ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ અસુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ચૂંટણી પ્રચારના ભાગ રૂપે અસુદ્દીન ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ભરૂચમાં BTP સાથે જનસભામાં અસુદ્દીન ઓવૈસી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા.
ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત નથી, ગાંધીનું ગુજરાત છે અને ગાંધીનું જ રહેશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગાંધીથી મોટા નથી. ગુજરાતે પોતાની મહેનતના જોરે ભારતને મજબૂત કર્યું છે.
ગુજરાતમાં બે પાર્ટી ચાલે છે. મામા અને ભત્રીજાની પાર્ટી છે. કોંગ્રેસ અને ભાજપ. આ મામા અને ભત્રીજા છે. તું મારી પીઠ ખંજવાળ હું તારી પીઠ ખંજવાળું.
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેટલા ધારાસભ્ય જીત્યા હતા તેમાંથી 12 ભાજપમાં ચાલ્યા ગયા. આ તો મોદી અને અમિત શાહની સાથે પહેલાથી મળેલા હતા. આ તેનો પહેલાથી સંબંધ હતો. કોંગ્રેસ અને ભાજપ ક્યારેય અલગ થઇ શકતા નથી. ગુજરાતની જનતાને એક વિકલ્પની જરૂર છે.
અમારો હેતુ લોકોને હક આપવાનો છે. દિલ્હીમાં ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નીવ હલાવી નાંખી છે. જે લોકોને ચૂંટણીને મોકલીએ છીએ તેઓ બહેરા થઇ જાય છે.
છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, દેશની પ્રજાને સાચી આઝાદી મળી નથી. BTP અને AIMIMના જોડાણથી અમે ભાજપ અને કોંગ્રેસને સફાયો કરી દઈશું.
સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં અમે 21 ઉમેદવાર ઉભા રાખ્યા છે. ગુજરાતમાં ઔવેસીની એન્ટ્રીથી કોંગ્રેસ ગભરાઈ ગઈ છે. અમારો ગોલ વિધાનસભાનો છે. મતોનું ધ્રુવીકરણ કોંગ્રેસ કરે છે. પહેલા વિધાનસભામાં મુસ્લિમોની સીટ 22 હતી અને હવે 3 થઈ છે.