Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक
જયદીપ વસંતની વિગતો
બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર
6 સપ્ટેમ્બર 2024
કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે.
ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભુજમાં બનાવવામાં આવેલું હમીરસર તળાવ જળસંચય અને જળવ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો છે, જેના કારણે રણપ્રદેશ પાસે આવેલું શહેર હોવા છતાં ત્યાં પાણીની તંગી વર્તાતી નહોતી. શહેરમાં ક્યારેય પાણી ભરાતા નથી.
કચ્છીઓ હમીરસર તળાવ સાથે ભાવનાત્મક અને ઈજનેરી રીતે જોડાયેલા છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ‘કચ્છ’ શબ્દનો મતલબ જ પાણીથી ભરપૂર એવો થાય, પરંતુ તેનો આકાર કાચબાની પીઠ જેવો છે, જેના કારણે જળસંગ્રહ થઈ નથી શકતો. નાનું-મોટું રણ પ્રદેશને સૂકો બનાવે છે. કાચબાને સંસ્કૃત ભાષામાં ‘કચ્છ’ કહેવાય છે એટલે પણ આ વિસ્તારને નામ મળ્યું હોવાનું મનાય છે.
20મી સદીના અર્થશાસ્ત્રીએ આપેલા સિદ્ધાંતની ઉપર ભારત સહિત અનેક દેશો અમલ કરે છે, પરંતુ કચ્છના રાજવીએ 19મી સદીની શરૂઆતમાં તેનો અમલ હમીરસર તળાવ ખાતે કર્યો હતો. તે પહેલાં ધોળાવીરામાં બંધ હતા.
પાણીની પૂરતી વ્યવસ્થા હોય તેવા વિચાર સાથે રા’ ખેંગારે સંવત 1605 (ઈ.સ. 1549)ના માગશર સુદ છઠના દિવસે નવા પાટનગરની સ્થાપના કરી.
ભુજંગિયા ડુંગર પરથી નવા નગરનું નામ ભુજંગનર પડ્યું, જે આગળ જતાં ભુજનગર તથા ભુજ તરીકે પ્રચલિત થયા.
ભુજસ્થિત ઍરિડ કૉમ્યુનિટીઝ ઍન્ડ ટેકનૉલૉજીના ડૉ. યોગેશ જાડેજાના કહેવા પ્રમાણે, “હમીરસર તળાવનો જે કૅચમૅન્ટ વિસ્તાર છે, તે ભુજના રહીશો તથા ઢોરઢાંકર માટેની તત્કાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતો હતો. તળાવો તથા કેનાલની વ્યવસ્થા દ્વારા વધારાના લગભગ સાડા છ ગણાં વિસ્તારનું પાણી તળાવોમાં એકઠું કરવામાં આવતું અને જરૂર પડ્યે તેને હમીરસર તળાવમાં છોડવામાં આવતું. ત્રણ કિલોમીટરની હરીપર કેનાલ તૈયાર કરવામાં આવી હતી.”
“ઉમાસર (હાલના) તળાવમાંથી લગભગ પોણા કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ચૅનલ મારફત આ પાણી હમીરસર તળાવમાં પહોંચતું. વચ્ચે 22 કૂવા દ્વારા ટનલની સફાઈનું કામ થતું, એક રીતે તે ‘મૅનહૉલ’ જેવી ગરજ સારતા.”
ભુજ નગરમાં 40થી 60 ફૂટ ઊંડા કુલ્લે 330 જેટલા કૂવા ગાળવામાં આવ્યા છે, જે વપરાશ માટેનું પાણી તથા જળસ્તરને ઊંચું લાવવાનું પણ કામ કરે છે.
કાલખંડની દૃષ્ટિએ હમીરસર તળાવને રાવનો સમય, બ્રિટિશરાજ હેઠળ, સ્વતંત્રતા પછી અને વર્ષ 2001માં ભૂકંપ પછી એમ ચાર કાલખંડમાં વહેચી શકાય. રાવના સમયમાં અને સ્વતંત્રતા સુધી કેનાલોમાં જોડાણ મારફત વધારાના કૅચમૅન્ટ વિસ્તારોનું પાણી હમીરસર સુધી પહોંચે તેવા ઉમેરા થયા.
2001માં ભૂકંપ પછી ‘નવું શહેર’ વસાવવા માટે જમીનની જરૂર હતી, જેના કારણે જળપ્રવાહમાં અવરોધ ઊભા થયા છે. ભાજપના નરેન્દ્ર મોદીના આયોજનની આ સૌથી મોટી ખામી છે. જોકે, વરસાદમાં અસામાન્ય વૃદ્ધિ અને પાછેતરાં સુધારાને કારણે હમીરસર તળાવ ઑવરફ્લો થતું રહે છે.
માર્ચ-2023માં કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા 75 ‘વૉટર હૅરિટેજ સાઇટ’ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હમીરસર ઉપરાંત કાંકરિયા તળાવ (અમદાવાદ), રાણીની વાવ (પાટણ), લોથલ ડૉક્સ (અમદાવાદ) અને સુદર્શન તળાવનો (જૂનાગઢ) સમાવેશ કરવામાં આવ્યો હતો.
હમીરસર છતરડીવાળા તથા રાજેન્દ્રબાગ એમ બે ભાગમાં વહેંચાયેલું તળાવ છે. કચ્છના રાજવીઓના અંતિમસંસ્કાર બાદ ત્યાં ભવ્ય સ્મારક બનાવવામાં આવતું, જેમાં કળા-સ્થાપત્યનું કામ થતું, જેને સ્થાનિક ભાષામાં ‘છતરડી’ તરીકે ઓખખાય છે. હમીરસર તળાવ ખાતે આવી કલાત્મક છતરડીઓ આવેલી છે.
હિતેન્દ્ર દેસાઈ
તા. 28 /09/1970ના તત્કાલીન હિતેન્દ્ર દેસાઈ સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો, જે મુજબ હમીરસર તળાવ છલકાય એટલે ભુજ શહેરમાં રજા જાહેર કરવામાં આવે છે, જેની સત્તા કચ્છ જિલ્લાના કલેક્ટર પાસે હોય છે.
દુષ્કાળમાં ખોદાયું
છલકાઈ જાય એટલે કચ્છીઓ એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરે.’મેઘલાડુ’ બનાવે. 1825ના દુષ્કાળમાં અંગ્રેજ લશ્કરની છાવણી ભુજમાં હતી. કોઈ ભૂખ્યું મર્યું ન હતું. જે લોકો હમીરસર તળાવ ખોદવા આવતાં તેમને રોજ અરધો શેર અનાજ આપવામાં આવતું. આ સિવાય કૂવા પણ ગાળવામાં આવ્યા હતા.
ઈ.સ. 1839 અને ઈ.સ. 1841- ’42ના વર્ષમાં હમીરસર તથા દેશળસર ઊંડા કરાવ્યાં હતાં. લગભગ બેથી ત્રણ હજાર લોકો કામે લાગ્યા હતા. એમાંથી મોટાને પાટી તથા નાનાને અડધી પાટી અનાજ આપવામાં આવતું. આ કામ ત્રણ વર્ષ ચાલ્યું હતું.
1825માં કચ્છના દુકાળ વેળાએ જળાશયો ખોદાવવાની તથા પરંપરાગત જળાશયોને ઊંડા કરવાની નીતિ અપનાવી હતી અને રાહત આપવાનો પ્રયાસ થયો હતો.
મહારાવ પ્રાગમલે ભુજના હમીરસર તળાવની વચ્ચેથી અવરજવર થઈ શકે તે માટે પુલ બંધાવડાવ્યો હતો.
આ સિવાય તેમણે ચાડવા ડુંગર પર પ્રાગસર નામનું તળાવ બંધાવડાવ્યું હતું. હમીરસર છલકાય એટલે તેનું પાણી પ્રાગસરમાં એકઠું થાય, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સિવાય ખારી નદી મારફત હમીરસરનું વધારાનું પાણી રૂદ્રમાતા ડૅમ સુધી પણ પહોંચે છે.