ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020
allgujaratnews.in@gmail.com
રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી એ જ દિવસે સાંજે મુંબઇથી પરત આવી શકશે.
નેશનલ હાઈવે 47ની બાજુમાં કે વચ્ચે ટ્રેન કોરીડોર બનશે. જમીન સંપાદન કરાશે. 160 કિ,મી,ની ઝડપ રહશે. અમદાવાદ-મુંબાઈની હાઇ સ્પીડ કોરિડોર પર ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપથી ચાલી શકે છે. જ્યારે સેમી હાઇસ્પીડ કોરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિ કલાકે દોડી શકે છે.
રશિયન સરકારના જાહેર સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલ અને ગુજરાત સરકારની જી-રાઇડ કંપની રેલ બનાવશે. ડિઝાઇન તૈયાર થયા પછી 2 વર્ષમાં પ્રોજેક્ટ તેઓ પૂર્ણ કરશે. 11,300 કરોડ રૂપિયાનું સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તે માટે નાણાં નહીં આપે.
મોદીએ નાણાં અને પ્રોજેક્ટ ન આપ્યો
અમદાવાદ, વડોદરા, સુરતને 300 કિલો મીટરની ઝડપ ધરાવતી ટ્રેન ભારતના વડાપ્રધાને આપી પણ રાજકોટને 160 કિ.મી.ની ઝડપની ટ્રેન ગુજરાત સરકાર પોતાના ખર્ચે લોન લઈને બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને ટ્રેન ન આપતાં હવે ગુજરાત સરકાર રશિયા પાસેથી લોન લઈને બનાવશે. ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. કંપની કે જે ગુજરાત સરકારની છે તે તમામ ખર્ચ ભોગવશે. જુનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. જેને મોદીએ કોઈ મદદ ન કરી.
50 લાખ મુસાફર
અમદાવાદ અને રાજકોટ શહેર વચ્ચે વર્ષે 50 લાખ જેટલા મુસાફર આવજાવ કરે છે, મુસાફરોની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે, 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા હતા. 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા હતા.
દેશને આપ્યું રાજકોટને નહીં
વડાપ્રધાન મોદીએ છ રેલ કોરિડોરમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી અને દિલ્હી-અમદાવાદ, મુંબઇ-નાગપુર, મુંબઇ-હૈદરાબાદ, ચેન્નઇ-મૈસૂર અને દિલ્હી-અમૃતસરને હાઈસ્પીડ કે સેમિ કાઈસ્પીડ રેલ આપી છે. પણ સૌરાષ્ટ્રને અગાઉ જે રીતે અન્યાય કરતાં હતા તે વડાપ્રધાન બન્યા પછી પણ અન્યાય ચાલુ રાખ્યો છે.
આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. પણ રાજકોટનો કોરીડોર ગુજરાતની પ્રજાના ખર્ચે મોંઘો બનશે. કેન્દ્રની મોદી સરકાર એક પૈસો આપવાની નથી.
ધોરી માર્ગની વચ્ચે રેલ
માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વે તંત્રએ સરવેનું કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ બની રહેલાં 6 માર્ગીય નેશનલ હાઈવેની વચ્ચે 5 મિટર પહોળા રોડ ડિવાઈડરની વચ્ચે ટ્રેન દોડશે. 18000 કોલમ ઊભા થશે. 8 ડબ્બાની મિનિ ટ્રેન દોડશે.
બીજો વિકલ્પ
રાજકોટ-અમદાવાદ વચ્ચે છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ બની રહ્યો છે તેની બન્ને બાજુ પૈકી કોઈ એક પર ટ્રેક રાખવા સરવે ચાલી રહ્યો છે. કોઈ એક બાજુ કોલમ બીમ ઊભા કરવાનો બીજો વિકલ્પ છે. દરેક કોલમ વચ્ચે 7થી8 મીટરનું અંતર રહેશે. જ્યારે કોલમ કેટલા ઊચા રાખવા અને કેટલી મજબૂતાઈના બનાવવા તે અંગે પ્રાથમિક અહેવાલ આવ્યા બાદ નક્કી કરાશે.
જોખમી રસ્તો
દોઢ ડાયામિટરના કોલમ-બીમમૂકીને રેલ્વે ટ્રેક બનશે. 160 કિલોમિટરની ઝડપે ટ્રેન દોડાશે જેનાથી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર દોડતા વાહનો પર વિપરીત અસર થઈશે. જેમાં ભયજનક અવાજ ધ્રુજારી સાથે વાહન ચાલકોને અડચણ થતાં અકસ્માતની સંભાવના છે. જમીનનું સંપાદન કરવું ન પડે તે માટે આ જોખમી રસ્તો પસંદ કરવામાં આવ્યો છે.
અકસ્માતનું જોખમ
રાજકોટ-અમદાવાદ મોટા અકસ્માત થતાં હોવાથી ડિવાઈડર પર ચડીને અકસ્માત કરતાં રહે છે. 40 ટન માલ ભરેલો ખટારો 60ની ઝડપથી ટકરાય તો રેલ અને ટ્રક અકસ્માત થઈ શકે છે. મોટી જાનહાની થશે.
તિરુવનંપુરમનો રેલ પ્રોજેક્ટ કેવો છે ?
કેરળની રાજધાની તિરુવનંતપુરમ – કાસારગોડે સેમી હાઇ સ્પીડ રેલ કોરિડોર 532 કિ.મી.નો ભારતનો સૂચિત હાઇ સ્પીડ રેલ કોરિડોર છે. 200 કિમીની ઝડપ છે. બે ટ્રેક રહેશે. રેલવે એલિવેટેડ હશે. 9 કાર રહેશે જેમાં 2024 સુધીમાં રોજના 67,079 મુસાફરો પ્રવાસ કરશે.
કોરિડોરમાં કોચુવેલી, કોલ્લમ, ચેંગનુર, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, તિરુર, કોઝિકોડ, કન્નુર અને કસરાગોડ સ્ટેશનો હશે.
સૂચિત પ્રોજેક્ટ ખર્ચ :
66,079 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. રૂ.34,454 કરોડ લોન લેવાશે. કેન્દ્ર અને રાજ્ય રૂ. 7,720 કરોડ આપશે. કેરળ સરકાર જમીન સંપાદન અને તેને લગતી બાબતો પર રૂ .8,656 કરોડ ખર્ચ કરશે. બાકીનો ખર્ચ લોન દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કરાશે. 1,200 હેકટર જમીન સંપાદન થશે.
ટિકિટ
ટિકિટ રૂ.2.75 પ્રતિ કિ.મી. રહેશે. વાર્ષિક 7..5 ટકાનો વધારો કરવામાં આવશે.
સૂર્ય ઊર્જા
સ્ટેશનો પર સૂર્ય ઊર્જા રહેશે. સૂર્ય ઊર્જાથી એન્જીન – ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)નો ઉપયોગ કરી શકાશે. સ્ટેશનો પર પાર્કિંગ, ચાર્જિંગ ઇ.વી. માટેની સુવિધા. પ્રદૂષણ અને ભીડ ઘટાડવામાં પણ ફાળો આપી શકે.