FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો ત્રાસવાદ કઈ રીતે ફેલાઈ રહ્યો છે ?

ગાંધીનગર, 30 મે 2020

આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે.  બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફરિયાદ છે. ધાનેરા વ્યાજખોરોથી ત્રાહિમામ પોકારી ગયું છે. તેથી 29 મે 2020એ ધાનેરા સજ્જડ બંધ પાળી ન્યાયની માંગ કરી હતી. વ્યાજખોરો 30% જેટલું ઉંચું વ્યાજ લેતા હોવાથી સામાન્ય માણસ પર જુલમ વધી ગયા છે. સત્તાધીશો સમક્ષ એક વર્ષથી લોકો રજૂઆત કરે છે છતાં વ્યાજખોરો સામે પગલાં લેવાતાં નથી.

અગાઉ 15 જેટલા લોકો સામે ફરીયાદ નોંધાઇ હતી. ધાનેરા તાલુકાના કરાધણી ગામના કિર્તિભાઇ જેસુંગભાઇ ચૌધરી ફાયનાન્સનો ધંધો કરતા ઇસમ પાસેથી વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતા. તે મુડી અને વ્યાજનુ ચુકવણુ ના કરી શક્યા હોવાથી વ્યાજખોરોએ કિર્તીભાઇને ફોન ઉપર 30 ટકા વ્યાજ સાથે તાત્કાલીક મુડી આપવા માટે જણાવ્યું હતું. આટલું વ્યાજ ન આપી શકવાની વાત કરતાં તેને દુકાનમાં માર મારવામાં આવ્યો હતો.

વેપારી યુવકે ધાનેરા પોલીસ  સ્ટેશનમાં આબીદશા  સાંઇ, જાકીરશા શાંઇ, માજીદશા શાંઇ, પપ્પનભાઇ માંગલ, તમામ રહે. ધાનેરા, ભમરાજી પોપટજી ઠાકોર રહે. કરાધણી તા. ધાનેરા સહિત અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

ફાઈલ ફોટો

ધાનેરામાં 30 ટકા વ્યાજે 50 હજાર રૂપિયાની લેતી-દેતી મામલે બે જૂથો વચ્ચે અથડામણ થતાં સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.ધાનેરાના કરાધણી ગામે રહેતા કિર્તીભાઇ જેસુંગભાઇ ચૌધરીએ સાત માસ અગાઉ પપ્પનભાઇ પાસેથી રૂ.50 હજાર 30 ટકાના વ્યાજ દરે લીધા હતા.

જે બાદ મંગળવારે જાકિરશા નામના વ્યક્તિએ કીર્તિભાઇને ફિઝા સિલેક્શન નામની દુકાને બોલાવી વ્યાજ સાથે પૈસાની માંગણી કરી કીર્તિભાઈને અંદર પુરી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા.

30 સપ્ટેમ્બર 2019માં 20થી 25 ટકા વ્યાજ લેવાનો ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ધીરધારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો હતો. તેમાં પણ પઠાણી વ્યાજ લેતા હોવાથી ધાનેરામાં અગાઉ બે લોકોએ આત્મહત્યા પણ કરી હતી. પરંતુ પોલિસ દ્વારા આવા લોકો સામે ક્યારેય પગલાં લેવામાં આવતા નથી. ઉપરથી જે ફરીયાદ કરવા જાય તેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે.

2019થી ધાનેરામાં નાના મોટો વેપાર કરતા વેપારીઓ કે લારીવાળાઓ મંદી હોવા ના કારણે પોતાનો ધંધો ટકાવી રાખવા માટે વ્યાજે રુપિયા લેતા હતા. નાણાં આપવામાં આવે ત્યારે વ્યાજના નાણાં તો પહેલાં કાપી લેવામાં આવે છે. વ્યાજે રુપિયા લેનાર એકાદ દિવસ પણ લેટ થાય તો તેના ઉપર 50% પેનલ્ટી વસૂલ કરે છે. તે સાથે 70 ટકા વ્યાજ થઈ જાય છે. વ્યાજમાં કેટલાય યુવાનો આ વ્યાજખોરોનો શિકાર બન્યા છે.

ધાનેરા વહોરવાસમાં રહેતા 70 વર્ષના મહંમદભાઇ અકબરઅલી દેઢાવાલાએ પોલિસ મથકે ફરીયાદ નાંધાવી હતી કે, તેઓ પોતાના ઘરે પોતાની પત્ની અને તેમની બહેન સાથે હતા ત્યારે વહોરવાસમાં રહેતા અબ્બાસ અહેમદઅલી થાનાવાલા તથા મુસ્તુફા અબ્બાસભાઇ વારસદવાલા હાથમાં લાકડી લઇને આવેલ અને કહેવા લાગેલા કે તમે જે ડીસા કોર્ટમાં જે કેશ કર્યો છે તે પાછો ખેંચી નાખો નહી તો તમને તમારા ઘરામાં રહેવા નહી દઇએ અને ઘરની બહાર કાઢી મુકીશુ.  મહંમદભાઇએ જણાવેલ કે અમાંએ તમારી પાસેથી લીધેલા રુપિયા ડબલ વ્યાજ સહીત પાછા આપેલ છે. રૂ.4 લાખની સામે રૂ.18 લાખ ચૂકવ્યા હતા.

20 જુલાઈ 2019માં બનાસકાંઠામાં સરકાર દ્વારા 342 વ્યાજે નાણા આપવાના લાઈસન્સ છે. 18 સિક્યોરીટી સામે લેવાનું હોય છે. જો સિક્યોરીટી ન હોય તો 21 ટકા વ્યાજ લઈ શકે છે. પણ લોકોનુ લોહી ચુસવા માટે લાયસન્સ કે પરવાના વગર જ વ્યાજે નાણા ધીરવાનો ધંધો કરે છે. વ્યાજખોરીની તગડી કમાણી કરી રહ્યા છે. પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી સહિતના વિસ્તારોમાં ડાયરી અને દૈનિક, અઠવાડીક તેમજ માસિક હપ્તાથી વ્યાજે નામા ધીરવામાં આવી રહ્યા છે.

વ્યાજખોરો પાસેથી લીધેલ રકમનું વ્યાજ એટલું ઊંચું હોય છે કે, થોડાક જ મહિનાઓમાં મૂડી કરતા વ્યાજ વધી જાય છે. તેથી  વ્યાજના દેવા તળે માણસ પાયમાલ બનતો જાય છે. શારિરીક અને માનસિક ત્રાસ શરૃ કરવામાં આવતા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લેણદાર આખરે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે.

બનાસકાંઠામાં 342 ધીરધારોને લાયસન્સ ઈસ્યુ

પાલનપુરમાં 121, ડીસા 53, ધાનેરા 17, વડગામ        16, દાંતીવાડા 26, અમીરગઢ 22, થરાદ 37, યોદર 5, કાંકરેજ 20, ભાભર 7, વાવ 10, સુઈગામ 4, લાખણી 4 એમ કૂલ 342 પરવાના આપવેમાં આવ્યા છે. પણ વ્યાજે પૈસા આપનારા તો 3થી 4 હજાર લોકો હોવાનું માનવામાં આવે છે. જે શોષણ કરે છે. આવું ગુજરાતના દરેક ખુણામાં થઈ રહ્યું છે.

પોલીસ ફરિયાદની નકલોનું પાનું

FIRs