વડાપ્રધાન મોદીના ખાસ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પત્રકારને મારી નાંખવાની ફરી ધમકી આપી

ગાંધીનગર, 9 ફેબ્રુઆરી 2021

ગુજરાત ભાજપના વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. પત્રકારોની સાથે વાતચીત કરતા સામયે મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને માણસને કહીને ઠોકાવી દેવાની ધમકી આપી હતી. કેમેરા સામે મીડિયાકર્મીને ધમકી આપતા તેઓ વિવાદમાં આવ્યા છે.

પ્રશ્ન સીધો પૂછને નહીં તો અહીં તને બતાવી દઈશ. માણસોને કહીને ઠોકાવી દઈશ. આટલું ધ્યાન રાખી લેજે. સીધો-સીધો પ્રશ્ન પૂછે તો સીધો જવાબ આપું. બાકી અંદર આપી દીધો તો અહીંયા ખોટી ડાહ્યણગીરી શું કરવા કરે છે.

અગાઉ પણ તેમણે એક વિવાદ બાબતે મીડિયાકર્મીને માર મારવાનો અને તેનો કેમેરો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે અગાઉ પણ એક મીડિયાકર્મીને કહ્યું હતું કે, હવે ગાળ સાંભળીશ મારી. ચાલો કેમરા બંધ કરો. ત્યારબાદ તેમણે એક મીડિયાકર્મીને મારવાની કોશિશ કરી હતી અને કેમેરો છીનવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવના દીકરા દીપકને ટિકિટ નહીં આપતા તેઓ પક્ષથી નારાજ થયા હતા. ત્યારબાદ દીપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

સી.આર. પાટીલે પણ મધુ શ્રીવાસ્તવ સામે કોઈ પણ પગલાં નહીં લેવાય તેવું નિવેદન આપ્યું હતું.

વડોદરામાં ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દીપક શ્રીવાસ્તવ પર આક્ષેપ કર્યો છે કે, નિયમ અનુસાર ઉમેદવારી કરનારને સોગંદનામું કરવાનું હોય છે. એટલે નિયમ અનુસાર 2005 પછી ત્રણ સંતાનો હોય તો તેની ઉમેદવારી રદ્દ ગણાય.

અમે જ્યારે જોયું કે, દીપક શ્રીવાસ્તવના ત્રણ સંતાનો છે અને તેમણે બે સંતાનોનો ઉલ્લેખ કર્યો છે. એટલે નિયમ વિરુદ્ધ આ ખોટું છે. વર્ષ 2017 જે સંતાન થયું છે તેની વિગત દીપક શ્રીવાસ્તવે છૂપાવી છે. ચૂંટણી અધિકારીને ત્રણ સંતાનોના પૂરાવા રજૂ કર્યા છે.