ભારત પાકિસ્તાન અલગ થયા ત્યારે જેટલી ગુજરાતમાં હીજરત નહોતી થઈ તેનાથી કોરોનાની રૂપાણીની અવ્યવસ્થાને કારણે થઈ છે. જો તેમને ખાવાનું અને મહિને એક હજારની સહાય મળી હોત તો 4.25 લાખ લોકો સહિત 10 લાખ લોકોની અત્યાર સુધીની હિજરત અટકીવ શકાઈ હોત. જે અંગે ખૂશવંતસિંહે ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક લખ્યું હતું. ફેર એટલો છે કે ત્યારે ટ્રોનો ખીચોખીચ ભરેલી હતી અત્યારે ટ્રોનોમાં ઓછા લોકોને બેસાડવામાં આવી રહ્યાં છે.
ગુજરાતમાંથી સૌથી વધું ટ્રેન ટુ ભારત ગઈ છે. ભારતમાં એક પણ રાજ્યમાં આટલી ટ્રોનો દોડી નથી. તેથી ભારતમાં સૌથી વધું હિજરત ગુજરાતથી દેશમાં થઈ છે. બઘા ગુજરાત છોડીને જઈ રહ્યાં છે.
ગુજરાતમાં રોજી-રોટી, રોજગાર માટે આવેલા દેશના અન્ય રાજ્યોના ૪ લાખ ૨૫ હજાર જેટલા શ્રમિકો-કામદારોને પોતાના વતન રાજ્ય-પ્રદેશ ગયા છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,
વિશેષ ટ્રેન સેવાઓ દ્વારા ૧ લાખ ર૧ હજાર, બસ સેવાઓના માધ્યમથી પપ હજાર તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખાનગી વાહનો-ખાનગી બસો દ્વારા ૧ લાખ ૬૭ હજાર જેટલા તથા સુરત મહાનગરમાંથી ખાનગી વાહનો-સ્વ વાહનો દ્વારા ૧ લાખ ૧૪ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકો પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં પોતાના વતન રાજ્ય ગયા છે.
ર મે થી તા. ૬ મે દરમ્યાન ૬૭ વિશેષ યાત્રી ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૯, ઓરિસ્સા માટે ૧૩, બિહાર માટે ૧૩ અને ઝારખંડ માટે ર ટ્રેનનો છે.
આ દરેક ટ્રેનમાં ૧ર૦૦ જેટલા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સના પાલન સાથેની વ્યવસ્થાઓ અન્વયે જિલ્લાતંત્ર દ્વારા તેમના વતન રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
ગુરૂવારે તા. ૭મી મે ના દિવસે વધુ ૩૪ વિશેષ ટ્રેન જેમાં યુ.પી.ની ર૦, બિહારની ૪, ઝારખંડની ર, ઓરિસ્સાની પ, મધ્યપ્રદેશની ર અને છત્તીસગઢની ૧, ટ્રેન ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી, મહેસાણા, ગોધરા, જામનગર, જુનાગઢ જેવા સ્ટેશન્સથી રવાના થવાની છે.
આમ, સમગ્રતયા વિશેષ ટ્રેન મારફતે ૧ લાખ ર૧ હજાર શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
લોકડાઉનની સ્થિતીમાં દેશના અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા-ફસાઇ ગયેલા એવા ગુજરાતના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ યાત્રિકોને મુખ્યમંત્રીશ્રીના દિશા-નિર્દેશનમાં સંબંધિત રાજ્યો સાથે સંકલન કેળવીને ગુજરાત પરત લાવવાની કાર્યવાહી અંતર્ગત ર૯પ૪૦ ગુજરાતીઓ અત્યાર સુધીમાં રાજ્યમાં સહિસલામત પરત લાવવામાં આવ્યા છે.
આવા મૂળ ગુજરાતી યાત્રિકો-પ્રવાસીઓમાં મહારાષ્ટ્રમાંથી ૧પ,પર૩, રાજસ્થાનથી ૪રપર, ઉત્તરપ્રદેશથી ૧૪૧ર, મધ્યપ્રદેશથી ૧પ૯૦, કર્ણાટકથી ૧૧૩૮ મળીને દિલ્હી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાંથી પણ લોકડાઉનની સ્થિતીમાં ત્યાં અટવાઇ ગયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારના સંકલનથી પરત લાવવામાં આવ્યા છે.