ગાંધીનગર, 18 માર્ચ 2021
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે.
પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં નળ આપી દેવાયા છે. જેમાં પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. તે અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.