અમદાવાદ, ૨૦૦૨ નરોડા ગામ હિંસા મામલાની સુનાવણી કરી રહેલી એક વિશેષ એસઆઇટીના ન્યાયાધિસની ગુજરાત વડી અદાલતના આદેશથી અમદાવાદની સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ એમ કે દવેની વલસાડ જિલ્લાના મુખ્ય જજ બહુચર્ચિત નરોડા ગામ રમખાણ મામલામાં પૂર્વ ભાજપ સરકારના પ્રધાન માયા કોડનાની એક આરોપી છે. નવા જજ અંતિમ દલીલો ફરીથી સાંભળવી પડશે.
જસ્ટિસ દવેનું સ્થાન એસ કે બક્શી લેશે. તેઓ ભાવનગર જિલ્લાના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્ય કરી રહ્યા હતા.
જજ દવે નરોડા ગામ રમખાણ મામલાઓમાં અંતિમ દલીલો સાંભળી રહ્યા હતા. માયા કોડનાનીના વકીલે ગત સપ્તાહે પોતાની દલીલ શરૂ કરી હતી. અભિયોજનની સાથે જ ઘણા આરોપીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા બચાવ પક્ષની દલીલો પહેલા જ પૂર્ણ થઇ ચૂકી છે.
આ પહેલા સુનાવણી કરનારા જજમાં સામેલ રહેલા પૂર્વ મુખ્ય ન્યાધિશ પી.બી. દેસાઇ ડિસેમ્બર ૨૦૧૭માં સેવાનિવૃત થઇ ગયા હતા. દવે એ ૧૮ મુખ્ય ન્યાયાધીશોમાંથી એક છે જેમની બદલી ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ કરી છે.
નરોડા ગામ રમખાણ મામલો એ મુખ્ય ૯ રમખાણ મામલાઓમાંથી એક છે. જેમની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠન કરવામાં આવેલી એસઆઇટીએ કરી હતી. ૨૦૦૨ના રમખાણો દરમિયાન અમદાવાદના નરોડા ગામ ક્ષેત્રમાં લઘુમતિ સમુદાયના સભ્યો માર્યા ગયા હતા. મામલામાં કુલ ૮૨ લોકો સુનાવણીનો સામનો કરી રહ્યા છે. માયા કોડનાની આ મામલાના આરોપીઓમાં સામેલ છે. તેઓે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યની મહિલા અને બાળ વિકાસ પ્રધાન હતા.
ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2002ના રમખાણોના એક મામલામાં રાજ્યની પૂર્વ ભાજપા મંત્રી માયા કોડનાનીને મુક્ત કરી દીધા છે. આ ઉપરાંત બજરંગ દળના નેતા બાબૂ બજરંગીની સજા આજીવનથી ઘટાડીને 21 વર્ષ કરી દીધી છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ માયા કોડનાની માટે બચાવ પક્ષના સાક્ષીના રૂપમાં રજુ થયા હતા. તેમણે કહ્યુ હતુ કે પોલીસ તેમને અને માયાને સુરક્ષિત સ્થાન પર લઈ ગઈ હતી કારણ કે ગુસ્સેલ ટોળાએ હોસ્પિટલને ઘેરી લીધુ હ તુ.
જ્યારે પણ 2002ના ગુજરાતના રમખાણોની વાત આવે છે ત્યારે કેટલાક નામ હંમેશા ઉછળીને સામે આવતા રહે છે અને તેમાંથી એક છે માયા કોડનાની. નરોડા પાટિયા રમખાણોના મામલામાં વિશેષ અદાલતે જે 32 લોકોને દોષિત માન્યા છે તેમાં માયા કોડનાનીનું નામ પણ સામેલ છે.
કોણ છે માયા કોડનાની
માયા કોડનાની ભાજપની ટિકિટ પર ત્રણ વાર ધારાસભ્ય બની ચુક્યા છે અને મોદી સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. માયા કોડનાની પહેલા મહિલા ધારાસભ્ય છે જેમને ગોધરાકાંડના રમખાણો બાદ સજા ફટકારાઈ છે.
નરોડા પાટિયાની ઘટના 28 જાન્યુઆરી 2002ના ગોધરાકાંડ બાદ થઈ હતી જ્યારે અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારને ઘેરી લઈને 97 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આરોપ હતો કે આ ટોળાંનું નેતૃત્વ માયા કોડનાનીએ કર્યું હતું. માયા કોડનાની નરેન્દ્ર મોદીના ખાસ પણ મનાતા હતા.
આરએસએસના સભ્ય અને સાથે ડોક્ટર પણ
માયા કોડનાનીનું પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા સિંધમાં રહેતું હતું પરંતુ બાદમાં તે ગુજરાત આવીને વસ્યું હતું. વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ એવા માયા કોડનાની આરએસએસના સભ્ય પણ હતાં. તેઓ ડોક્ટર તરીકે નહીં પણ આરએસએસના કાર્યકર તરીકે ઓળખાતાં હતાં.
નરોડામાં તેમની પોતાની મેટરનિટી હોસ્પિટલ હતી પરંતુ તે સ્થાનિક રાજકારણમાં સક્રિય થઈ ગયા હતાં. પોતાના વાકચાતુર્યને કારણે તે ભાજપમાં ખાસ્સાં લોકપ્રિય બન્યા હતા અને અડવાણીના પણ ખાસ બની ગયા હતા. 1998 સુધી તે નરોડાના વિધાનસભ્ય બની ગયા હતકા. પરંતુ 2002ના રમખાણોમાં તેમનું નામ સામે આવતા જ તેમની શાખને ધક્કો વાગ્યો હતો.
સાખને લાગ્યો ધક્કો
પોતાની વાકપટુતાને કારણે તે ભાજપામાં ખૂબ લોકપ્રિય થઈ ગઈ અને અડવાણીના પણ નિકટની હતી. 1998 સુધી તે નરોડાથી ધારાસભ્ય બની ગઈ. પણ 2002ના ગુજરાત રમખાણોમાં જ્યારે તેનુ નામ સામે આવ્યુ તો તેમની સાખને ધક્કો લાગ્યો.
2002માં જ થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તે વિજયી રહી. વર્ષ 2007ના ગુજરાત વિધાનસભા ચૂંટ્ણીમાં પણ માયા કોડનની ફરી જીતી ગઈ અને ટૂંક સમયમાં જ ગુજરાત સરકારમાં મંત્રી પણ બની ગઈ.
. પરંતુ 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશેષ ટીમે તેમને પુછપરછ માટે સમન્સ પાઠવ્યું અને બાદમાં તેમની ધરપકડ કરી લેવાઈ હતી જેના કારણે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
જોકે, તેઓ ટૂંક સમયમાં જ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. આ દરમિયાન તે વિધાનસભા પણ જતા રહ્યા અને નરોડા પાટિયાનો કેસ પણ ચાલતો રહ્યો હતો.
આખરે 29 ઓગષ્ટમાં કોર્ટે તેમને પાટિયા રમખાણોમાં દોષિત કરાર આપ્યો હતો અને 31 ઓગષ્ટના રોજ તેમને 28 વર્ષની કેદની સજા ફટકારાઈ હતી.