પ્રદીપની વાંચન યાત્રા મા જોડાઈએ!

રોજ અનેક લોકો સાથે મળતો રહુ છું પણ થોડા દિવસ પહેલા સમય કાઢીને વડોદરા ના સેફરોન સર્કલ પાસેના વાંક ઉપર ફૂટપાથ પર પુસ્તકો વેચતા આ ભાઈ જેમનુ નામ પ્રદીપ છે તેમને સામે થી મળવાનુ મન થયુ.

આમ તો હુ મિત્રતા ખુબ જ ઓછી કેળવુ છુ  કારણ જીવનમા સંબંધો માટે કદાચ સમય ઓછો છે અને કામ ઘણુ છે છતા પ્રદીપ સાથે મિત્રતા કેળવવી જરૂરી લાગી કારણ થોડા સમય પહેલા એક સારા લેખક ઓથર એવા જીતેસ દોંગા એ પ્રદીપ વિશે સોશિયલ મિડિયા મા આર્ટિકલ શેયર કર્યો હતો.જે આપે પણ વાચ્યો હશે ના વાંચ્યો હોય તો શોધીને ચોક્કસ વાચજો.

પ્રદીપ ને ત્યાથી હુ પહેલા પણ  ઘણી વાર પુસ્તકો ખરીદવા જતો હતો પણ આ વખતે જવાની ઈચ્છા પુસ્તક તો ખરા પણ પ્રદીપ પોતે પણ હતા.પહેલા પણ પુસ્તક લેવા ગયો તો તેમણે સામેથી ઘણા પુસ્તક વાંચવા સલાહ આપી મનોમન હુ ખુશ તો થયો કે મઝાનો માણસ લાગે છે પણ રાજનૈતિક કર્પમશીલતાએ મારુ ઘડતર થોડા વર્ષો મા એવુ તો કર્યુ છે કે સંબંધો ઓછા કરી દીધા છે.માટે જ વ્યસ્ત જીવન ના કારણે પ્રદીપ મારા મગજ માથી ભુલાઈ ગયો જે મારી પણ ભુલ જ હતી.જીતેસ દોંગા નો આભાર વ્યક્ત કરવો પડે કે તેમણે પ્રદીપ ને આપણી વચ્ચે લાવી ને ઊભા કરી દીધા.

પ્રદીપ ના પુસ્તકો પુર મા તણાઈ ગયા યુવાનો એ તેમને ફરી બેઠા કર્યા કદી ના તુટનાર પ્રદીપ લોકડાઉન મા થાકી ગયા સારા લોકોએ તેમને ટેકો કર્યો કેમ? કારણ નિસ્વાર્થ ભાવે સમાજ ને જ્ઞાન પીરશનાર હશે કેટલા? જે આપણી સહુની જવાબદારી છે.

પ્રદીપ ને થોડા દિવસ અગાઉ મળવાનુ થયુ આ વખતે સમય લઈ ગયો હતો. થોડા પુસ્તક લીધા સાથે સાથે વાત કરતા અને પ્રદીપે પોતાની વાત કરી કે જીતેસ દોંગા એ લખેલ આર્ટિકલ પછી તેનુ જીવન મા શુ અસર પડી? ઘણુ સારુ ઘણુ અસામાન્ય જીવન મળવાથી જટિલ પ્રતિક્રિયા પ્રદીપ આપતા હતા પણ છેલ્લે મે તેમની સાથે આ એક ફોટો લેવા પુછ્યુ અને તેમના શબ્દ હતા “પતા નહી યહ સમય જીવન મે દોબારા આયેગા યા નહી” કારણ હવે લોકો પ્રદીપ ને મળવા જાય છે.તેના વિડિયો, ફોટો, આર્ટિકલ છાપે છે. એક સામાન્ય પ્રદીપ આજે ઘણો પ્રચલિત થયો છે.

હુ બહુ ઓછા વ્યક્તિત્વ સાથે સામેથી ફોટો પડાવું છુ છતા પ્રદીપ સાથે ફોટો લેવાનુ મન થયુ હતુ. પ્રદીપ વિશે લખવાનો મારુ તાત્પર્ય એટલુ જ છે કે ઝુપડપટ્ટી મા રહેતો આ વ્યક્તિ તમામ પુસ્તક વાચીને બેઠો હોય છે.લોકોને જ્ઞાન મળે લોકો સમજ કેળવે તેવો વ્યવસાય આ ડિજિટલ યુગ મા એક સેવાકાર્ય થી ઓછો નથી જ નથી. પ્રદીપ પણ ઘણા સેવા કાર્ય કરે છે. સમાજ તેને સાચવે તે જરુરી છે.આપણે સહુ તેમને સાચવીએ આ પુસ્તક યાત્રા વાંચન યાત્રા ને મજબુત બનાવીએ. પ્રદીપ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે તેમને જોઈ જીવનમા તમને વાચવાની પ્રેરણા ચોક્કસ મળશે.જીવનના સંઘર્ષ સાથે આવુ જ્ઞાન તે એક મઝા છે. જુઓ આ જીવન શુ છે!?

માટે જ્યારે પણ વડોદરા જાવ તો સેફરોન સર્કલ પાસેના વળાક પર બપોરે ૨:૦૦ વાગ્યા પછી શરુ થતી પ્રદીપની વાંચનયાત્રા સાથે જરૂર જોડાશો તેટલી જ આપ સહુ મિત્રો ને અપીલ કરીશ. પ્રદીપ ના ત્યાથી એક પુસ્તક તો ચોક્કસ ખરીદશો.

આભાર.

રોમેલ સુતરિયા

(રાજનૈતિક યુવા કર્મશીલ)