ગાંધીનગર, 12 ઓગસ્ટ 2020
બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે, કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલી જગ્યાએ હોસ્પિટલ બનાવી છે. જેમાં ખરેખર હોસ્પિટલ તરીકે સવલતો પણ નથી.
ભાજપના નેતાની મુન્નાભાઈ હોસ્પિટલ
અમરનાથ કોર્પોરેશનની જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે વ્યવસ્થા નથી. એક જ સીડી છે. શ્રેય હોસ્પિટલની જેમ કોરોનાના દર્દીઓ માટે જોખમ છે. સોશિયલ મિડિયાથી કલેક્ટરને જાણ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા મારફત દિન 3 મા ખુલાસો કરવા માટે પણ સંદેશો ફરી રહ્યો છે.
શંકરસિંહની મહેરબાની
લઘુ ઉદ્યોગના હેતુસર ગ્રાન્ટ કરેલી આ જગ્યા પર શોપીંગ સેન્ટર બની ગયુ હતું. શંકરસિંહ વાઘેલાના પક્ષમાં ગયેલા નેતાને આ ભેટ આપવામાં આવી હતી. 15 વર્ષ પહેલા સીલ માટેરલું હતું. જે આજ સુધી સોપીંગ સેન્ટરમાં ઉપરના બે માળ ખાલી હતી અને હમણાથી દુકાનો પણ શરૂં થઈ છે. દાંતીવાડા યુનિવર્સિટીની સરકારી જગ્યામાં દબાણ કરેલું તે બાબતે કલેકટરે મનાઇ હુકમ આપી સીલ કરવામાં આવી હતી. સરકાર દ્વારા હેતુફેર માટે પ્રિમિયમ ભરવું પડે છે. હેતુફેર થયો છે કે કેમ તેની કલેક્ટરે ચકાસણી કરવી પડે તેમ છે. વીજ જોડાણ હમણાં મળેલું છે. નગપરપાલિકાની આકારણી થઈ નથી.
50 આઈસીયુ
ડીસામાં 150 બેડની એક કોવીડ હોસ્પિટલ છે. જેમાં માત્ર 15 દર્દીઓ છે. જો પછી બીજી 115 બેડની હોસ્પિટલની કેમ જરૂર પડી તે એક મોકો પ્રશ્ન ડીસાના લોકોને સતાવી રહ્યો છે. જેમાં 50 આઈસીયુ મંજૂર કરાયા છે. જેમાં તમામમાં વેન્ટીલેટર છે કે કેમ તે અંગે કલેક્ટરે તપાસ કરવી પડે તેમ છે. ખીચોખીચ બેડ રાખવામાં આવ્યા છે. નિયમો પ્રમાણે હોસ્પિટલ નથી. જનતા હોસ્પિટલમાં તબીબો ને રહેવા માટેની પણ વ્યવસ્થા અંદર જ કરવામાં આવી છે.
ભાજપનું રાજકારણ
ભાજપના નેતાએ જાહેર કર્યું હતું કે, ભણશાલી હોસ્પિટલ પછી બીજા ખાનગી ટ્રસ્ટને સરકારના હેલ્થ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી જ્યાં સરકાર દ્વારા હોસ્પિટલની ખાલી પથારી અને કોરોનામાં દાખલ હોય તેવા પથારી ઉપર સરકાર દ્વારા ખાનગી ટ્રસ્ટને ચાર્જ ચુકવણા કરવામાં આવશે. સરકાર દ્વારા આવા નિર્ણયના લીધે ગુજરાતમાં 2 હજારથી વધુ હોસ્પિટલ આ મોડલમાં ચાલે છે. જેના લીધે કોરોના ના દર્દીઓ ને સારવાર મળી રહે માટે આવી હોસ્પિટલનો લાભ લોકોએ લેવો જોઇએ. હજુ પણ કોઈ પણ ખાનગી ટ્રસ્ટ કે હોસ્પિટલ બનાવા માંગતું હોય તો આવકાર્ય છે. આ ખુલાશો ભાજપના નેતાઓની પોલ અંગે ઘણું કહી જાય છે.
કોવીડ હોસ્પિટલ શરૂ કરે એટલે સરકાર રૂ.15 લાખ એડવાન્સ આપે છે. જેમાં આઈસીયુ સવલત હોય તો મોટી સહાય સરકાર આપે છે.
અમિત શાહ જૂથ સાફ થવા લાગ્યું
અમિત શાહ સામે હવે ગુજરાત ભાજપ આવી ગયું છે. પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને બેસાડી દેવાયા ત્યારથી અમિત શાહના જૂથના લોકોની ખબર લેવામાં આવી રહી છે. આ મુન્નાભાઈ હોસ્પિટલ પણ અમિત શાહ જૂથના ભાજપના નેતાની છે. જ્યારે હોસ્પિટલનું ઓપરેશન ભાજપનું એક જૂથ કરી રહ્યું છે તે શંકર ચૌધરી જૂથનું છે. આમ અહીં પણ શંકર ચૌધરીનું જૂથ અને અમિત શાહનું જૂથ આ હોસ્પિટલ માટે લડી રહ્યું છે. ભાજપમાં આ અંગે હવે ડીસાથી રજૂઆત થવાની છે.