જેલથી 13 કેદીઓને ભગાડી જનારો રીઢો ચોર કેશન આણંદથી પકડાયો, 66 ગુના કરેલા છે

આણંદ, 26 માર્ચ 2021

ગુજરાતના આણંદ પોલીસને 24 માર્ચ 2021ના દિવસે અચાનક જેલ તોડીને 13 આરોપીઓને ભગાડી જનારો કેદી હાથ લાગ્યો છે. કિશન ઉર્ફે કેશન સંગોડે 66 ધરફોડ, લુંટ, મર્ડર જેવા ગુનાઓમાં સંડોવાયો છે. વાસદના ઓવરબ્રીજ પાસે એક વર્ષ પહેલા દેવગઢબારિયાની જેલમાંથી 13  ખુંખાર આરોપીઓને ભગાડી જવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કિશન ઉર્ફે કેશન સંગોડ સહિત ત્રણને ઝડપી પાડતા અનેક ગુનાઓ પરથી પર્દાફાશ થયો છે.

જેલમાં દોરડું નાંખીને 13ને ભગાડી ગયો

દાહોદની કુખ્યાત કિશન ઉર્ફે કેશન દેવગઢબારીયા જેલમાં હતો. લોકડાઉનને કારણે કોર્ટમાં તારીખે આરોપીઓને લઈ જતા ન હતા. જેલમાં કંટાળી ગયા હતા. બધા જેલની બેરેકનું તાળુ તોડી બહાર દોરડાથી મદદ કર ભગાડી દીધા હતા.

લસુએ સંપૂર્ણ આયોજન કરીને બીજા દિવસે જ કામ પતાવવાની વાત કરી હતી. જે અનુસાર ૩૦મી એપ્રિલ-૨૦૨૦ના રોજ કિશન અને રામસિંગ મહેતાળ બન્ને દેવગઢબારીયાથી ૭૦ મીટર જેટલું લાંબુ દોરડું ખરીદીને જેલની આજુબાજુમાં રાત્રીના સુમારે ગોઠવાઈ ગયા હતા. મધ્યરાત્રીના સુમારે લસુ સાથે કિશને ફોન પર વાત કરી હતી અને જેલના વરંડાને અડીને કુંડીની દીવાલ થઈ જેલના કોટ ઉપર દોરડું લઈ ચઢી ગયો હતો અને થોડા-થોડા અંદરે ગાંઠો મારી દઈ એક છેડો જેલની અંદર નાંખી દોરડાને લોખંડની એન્ગલ સાથે બાંધી દીધું હતુ. ત્યારબાદ દોરડા વાટે લસુ સહિત એકબાદ એક એમ કુલ ૧૩ જેટલા ખુંખાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ભાગી જનારામાં હિંમતસિંહ રૂપસિંહ બારીયા, કનુ ઉર્ફે કિશન વાઘા બારીયા, ગબી વિરીયા મોહનીયા, અરવિંદ ઉર્ફે ચચો ભયલા તંબોળીયા, શૈલેષ ભાવસિંહ ભુરીયા, વિજય ઉર્ફે વિજય સરાદર પરમાર, રાકેશ જવા માવી, લસુ ઉર્ફે લક્ષ્મણ મહેતાળ મોહનીયા, મુકેશ ઉર્ફે બાલુ જાલુ બામણીયા, રમેશ પીદીયા પલાસ, અરવિંદ સમરસિંહ કોળી, ગણપત મોહન દેવીપૂજક, કમલેશ થાવરીયાનો સમાવેશ થાય છે.

કઈ રીતે પકડાયો

એક રીક્ષામાં ત્રણ જેટલા શખ્સો તારાપુર તરફથી આવીને ચાલતા-ચાલતા બસસ્ટેન્ડ તરફ આવતા દેખાયા હતા. જેથી પોલીસે તેઓને શંકાને આધારે કોર્ડન કરીને તલાશી લેતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો છીણી, કટર, કાંડા ઘડિયાળ, રોકડ રકમ વગેરે મળી આવ્યું હતુ.

પોલીસને કિશન ઉર્ફે કેશન અબરૂ સંગોડ – પાંઉ, ધાનપુર, દાહોદ, માંજુ હીમા ભાંભોર – ઉંડાર, ભાંભોર ફળિયું, ધાનપુર, દાહોદ અને મનુ મસુલા મોહનીયા – સુરાડુંગરી ફળિયુ, સંજોઈ, ધાનપુર, દાહોદના છે.

કિશન સંગોડેના 19 ગુના

પકડાયેલો મુખ્ય સૂત્રધાર કિશન ઉર્ફે કેશન દેવગઢબારીયા જેલ તોડીને આરોપીઓને ભગાડી જવાનો મુખ્ય સૂત્રધાર કિશન ઉર્ફે કેશન 66 ધરફોડ, લુંટ, મર્ડર જેવા ગુનાઓમાં સંડોવાયો છે.

3 મંદિરોમાં પણ ચોરી અને લૂંટ કરી હતી. ધાનપુરના બારીયા ગામે ઘરમાં લુંટ, ધાનપુરના મોઢવા ગામે દુકાનમાં પરચુરણ સામાનની ચોરી, ધાનપુરના મેનપુર ગામે  લુંટની કોશીશ, ધાનપુરના નળુ ગામે કરીયાણાની દુકાન તોડી ચોરી, ધાનપુરના પીપેરો ગામે કેબીનમાં ચોરી,  ધાનપુરના બારીયા ગામે દુકાનમાં છત્રીઓની ચોરી, ધાનપુરના મેદરી ગામેથી બકરાંની ચોરી મળીને 19 ગુના છે જે નાની ચોરી કરતાં હતા. કાલાવાડ તાલુકાના રણુજા પાસે એક આશ્રમમાં પોતાના સાગરીતો સાથે લુંટ કરેલી જેમાં સાધુઓને ડરાવી ધમકાવી રોકડ રકમની લુંટ કરી હતી.

17 ગુનામાં ભાગેડું હતા

ત્રણેય શખ્સોએ ધાડ-લુંટ, ઘરફોડ ચોરોઓના અલગ અલગ જગ્યાના 28 ચોરીઓ કરેલાની કબૂલાત કરેલી છે. તેમજ 17 ગંભીર પ્રકારના ગુનાઓમાં નાશતા ફરતા હતા. ત્રણેય શખ્સો અગાઉ 21 ગુનાઓમાં પકડાયેલા છે.

ગુજરાતના 21 વિસ્તારોમાં ગુના

દામાવાવ પોલીસ સ્ટેશનમાં લુંટ-હથિયારનો ગુનો, ધાનપુર પોલીસ સ્ટેશનના લુંટ-હથિયારના ગુનામાં હજુ વોન્ટેડ છે. ધોળકા, માતર, દેવગઢ બારીયા, રાજગઢ, કોઠ, કરજણ, દામાવાવ, જાંબુઘોડા, ડભોઇ, હાલોલ, લીમખેડા, શહેરા સહિતના 21 પોલીસ સ્ટેશનમાં ધાડ, લૂંટ, ચોરી, હથિયારો, વાહન ચોરી સહિતના ગુના તેના વિરૂદ્ધ નોંધાયા છે

2013થી ગુના

કિશન ઉર્ફે કેશન સને 2013થી ચોરી, લુંટફાટના ગુનાઓ આચરી રહ્યો છે. પોતાની ટોળી બનાવીને નક્કી કરેલી જગ્યાએ ચોરી કરતા હતા. મકાન માલિક જાગી જાય તો તેને માર મારતા હતા. લુંટફાટ કરીને ફરાર થઈ જતા હતા.  બાદમાં ભાગ પાડી લેતા હતા.

મનુ અને કિસનના ચોરાના ગુના

ચોરીમાં વડોદરા અને સૌરાષ્ટ્રને આ મનુ અને કિસન શિકાર કરતાં હતા. વડોદરા શહેરના અકોટા, માંજલપુરની રેલવે પાસે, કલાલી રેલવે ફાટક પાસે, સોમાતલાવ પાસે , રવિપાર્ક, માંજલપુરની વસાહતમાં ચોરી કરી હતી. વડસર સ્વામિનારાયણ મંદિરમાં રાત્રીના સમયે દાનપેટી તથા સીસીટીવી ડીવીઆરની ચોરી, ધ્રોલ મુકામે સહકારી મંડળીનું રાત્રીના સમયે તાળુ તોડેલ તેમાંથી પરચુરણ સામાનની ચોરી, ધ્રોલ મુકામે એગ્રોની દુકાનના તાળા તોડી રોકડની ચોરી, ગોડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રીના સમયે બે દુકાનોમાં શટર તોડી રોકડ રકમની ચોરી કરી હતી.

માંજુના ગુના

ધાનપુરના મેદરીમાં લુંટ, મેનપુર ગામમાં લુંટ, સરકારી શાળામાંથી ફોટો કોપી મશીન તથા એલ.સી.ડી. તથા ચાર પંખાની ચોરી, દુાકમાં ચોરી કરી હતી.

પિપલોદમાં દુકાનમાં ચોરી,  અમદાવાદમાં સોલા પાસે રેલ્વે ફાટક પાસેના મકાનમાં અને દુકાનમાં ચોરી, આણંદના વહેરાખાડીમાં દુકાનનું કેબીન તોડીને ચોરી, મોરબીમાં ચોરી કરી હતી.