વલસાડ, 8 મે 2020
કોરોનાના ચેપી દર્દીઓની સંખ્યા વધે તો પથારીની વધુ જરૂર પડે છે. આવા સમયે તાત્કાલિક બેડની વ્યવસ્થા કરવી અતિ મુશ્કેલ છે. આ ઉપરાંત સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા બેડને સંપૂર્ણ સેનેટાઇઝ કરવો ખૂબ જરૂરી બની જાય છે. આવા મુશ્કેલ સમયે વાપી જી.આઇ.ડી.સી ખાતે આવેલી આર્યન પેપર મીલ્સ પ્રા.લી. દ્વારા પૂઠાની પથારી બનાવી છે જે વાપરીને તેનો નાશ કરી શકાય છે.
આર્યન પેપર મીલના ડાયરેકર સુનિલભાઇ શાહની પુત્રી રીયાબેન અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં આર્કિટેકનો અભ્યાસ કરે છે. કોવિદ-૧૯ ની મહામારીમાં આર્યન પેપર મીલ યોગદાન આપી શકે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. સૌથી વધુ જરૂરિયાત એવી આઇસોલેશન બેડ માટે ડીઝાઇન તૈયાર કરાઇ. સૌથી સસ્તો, ટકાઉ અને બદલવામાં સરળ પૂઠાનો બેડ તૈયાર કરાયો.
WHO ની ગાઇડલાઇન અનુસાર વાપરો અને ફેંકી દો – યુઝ એન્ડ થ્રો આ બેડ સંપૂર્ણ ખાખીના પૂંઠામાંથી બનાવવામાં આવે છે. એની ડીઝાઇન એવી છે કે, ચાર મિનીટમાં પથારી પાથરી શકાય છે. વજનમાં એકદમ હલકું હોવાથી તેની હેરફેર સરળ બની જાય છે. પાણી સ્પર્શ કરી શકતો નછી. જેથી વારંવાર સેનિટાઇઝેશનનો છંટકાવ કરવામાં આવે તો પણ નુકશાન થતું નથી.
200 કિલો વજન ભાર વહન કરી શકે છે. જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવું હોય તો પણ ખોલીને સરળતાથી લઇ જઇ શકાય છે, આયુષ્ય છ માસ છે.
આ કંપની દ્વારા ઇન્ડીયન નેવીને 200, મુંબઇ મહાનગરપાલિકાને 500, દમણને 100 અને સેલવાસને 100 પથારી દાનમાં આપી છે. ગુજરાતમાં કારખાનું હોવાથી ગુજરાત સરકારને એક પણ દાન આપવામાં આવ્યું નથી. જે ઘણુંબધું કહી જાય છે.
મુંબઇ હોટસ્પોટ વિસ્તારમાં 4000 નંગ લોકોને આપ્યા છે. ગુજરાત સરકાર ડીમાન્ડ કરશે તો પડતર કિંમતે બેડ આપવાની તૈયારી દર્શાવી છે. કંપની દ્વારા રોજના 700 જેટલા બેડોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતને એક પણ પથારી દાનમાં ન આપ્યા બાદ આર્યન પેપર મીલ્સના ડાયરેકટર સુનિલ શાહ જણાવે છે કે, આ અવસર માતૃભૂમિનું ઋણ અદા કરવાનો છે. લોકોને મદદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.”