ ટ્રેનની ઝડપ શું છે?

મેગલેવ જાપાન  :  જાપાનનાં યામાનાશીમાં આ ટ્રેનને ગયા વર્ષે 603 કિમી / કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. જો કે તે હજુ સુધી સંપૂર્ણપણે ઓપરેશનલ નથી. તે 2027 માં કાર્યરત થશે. ટોકયોથી નાગોયાના 286 કિ.મી.ની યાત્રા 40 મિનિટમાં નક્કી કરશે.

મેગ્લેવ ચાઇના  :  ચાઇનામાં ચાલતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે. જેની મહત્તમ ગતિ 431 કિ.મી. /કલાક છે. તે માત્ર 7 મિનિટમાં શાંઘાઇ એરપોર્ટથી લોંગ્યાંગ સુધીની 30 કિમી નક્કી કરે છે. જેની મિનીમમ ટિકિટ 8 ડોલર છે.

હાર્મની : તે શાંઘાઈથી નેનજિંગથી કનેક્ટ થાય છે. આની મેક્સિમમ સ્પીડ 380 કિ.મી. / કલાક છે, જે 1 કલાક અને 7 મિનિટમાં 301 કિલોમીટરનું અંતર કાપે છે. આની  ટિકિટ 22 ડોલર છે.

ટર્નીટીલા ફ્રિકસીઆરોસા: આ ઇટાલિયન ટ્રેન યુરોપમાં સૌથી ઝડપી છે. જેની મહત્તમ ગતિ 354 કિ.મી. / કલાક છે, જે મિલાનથી 305 કિ.મી. મીલાન્સ અને  ફ્લોરેન્સ વચ્ચે 1 કલાક અને 39 મિનિટનો સમય લે છે. જેની મિનીમમ ટિકિટ ડોલર 34 છે.

રેનેવે એવીઈ : આ ટ્રેન સ્પેનમાં ફરે છે, જેની મેક્સિમમ સ્પીડ 350 કિ.મી. / કલાક છે. તે છ કલાકમાં પેરિસથી બાર્સેલોના સુધી 1200 કિમીનો રૂટ ક્રોસ કરે  છે અને તેની ન્યૂનતમ ટિકિટ 68 ડોલર છે.

ભારત સરકારને સવાલ – નકામી થઈ ગયેલી ટેક્નોલોજી ભારતને ટ્રાન્સફર શા માટે ?

ખર્ચ વધ્યો કેમ – પ્રોજેકટનો ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ હતો હવે 2 લાખ કરોડ કેમ ?

મોટો સવાલ – શું 2027-30માં પ્રોજેક્ટ પૂરો થતાં 2.50 લાખ કરોડ ખર્ચ થઈ જશે ?

ભાડું કેટલું રાખશો – 1 લાખ કરોડના રોકાણમાં 3 હજાર તો 2.50 લાખ કરોડના રોકાણમાં કેટલું ભાડું ?

રેલવેને સવાલ – પ્રોજેક્ટ પૂરો થતાં ભાડું 8 હજાર રાખવું પડશે કે ઓછું હશે ?

જરદોશને સવાલ – આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કેમ થઈ નથી ?

કોની ભલામણ – જાપાનની ભલામણના આધારે કોન્ટ્રાકટ કેમ અપાયો ?

ટ્રોન કેમ વધી – અમદાવાદ-મુંબઈ રોજ 70 ટ્રેન દોડશે, હાલ 32 ટ્રેનો છે  ?

રેલને સવાલ – રોજના વધારાના 52 હજાર મુસાફરો ક્યાંથી આવશે  હશે ?

IIMને સવાલ –  IIMનો અભ્યાસ, રોજના 1 લાખ મુસાફરો હોય તો જ વળતર મળશે ?

મોદીને સવાલ – 2019માં અમદાવાદ સ્ટેશન પર રોજ 1 લાખ મુસાફરો હાલ આવે છે ?

આકરો સવાલ – પ્રોજેક્ટન વાયેબલ ન હોવા છતાં કેમ બનાવાયો, ખર્ચ શ્રીમંતો પાસેથી કેમ નહીં ?

ટ્રેન કોના માટે – ટ્રેન ગરીબ કે સામાન્ય લોકો માટે નથી તો ખર્ચ તેના પર કેમ ?

મોદીને સવાલ – શું ટ્રેન માત્ર તાકાત બતાવવા કે ચૂંટણી જીતવા બનાવી છે ?

જૂની ટેકનોલોજી કેમ – ચીનમાં 600 કિલોમીટરની ટ્રેન દોડે છે, તો ભારતમાં 300 જ કેમ ?

નવી ટેકનોલોજી કેમ નહીં – મેગ્નેટિક નવી ટેકનોલોજીથી ઝડપ 1200 સુધી થઈ શકે, તે તેમ નહીં ?

અમદાવાદમાં મહિને 300 કરોડની ટિકીટ

બેઠકમાં પગની પૂરતી જગ્યા મળશે

આધુનિક પેસેન્જર એરક્રાફ્ટ રહેશે

ટ્રેનમાં એલઇડી લાઇટિંગ રખાશે

ઓવરહેડ બેગેજ રેક્સ, સીટ ટિલ્ટ

90 હજાર લોકોને રોજગારી મળી શકે

જાપાનના ટોકિયો-ઓસાકાનું આટલું અંતર

સિકનસેન ટ્રેનનું ભાડું 8,500 રૂપિયા છે

અમદાવાદ-મુંબઈ વચ્ચે આઠલું જ રહશે

દરેક ટ્રેનમાં 10 કોચ રાખવાનું નક્કી

7000 કરોડ રૂના 18 ડબ્બા રહેશે

જાપાનથી બુલેટ ટ્રેન ખરીદાશે

ટ્રેનની ઝડપ 300 કિલો મીટર નક્કી

પહેલી બુલેટ ટ્રેન જાપાનમાં બનશે

પછી ભારતમાં ટેકનોલોજી લવાશે

સેંકડો અંડર પાસ કરવા પડે તેમ હતા

ખેડૂતોનો વિરોધ સતત રહ્યો હતો

તેથી જમીન પર ટ્રેન ન નંખાયા

એલિવેટેડ કોરિડોર તૈયાર કરાયું

એલિવેટેડ બ્રિજ 60થી 100 મીટરના

24 નદીઓ પર પુલ બની રહ્યાં છે

મુંબઈ સુધી 30 માર્ગો પર પુલ

7 કિલોમિટર દરિયાની અંદર માર્ગ

ભૂગર્ભ ટનલનું કામ આપી દેવાયું

21 કિલોમીટરની સમુદ્રી ટનલ છે

બે થાંભલાઓ વચ્ચે 19 સેગમેન્ટ છે

સેગમેન્ટને જોડીને સ્પેન બનાવાયા

પહેલા સેગમેન્ટ સુરત-નવસારી વચ્ચે

સેગમેન્ટની લંબાઈ 11.90થી 12.4 મીટર

સેગમેન્ટની પહોળાઈ 2.1થી 2.5 મીટર

પીલરની ઉંડાઈ 3.40 મીટર જમીનમાં

પીલરનું વજન પણ 60 મેટ્રિક ટન છે

1750 ઇલેક્ટ્રિકલ લાઈનો ડાયવર્ટ કરી

ટ્રેકમાં તેલના 5 કૂવા પણ આવી ગયા

પાંચમાંથી ૩ કૂવાને બંધ કરી દેવાયા

અમદાવાદમાં RRBબિલ્ડિંગ રિલોકેટ કરાયું

માર્ગમાં રેલવે, હાઇવે, એક્સપ્રેસ વે

508.17 કિલોમિટર અમદાવાદ-મુંબઈનો

155 કિલોમીટર રેલ માર્ગ મહારાષ્ટ્રમાં

21 કિલોમિટરનો ટ્રેક જ જમીન પર છે

બાકીનો તમામ માર્ગ પુલ પર બનશે

જાપાન સરકારની 88 હજાર કરોડની લોન

પ્રોજેક્ટની કિંમત સતત વધારાવી પડી

2014-15માં 98 હજાર કરોડ ખર્ચ

2019માં 1.8 લાખ હજાર કરોડ

2022માં 2 લાખ કરોડ રૂપિયા થઈ

2026-30માં પ્રોજેક્ટ 2.25 લાખ કરોડ

આ અંદાજીત વિગતો તૈયાર કરાઈ છે

1 લાખ કરોડના રોકાણનું ભાડું 3 હજાર

હવે બુલેટ ટ્રેનનું ભાડું વધીને 6 હજાર હશે

પ્રોજેક્ટ પૂરો થતાં ભાડું 8 હજાર રાખવું પડશે

પ્રોજેક્ટ સફળ થાય તો 10 હજાર ભાડું નક્કી

પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી

જાપાનની ભલામણથી કોન્ટ્રાકટ અપાયો

મુંબઈ-અમદાવાદ વચ્ચે 2.07 કલાક થશે

લોકોના સમયની મોટી બચત થશે

એરપોર્ટ જવા-આવવાના સામયમાં પહોંચાશે

હવાઈ મુસાફરી કરતાં પણ સમય બચશે

એક ટ્રેન 750 મુસાફો મુસાફરી કરશે

સફળતા પછી ક્ષમતા 1250ની કરાશે

દર 20 મિનિટે એક ટ્રેન દોડશે

અમદાવાદ-મુંબઈ રોજ 70 ટ્રેન દોડશે

રોજના 52 હજાર મુસાફરો હશે

IIM અમદાવાદનો અભ્યાસ જુદું કહે છે

1 લાખ મુસફરો મળે તો જ પૂરું વળતર

2.50 લાખ કરોડના ખર્ચમાં કેટલાં મુસાફર

2 લાખ મુસાફરો હોય તો જ ખર્ચ નિકળે

સ્ટેશનના રોકાણ સાથે 2.58 કલાક

298 ગામોમાંથી 1434 હેક્ટર જમીન

મહારાષ્ટ્રના 104 ગામની 350 હેક્ટર

508 કિ.મી. રૂટ પર જમીન સંપાદન

17.5 મીટર પહોળાઇ સાથે જમીન

રેલ માર્ગ પર 12 રેલ્વે સ્ટેશનોનું કામ

12 શહેરોના જીડીપીમાં 2.7% વધારો થશે

સ્ટેશનોના શહેરોની આવક વધશે

શહેરોની આવક 155% વધી શખે

માર્ગ કરતાં 70% સમય બચાવશે

અમેરિકામાં  હાઈસ્પીડ ટ્રેન નથી

યુરોપીય દેશોમાં હાઈસ્પીડ ટ્રેન છે

ઓવરહેડ વીજ તારોથી ઈંધણ

જાપાનની ઝીકા કંપનીનું રોકાણ છે