સફેદ માખીથી અબજોનું નુકસાન, રાખ સારોનો ઉપાય શોધતા મહેસાણાના ખેડૂત 

Loss of crores due to white fly, a solution from the ashes by the farmer of Mehsana, Gujarat
દિલીપ પટેલ, 1 એપ્રિલ 2022
ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નારિયેળના 25 ટકા અને કપાસના 25 ટકા પાકને સફેદ માખી તબાહ કરી રહી છે. ઉપદ્રવ કપાસ, દિવેલા, તમાકુ, સૂર્યમુખી, રીંગણ, ભીંડા, મરચી, કોબીજ, બટાટા, ટમેટાં, સરસવ, મૂળા, લીંબુ વર્ગ, દ્રાક્ષ, દાડમ, જામફળ, ફણસ, જાંબુ, આંબા, દાડમ, નાગરવેલમાં સફેદ માખી ભારે નુકસાન કરે છે.

સામાન્ય રીતે એક હેક્ટરે 1 ટન પાક થતો હોય છે. જેમાં સફેદ માખી 10થી 30 ટકા નુકસાન કરે છે. અબજો રૂપિયાનું નુકસાન સફેદ માખીથી થઈ રહ્યું છે.

ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે જેમાં રોકડિયા પાક 80 લાખ હેક્ટરમાં સફેદમાખીના કારણે 10થી 30 ટકા સુધી ભારે નુકસાનીનો સામનો કરી રહ્યાં છે. ચૂસિયા પ્રકારની સફેદ માખી કે મશી બહુભોજી જીવાત ખેતરોમાં નુકસાન કરે છે. મોલોની સાથે જોવા મળતી જીવાત હોવાથી બંને જીવાતો મોલો-મશીથી ઓળખાય છે.

શરીર ઉપર સફેદ મીણની ભૂકીનું આવરણ છવાયેલું હોય છે.

રાખ કરે ખાક

સફેદમાખીનો ઉપાય મહેસાણાના ભીખાભાઈ ધુળાભાઈ પટેલે શોધી કાઢ્યો છે.
ખેતી પાકોમાં સફેદ માખીના નિયંત્રણ માટે રાખનો ઉપયોગ તેઓ કરે છે. સફેદમાખીના નિયંત્રણ માટે એક વીઘા જમીનમાં આશરે 20 કિલો રાખનો ઉપયોગ કરવામાં આવે છે. પવન ન હોય ત્યારે બે થી ત્રણ વખત રાખ છાંટવામાં આવે છે.

મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતાં તેના પર કાળી ફૂગનો ઉગાવો થતાં પ્રકાશ-સંશ્લેષણની ક્રિયામાં અવરોધક બને છે. પરિણામે છોડની વૃદ્ધિ રૂંધાય છે. કાળી ફૂગ કપાસની વીણી, જીનિંગ તથા સ્પિનિંગમાં તકલીફ પેદા કરી રહી છે.

ઉનાળો શરૂ થયો છે ત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતાં આ જીવાતનો ઉપદ્રવ પણ વધવા પામતો હોય છે.

તમાકુ, મરચી, તલનો કોકડવા, ભીંડાની પીળી નસનો વિષાણુજન્ય રોગ માખીથી ફેલાય છે.

શેરડીના પાકમાં ઝાંખા પીળા રંગની માખ મધ્ય નસની સમાંતરે હારબંધ ઈંડાં મૂકે છે.

બચ્ચાં રસ ચૂસે છે. જેથી ડાળીઓ ચીમળાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં પાન ખરી પડે છે.

ફળ મોડાં પાકી નાનાં રહે છે. માર્ચ-એપ્રિલ-ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં માખી વધે છે.

બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું જરૂરી છે. ઈંડા વાળા પાનનો નાશ કરવો પડે છે.

પીળા રંગના ટ્રેપમાં ગ્રીસ લગાવી જે તે પાકમાં મૂકવામાં આવે છે.

પરભક્ષી કીટકો જેવાં કે ક્રાયસોપા, બ્રુમોઇડસ, સટુરાલિસ, એન્કાર્સિયા સીટુફીલા, પ્રોસ્પેલ્ટેલા, ડાળિયા, સેરેન્જિયમ પારસેટોમસ, બાહરેન્સિસ, ઇરેટોમોસિસ જીવાતનું કુદરતી કે જૈવિક રીતે નિયંત્રણ થાય છે.

પ્રોસ્પેલ્ટેલા લાહોરેન્સિસ, ફોર્માસા ભમરી સફેદ માખી ખાઈ જાય છે.

કપાસને નુકસાન કરતી સફેદ માખીના પરભક્ષી અને પરજીવી કીટકો કામ કરે છે. સફેદમાખીને નાશ કરતા 7 પરભક્ષી કિટકો છે. 7 જાતના કરોળિયા માખી ખાય છે.

માખીને ખાઈ જતાં પરભક્ષી લેડીબર્ડ બીટલ્સ, ક્રાયસોપા, જીઓકોરીશ, બ્રુમોઇડ્સ કિટકો એ માખીના કુદરતી દુશ્મનો છે.

લીમડાનું તેલ , ડિટરજન્ટ પાઉડર સૌથી ઉત્તમ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લીધેલ પ્રાથમિક અખતરા મુજબ આ જીવાત જોવા મળે ત્યારે લીમડાનું તેલ કે જૈવિક જંતુનાશકો જેવી કે બ્યુવેરીયા બાસીયાના 80 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અથવા નાની અવસ્થાના ઝાડમાં એસીટામીપ્રિલ 20 એસપી 5 થી 6 ગ્રામ અથવા બાયફેનથ્રીન 10 ઈસી 7.5 મીલી અથવા ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી 15 ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 15 થી 20 મીલી પૈકી કોઈ પણ એક રસાયણિક દવાપ્રતિ પંપ ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય એ રીતે છંટકાવ કરવો .

જંતુનાશક દવાઓ સાથે ડિટરજન્ટ પાઉડર અથવા સ્ટીકર મિક્સ કરી છંટકાવ કરવામાં આવે તો ખુબ સારા પરિણામો મળે છે .