- ૧૦.૮૧ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાક માટે સિંચાઇ ઉપલબ્ધ
- જાન્યુઆરી-૨૦૨૦ માં સેટેલાઇટ દ્વારા લેવાયેલ ઇમેજમાં ઉપલબ્ધ સિંચાઇ સુવિધાનું તારણ
- રાજ્યના ૧૭ જિલ્લાના ૭૩ તાલુકાના ૧૦.૮૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ
- પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો
સરદાર સરોવર નર્મદા યોજનાના શ્રેષ્ઠ જળવ્યવસ્થાપન થકી જાન્યુઆરી 2020 સુધીમાં રાજ્યના 17 જિલ્લાના 73 તાલુકામાં 10.81 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ સિંચાઇ થઇ છે.
ગઇ સાલ જાન્યુઆરી 2019માં આવાજ અભ્યાસમાં 9.34 લાખ હેક્ટરમાં રવિ સિંચાઇ થઈ હતી. એક વર્ષમાં 1.47 લાખ હેક્ટરનો વધારો રવિ સિંચાઇમાં થયો છે.
પાટણ જિલ્લામાં ૩૨૮૫૭ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૨૮૪૦૩ હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં ૧૫૧૪૩ હેક્ટરનો વધારો નોંધાયો છે. તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.